પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શ્રીમદભગવદ્ગીતાને વેદાન્ત, ૧૭૫ પણ અને અભિવૃદ્ધિમાં કેવી ચમત્કારિક વિલક્ષણતા આવે છે, કેવી આફાકારક ઉન્નતિના માર્ગ જણાય છે. ક્ષારસમુતુલ્ય સંસાર પણ મિષ્ટ અમૃત તુલ્ય થઈ કે ઉપયાગી દીસે છે, અને શુષ્ક જ્ઞાનનો વિરસ વિરાગ કેવા સરસ અને રાગમય થઈ હૃદયને સમષ્ટિભાવની અર્ક - તાના આશ્ચર્યમાં વિલીન કરી નાખે છે ! પ્રાચીન અને અવૉચીન વેદાન્તના સ્વરૂપ અને સાધ્ય સંબંધે આવા વિભાગ કરી જોતાં બુદ્ધિ અને હૃદયનો જે ભેદ છે તેજ વધારે સ્પષ્ટ રીતે કહેવાય છે એમ સુજ્ઞ વાચકને પ્રતીત થયા વિના રહેશે નહિ. નીતિ અને કતવ્યની ભાવના માત્રનું સ્થાન હૃદય છે, ચલન, વલન, ગતિ, શક્તિમાત્ર હૃદયમાંથીજ કરે છે. શંકા, સમાધાન, ગણના, નિશ્ચય, આદિ બુદ્ધિથી થાય છે. તત્ત્વજ્ઞાન અને જગત , પરમાર્થ અને વ્યવહાર તેનું સમાધાન હૃદયમાં થઈ રહે છે. બુદ્ધિ તો ભેદ, વિરોધ, વિવેચન એજ વિસ્તારનારી છે, હૃદય અભેદ, એકતા, એકીકરણ કરી આપનાર છે. બુદ્ધિ પરામર્શ કરી શકે છે, પણ હૃદય તો પરામર્શના જીવભૂત વ્યાપ્તિને ઉપજાવી લે છે; આમ બુદ્ધિ ઉપર હદયનું સામ્રાજ્ય કહેવામાં બુદ્ધિના ચમકારને કે તેના સામર્થ્યને અપમાન આપવાનો હેતુ નથી. જગતમાં જ્ઞાનમાત્ર બુદ્ધિનેજ આધીન છે, બુદ્ધિ વિના વ્યવહારને નિવૉહ થાત નહિ, ચૈતન્યના અનુભવજ આવત નહિ, ઐહિક કે પારમાર્થિક શ્રેયનો માર્ગ જડત નહિ. પરંતુ બુદ્ધિમાત્રથીજ અભેદનું પૂજન કરવું અને હદયના પ્રેમથી આચાર પર્યંત વ્યાપી જાય એ સાક્ષાત્કાર પામી ન શકો એ વ્યર્થ જ છે. બુદ્ધિવિલાસેથી જે વિચારભાવના થાય તે તો અતિ ઉગ્ર પ્રતિભાવાળા જનના અભિમાન અને સ્વાર્થનાજ વિલાસ છે; એમાં કર્તવ્ય અને આચારની ભવ્ય સાક્ષાતકારજન્ય ચમત્કૃતિ અને સમણિભાવનાની સ્મૃતિ છેજ નહિ. સાંખ્ય ન્યાય વૈશેષિકાદિ ભેદવાદનું ખંડન મંડન કરવામાં પ્રવૃત્ત થયેલી બુદ્ધિની વાફરચનાનેજ વેદાન્તનું સર્વસ્વ માનનારા જ્ઞાનપક્ષાનુરાગી આધુનિક વેદાન્તીઓને હદયનો વેદાન્તમાં અવકાશજ નથી એવી જે ભ્રાન્તિ થઈ ગઈ છે તે મટાડી, બુદ્ધિવિલાસમાત્રના આનંદમાં મોક્ષને નામે અનાચાર વિસ્તારતા વાચિકવેદાન્તમાં સુંદયદ્રાવનું નીતિ રસાયન ઉમેરી, વેદાન્તની જે ઉન્નતભાવના વર્તમાન સમયે આપણાં અનેક કષ્ટનું નિવારણ કરવા સમર્થ છે તેને તેના યોગ્ય સ્વરૂપે દર્શાવવી એજ આ વિવેચનનો હેતુ છે. કેવલ બુદ્ધિવિલાસના અને નિવૃત્તિપક્ષના વેદાન્ત અવૉચીન એટલે વેદાન્તના યથાર્ય સ્વરૂપથી વિદૂર વેદાન્ત છે; હૃદયરસથી અભેદસાક્ષાત્કારપૂર્વક કર્તવ્યને અનુસરવાના પ્રવૃત્તિપક્ષના વેદાન્ત પ્રાચીન એટલે પ્રસ્થાનત્રયના સમવયાનુસાર વેદાન્ત છે. ( ડીસેમ્બર ૧૮૯૭ ) શ્રીમદ્ભગવદ્ગીતાનો વેદાન્ત, નીતા સુતા કર્તવ્યા સિમજો: શાસ્ત્રવિરત ( ગીતાનેજ સારી રીતે ગાવી, ગાઇ રાખવી, હદયમાં એના આલાપ ભરી દેવ;-પછી બીજા શાસ્ત્રવિરતારના આંબરનું" પ્રયેાજન શું ?) એમ પ્રાચીન કાલથી કહેવાતું આવે છે. આપણને એમ પણ વારંવાર કહેવામાં આવે છે કે “ ઉપનિષદ્રપી જે ગાયે છે તેમને દેહાવાને સમયે અર્જુન જ્યારે વા. and h eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ઈન ગધાવલી 25/50