પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનગદ્યાવલિ. કરવાથી આ બધી સ્થિતિને ઉપદ્રવ થઈ આવ્યા છે. મનુષ્યને બુદ્ધિ છે, વિચારશક્તિ છે, એ વાત ખરી છે; પણ જેમ સર્વને સમાન્ય રીતે દર્શન અર્થે પ્રાપ્ત ચક્ષથી સવી કોઈ વાત યથાર્થ જેવાતી નથી, કેળવણી અને અભ્યાસની આવશ્યક્તા રહે છે, તેમ બુદ્ધિ અને વિચારશક્તિથી પણ આવી કોઈ વાત તત્કાલ સમજતી નથી, શિક્ષણ અને અનુભવની તેમાં પ્રથમ અપેક્ષા રહે છે. અક્ષરજ્ઞાન થઈને વાચનસિદ્ધિ થઈ એટલે લેખમાત્ર જેમ અધિગત થઈ શક્તા નથી, તેમ ચાર વાતે ભેગી કરીને વિચાર ચલાવવાની કે વિચાર દર્શાવવાની શક્તિ આવવા માંડી એટલે જગતની સર્વ વાતે વિયે પોતેજ વિચાર બાંધી શકાતા નથી, તત્ત્વપયતના નિશ્ચયે ઉપજાવી શકાતા નથી. તેમાં પણ સ્વકલ ક૯િપત વિચાર તેજ સત્ય છે એવુ સત્યનું પ્રમાણુ જે અભિમાનવૃત્તિને લીધે અ૯પત્ત જનેના મનમાં બંધાય છે તે બહુજ હાનિકારક છે. શાસ્ત્રાની અવનતિ એ પ્રકારે થઈ છે કે શાસ્ત્રનું અધ્યયન તે તે શારખના તત્વને અધિગમ કરવાને નહિ પણ તે તે શાસ્ત્રના અભ્યાસીઓ સાથે વિવાદ કરી સભામાં વિજય પ્રાપ્ત કરવા માટે કરવું; અને એમ પ્રત્યેક શાસ્ત્રની કેટલીક “ કાટિ ” સ્મરણમાં રહી એટલે શાસ્ત્રી નામ ધારણ કરવું. આ પરિપાટીમાંથી પરિણામ એ થયું કે શારઅચર્ચામાં બેમાંથી એક પક્ષે જે કાંઇ, વગરવિચારે પણ બેલાઈ ગયું તેનો નિર્વાહ કરવાનો આગ્રહ બંધાયા; “ ઉત’ નિવહત ” એ ન્યાયે અનેક કપલક૯િપત વિવાદની કાટિએના વિસ્તારમાં વસ્તુગત્યા તય કે સત્ય શું છે તે એક પાસા રહી શબ્દાલની રચનામાત્રજ સત્ય મનાવા લાગી. સુશિક્ષણથી વિનીત થઈ અનુભવથી પકવ થયા વિનાની બુદ્ધિ પણ એ શાસ્ત્રની અવનતિ જેવી દશાને ભેગવે છે, અને વિચાર કરી શકવાના અભિમાનમાં સ્વહિપત વાર્તાને સત્ય હરાવી વરતુગતિની ઉપેક્ષા કરે છે. એવાં શબદુજાલમય સત્યોને સ્વમત, વિચાર એમ ઠરાવે છે; જનપ્રકૃતિને સુલભ વિચારભેદને સત્ય સિદ્ધાંત પર્વતના વિચારભેદરૂપે માની સ્વક૯પુનામાં સંતોષ સમજે છે, અને એમ અપકવ બુદ્ધિએ આરંભાયલી અધિકારભ્રષ્ટતામાં કલ્પનાને સત્ય માનવાથી સંપૂર્ણ વૃદ્ધિ થાય છે. અધિકારની શાલા બહુજ આવશ્યક અને ઉપયોગી છે. આવશ્યક એટલા માટે કે એના વિના પ્રકૃતિને વશ કરવાના અને આત્મવિકાસ થવાનો સંભવ જ નથી, ઉલટી હાનિ છે; ઉપયેગી એટલા માટે કે યથાર્થ માર્ગે મનુષ્યથી સ્વક૯યાણ સિદ્ધ કરવા સુધી તે ક્રમેજ વિચરી શકાય છે. કમ, ઉપાસના, અને જ્ઞાન એ સુપ્રસિદ્ધ અધિકારક્રમ સર્વના જાણવામાં છે. વ્યવહારમાં પણ એ નિયમ સ્વતઃસિદ્ધ છે; એમ સમજવાનું નથી કે કેવલ શાસ્ત્રીય અનુભવને અર્થે જ એ ત્રણ નિયમે કલ્પી મૂકેલા છે, અને જેને મોક્ષની મૃગજલવત આશામાં વ્યાવહારિક નિરાશાને પરિતોષ શોધવે છે તેને માટે ઉપયોગી છે. કોઈ પણ વ્યાવહારિક કાર્યના યથાર્થ અધિકાર ત્યારેજ થાય છે કે જ્યારે પ્રથમે તે કાર્ય માં જોડાઈ, ઉમેદવારી કરી, થાડે વધતે અંશે તે કાય શીખી અને કમના સ્વરૂપને સમજાય. અને તે પછી તે કર્મ માંજ પ્રવૃત્ત થઈ તન્મય થવાને તેમાં એકાગ્ર અંતઃકરણથી ભક્તિપૂર્વક પ્રવર્તાય. એમ કમી અને ઉપાસનાથી સિદ્ધિ થતાં તે કર્મના સ્વરૂપનું સમય અને યથાર્થ જ્ઞાન થાય, અને તે કપાસનાસિદ્ધ જ્ઞાની એ વ્યાવહારિક કર્મ સંબંધે ઉપદેશ આપવા, ભાષણ કરવા, લખવા, બાલવા, સમર્થ થાય, તેવા કર્મ માં પ્રવૃત્ત થનાર અન્યને સુમાગે લઈ જવાના સાધનરૂપ થાય. કર્મ, ઉપાસના, અને જ્ઞાનનો જે અધિકારક્રમ સહજસિદ્ધ વ્યવહારમાં પણ સ્પષ્ટ છે. Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12/50