પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સંબન્ધી આ પ્રસંગે કાંઈક બલવાનો મારો હક અને મારી ફરજ ઉભય છે; એ આમાના ઉદાર અને ઉડે પ્રેમ, એની ઉચ્ચ અને વિશાળ દષ્ટિ, તથા એની ભવ્ય પ્રતાપી બુદ્ધિ - અનુભવવાના મારે અનેક પ્રસંગ આવ્યા છે, અને એ અનુભવનો મને અધિકારી ગણવા ઉપરાંત એરો મારે માટે હમેશાં જે પક્ષપાત ધરાવ્યો છે એ કદી પણ હું વીસરી શકું એમ નથી.

આપણામાં સામાન્ય નિયમ “ જયન્તી ” જન્મતિથિએ પાળવાના હોય છે. પણ આજની તિથિ મણિલાલના જન્મની નથી, મરણની છે_આ અણધાર્યા વિપર્યયમાં પણ અર્થ છે; જેના સિદ્ધાન્તમાં કાળ નથી, કાળની મર્યાદા નથી—એને જન્મ તથા મરણુ સમાન જ છે.

મણિલાલના નામ સાથે ગુજરાતના છેલ્લાં વીસ વર્ષને આન્તર ઇતિહાસ અનેક રીતે જોડાએલા છે; એમણે પોતાના ટુંકા પણ કાર્યથી ભરપૂર જીવનમાં ગુજરાતને એક નવીન કવિતાની દિશા ઉધાડી આપી છે, ગુજરાતી ગદ્યમાં અસાધારણ બળ ગૌરવ અર્થગાંભીર્ય અને રચનાની ખૂબી દાખલ કરી છે, અને ધર્મ અને સાંસારિક સુધારાની બાબતમાં ઘણા આત્માઓને મુંઝવણમાંથી તાર્યા છે. આ અનુપમ દેશસેવા અને સાહિત્યસેવાનું સંપૂર્ણ અને સવિસ્તર અવલોકન કરવું અને તે અડધા પિોણા કલાકમાં—એ સર્વથા અશક્ય છે. તેથી મારી આપને આરંભમાં જ એટલી વિનંતિ છે કે મારા લેખની સારાસારતાના વિચાર ન કરતાં વિષયના ગૌરવ ઉપર જ લક્ષ આપશો, અને એ મહાન આત્માના સ્મર@ાથે જ આપણે મળેલા છીએ સમજી મારા લેખની અપૂર્ણતા સહન કરશે.

મારા લેખના હું બે ભાગ પાડીશ. પહેલામાં મણિલાલની કેળવણીના હેવાલ આપી જઇશ; અને બીજામાં એ કેળવણી એમના ગ્રન્યકાર તરીકેના સ્વરૂપ સાથે કેવી સંકળાએલી છે એ સૂચવીશ: ‘ સૂચવીશ ' કહું છું કારણ કે કાળસ કાચને લીધે એ વિષય હું જોઈએ તેટલા લંબાણથી ચચી શક્યો નથી, એટલું જ નહિ પણ કેટલેક સ્થળે તો માત્ર ‘ synopsis ” વિષયના પ્રતીક જેવું જ—આપીને સંતોષ માનવો પડયા છે. પહેલા ભાગમાં, ગ્રન્થકાર તેને રીકિનું સ્વરૂપ બતાવવા માટે નકામી, તથાપિ જાણવા જોગ એવી, કેટલીક હકીકત પણ નાંધી છે કારણ કે આ હેવાલ પહેલવહેલો જ પ્રસિદ્ધિમાં આવે છે.

કેળવણી

મણિલાલને જન્મ સંવત ૧૯૧૪ ના ભાદરવા વદ ૪ ને દિવસે પ્રાત:કાળમાં એમનાન્હાનપણ. મોસાળમાં થયો હતો. એમના દાદા નડિયાદમાં જદર હતા, અને હાનપણ, એમના પિતા વ્યાજવટતરનો ધંધો કરતા; અને દવેનું કુળ ખર્ચ ખૂટણમાં સારું ગણાતું. એમનાં માતુશ્રીના બાપ પણ સારા. પ્રતિકિત અને ઉદાર ગૃહસ્થ હતા. ‘એમના વેપાર આસપાસનાં ગામડાંમાં હતા, થોડી જમીન પણ તેમને હતી, ને ઘેર ગાય ભેંશ વગેરે દ્વાર રહેતાં અને ચઢવાને ધાડી પણ રાખતા.’ મણિલાલા નાં માતામહી ઘણાં ઉદાર દયાળુ અને ભલાં દિલનાં હતાં, અને ૧૩-૧૪ વર્ષ થતાં સુધી તો મણિલાલ એમની પાસે જ ઉર્યા. ઉભય પક્ષ સુખી હોવાથી એમનું પાલનપોષણ સારું થતું અને મોસાળ પક્ષમાં તે એમના ઉપર હેતને અને લાડનો વરસાદ વરસતા.