પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. છડારૂપે તેમને ધાવવા મંડ્યો ત્યારે તેમણે પાસે મૂકો અને કૃષ્ણ ગોવાળીએ મહાનગીતામૃતરૂપી દૂધ સુબુદ્ધિવાનના ઉપભોગ માટે, તેમનામાંથી, દેહી લીધુ ' ( સર્વોપનિષદ્દો गावो दोग्धा गोपालनंदन: । पार्थोवत्सः सुधीभॊक्ता दुग्धं गीतामृतं महत् ॥) વેદાન્તના સારરૂપ ઉપનિષદોને પણ સાર ગીતામૃત છે એમાં સંશય નથી. એ અમૃતનું અમરત્વ એટલામાં જ છે કે ગમે તેટલા વિરુદ્ધ મત અને સંપ્રદાયવાળા પણ ગીતાને પ્રમાણ ગણે છે. એમ તેનું પ્રામાણ્ય સ્વીકારવામાં તાત્પર્ય શું છે ? એવી રીતે અવિરુદ્ધ એકાર્યાધ વિરુદ્ધ ભાસતા સંપ્રદાયાદિને પણ શાથી મળી આવે છે ? એ વિચારવાનું છે. કેવલાદૈત અને આભાસ, પ્રતિબિંબ, અજાતિ આદિ વાદના બુદ્ધિવિલાસ, વિશિષ્ટાદંત અને અદ્વૈતવાદનાં અનેકવિધ ખંડન મંડનના મતિવૈભવ, વિશુદ્ધાત અને લીલાવિલાસનાં રસિક રાસમંડલો, એ સર્વમાં એ ગીતાની પૂજ્ય પ્રતિમા મળે ઉભી રહે છે ને કઈ લાકિક ચમત્કાર વિસ્તારે છે; ગીતામાં નથી કેાઈ શાસ્ત્રચર્ચા, નથી દૈત અદ્વૈત કેાઇ વિવાદની રચના કે નથી કોઈ વચનાના સમન્વય સમાધાન આદિના પ્રકાર; છતાં સર્વને તે પ્રિય અને પૂજ્ય થાય છે. ગીતાની પૂજ્યતા બહુ થોડાકમાંજ શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરી દીધી છે. આર્યભૂમિને જે સમબ્રિભાવવાની પરિપૂર્ણ આવશ્યકતા હતી અને છે તે આપવામાં આત્મજ્ઞાનના વિસ્તાર કરી બતાવી, એ ભાવનાનું વ્યવહારની ભૂમિકાની ભાષામાં ભાષાન્તર કરી બતાવતાં કર્તવ્યની નીતિભાવના શીખવી છે. એટલામાંજ શાસ્ત્ર, યોગ, સન્યાસ, ત્યાગ, કર્મ, ભક્તિ, જ્ઞાન, સર્વને સમાસ અને નિશ્ચય કરી દીધો છે. પ્રાકૃત ઘણી વાર વિલ થઈ એમ વદે છે કે યુદ્ધને પ્રસંગે રાગ દ્વેષના ત્યાગનો ઉપદેશ કરીને યુદ્ધપરાયણ કરેલા અર્જુન પાસે નિકટનાં સગાં સબંધીની અનેક અક્ષોહિણી સેનાનું નિકંદન કરાવરાવ્યું એવી જ્ઞાન અને કર્તવ્યની ભાવના કશા ઉપયોગની હોઈ શકે નહિ. આ ઉક્તિ કેવલ બ્રમમૂલક છે એટલું જ નથી, પણ ગીતાના તેમજ જીવિતમાત્રના, પરમ ઉદ્દેશને ન સમજાયાને એ પ્રલાપમાત્રજ છે. જે યુદુપરાયણતાને ગીતામાંથી લિત થતી જોવાય છે તે વિષયે તો આરંભમાં પણ અનનું જ પ્રશ્ન છે; યુદ્ધ કરવા કરતાં, સગાં સંબંધીના સહાર કરીને રુધિરદિગ્ધ ભેગ પ્રાપ્ત કરવા કરતાં, ભિક્ષાથી નિર્વાહ કર સારે છે, એવું તે અર્જુનનું પોતાનું પણ માનવું છે, અને તે માનવામાં ચૂક છે એમ દર્શાવી અર્જુનને સ્વધર્મ શીખવવો એ શ્રીપરમાત્માના બોધનું તાત્પર્ય છે. જીવિત શાને અર્થે છે એના વિચાર કોઈ વાર પણ સ્થિર ચિત્ત કરાયો હશે તે સમજાયું હશેજ કે વૃદ્ધિ, ઉન્નતિ, એને અર્થે જીવિત છે. સ્થૂલ વૃદ્ધિ અને ઉન્નતિ અનિત્ય અને ક્ષણિક છે; તથાપિ વિશ્વક્રમમાં વિનાશ એવું કાંઈ છે જ નહિ, વસ્તુમાત્ર રૂપાંતરજ લેતી ચાલે છે, એ વિચાર ઉપર લક્ષ રાખતાં, ક્ષણે ક્ષણે વેરાઈ જતાં સ્કૂલમાંથી પણ અધિક ઉચ્ચ અને વિશાલ અધિકારવાળાં સ્થૂલ, સૂક્ષ્મ, ઉપજી આવે એટલું થાય, તોએ, વૃદ્ધિ અને ઉન્નતિને સ્વાભાવિક નિયમ સચવાયેલો રહે છે. પ્રતિદિવસ, પ્રતિમાસ, પ્રતિવર્ષ, પ્રતિક્ષણ જીવિત ઉત્તરોત્તર વૃદ્ધિ અને ઉચ્ચતા ગ્રહતુ' ચાલે નહિ તો વિશ્વક્રમમાં કશી ભથ્થતા, ઉત્તમતા, મહત્તા, કે સસારતા આવેજ નહિ. મરણ એ નામને જે રૂપાંતર કરી આપનાર મુકામ વિશ્વરચનામાં કરાવે છે તેનો હેતુ શિથિલ અને વ્યર્થ પ્રાપ્ય થયેલાં સાધનાને નવાં કરી આપી અધિક ઉન્નlain a iled lace Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50