પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૯૮ સુદર્શન ગવાવલિ. સંપન્ન થઈ, પોતપોતાને રૂપે અભિનિષ્પન્ન થાય છે, તેમજ આ સંપ્રસાદ પણ આ શરીરથી ઉત્થાન પામી પરત્યેતિસંપન્ન થઇ પોતાને રૂપે અભિનિષ્પન્ન થાય છે. એ ઉત્તમ પુરુષ છે. તે ત્યાં પયટન કરે છે, જમે છે, રમે છે, સ્ત્રીઓ સાથે રમણ કરે છે, યાન, જ્ઞાતિ આદિમાં ખેલે છે, ઉપજનને કે શરીરને સ્મરતા નથી. જેમ ચાકરને કાર્યમાં જીએ છીએ તેમ પ્રાણ અશરીરમાં નિયુક્ત છે. જ્યાં આકાશને અનુષંગ છે ત્યાં ચક્ષુ છે; દર્શનાથે ચાક્ષુષ પુરુષ તે ચહ્ન છે. જે એમ જાણે છે કે હું આ સુહ્યું છે તે સુંધનાર આત્મા ઢાણ છે. જે એમ જાણેછે કે હું આ શ્રવણ કરું છું તે શ્રવણ કરનાર આત્મા શ્રેત્ર છે. જે એમ જાણે કે હું આ મનન કરું છું તે મનન કરનાર આત્મા મન છે. એ એનું દિવ્યચક્ષુ છે. એ આ મનરૂપ 'દિવ્યચક્ષથી બ્રહ્મલોક પર્વતના આ સર્વ કામને જોતા સતા રમે છે. આ આત્માને દેવતાઓ ઉપાસે છે. તેથી તેમને સર્વ લેક પ્રાપ્ત છે, સર્વ કામ સિદ્ધ છે; જે કાઈ આત્માને એ પ્રકારે જાણી અનુભવે તે સર્વ લેકને પ્રાપ્ત કરે, સર્વ કામને પૂર્ણ કરે.”—એમ પ્રજાપતિ કહે છે. e આ આખ્યાયિકા છાંદોગ્યના અષ્ટમ પ્રપાઠકમાં વિદ્યાની સ્તુતિ કરવા, સંપ્રદાનવિધિ સમજાવવા, અને સંપ્રસાદનું સ્વરૂપ સમજાવવા કહેલી છે. બ્રહ્મવિદ્યાનું મહત્ત્વ ત્રિલકરાજ્યાધિપત્ય કરતાં પણ અધિક છે, એમ જણાવવા દ્રિને બ્રહ્મવિદ્યાની જિજ્ઞાસા થયાનું વર્ણન કર્યું છે. રાજવૈભવાદિભાગ ત્યાગ કરીને, પોતાના આધિપત્ય કરતાં પણ વિદ્યા અધિક છે એમ માની દેવતાના રાજા ઈંદ્ર તથા અસુરોનો રાજા વિરેચન ઉભયે ગુરુ સમીપ જાય છે. તેમને પ્રજાપતિનું એક વચન વૃદ્ધપરંપરાથી સાંભળવામાં આવ્યું છે, જેથી આત્માને જાણતાં અમર થઈ સર્વ કામ પૂર્ણ થાય એવું તે સમજ્યા છે, અને તે અનુભવ લેવા પ્રજાપતિ સમીપ ગયા છે. પ્રજાપતિએ તેમને કેવે પ્રકારે ઉપદેશ કર્યો, શિષ્યએ કે પ્રકારે ગ્રહણ કર્યો એ સંપ્રદાનવિધિનું પણ આ આખ્યાયિકામાં સૂચન છે. ઉભયે શિષ્ય સહજ વૈરીછે, છતાં બ્રહ્મવિદ્યાને અર્થે ગુસમીપ ગયા ત્યાં, ‘ પરસ્પર વિવાદ ત્યજી શાન્ત ભાવે ' અને થાત રાગદ્વેષ રહિત થઈને વિદ્યાની પ્રાર્થના કરવા લાગ્યા. એ પ્રાર્થના કરતા પૂર્વે બત્રીશ વર્ષ તે તેમણે બ્રહ્મચર્ય નામ બ્રહ્મ જે વેદ તેની ચર્થો નામ પ્રતિપાલના અર્થાત વેદોક્ત તપશ્ચર્યાપૂર્વક શ્રવણાદિ આદર્યો. પછી કપાયરહિત થયેલા જાણી ગુરુએ તેમને અભિમુખ કરવા પ્રશ્ન કર્યું ત્યારે તેમણે ઈચ્છા પ્રદર્શિત કરી. પ્રજાપતિએ જોયું કે ઉભયે રાજા છે, આજ્ઞા કરવાનુંજ એમનું શીલ છે, એમને એમની ચિ અથત એમના અધિકાર કરતાં અન્ય રીતે બાધવાથી તે ઉલટા અચિ પામી નિર્વેદમાં પડશે અથવા અન્યથા ગ્રહણ કરશે, માટે થાડાકમાંજ એમને જે તથ્ય છે તે કહી દેવું. પ્રજાપતિએ જાગ્રત સ્વ'ન, સુષુપ્તિ સર્વના દ્રષ્ટારૂપ જે પુરુષ બ્રહ્માભિન્ન છે તેને ઉદ્દેશીને કહ્યું “ અક્ષિમાં જે પુષ્પ દેખાય છે તે આત્મા. ” અથત અક્ષિ એટલે ચશ્મથીજ જાગ્રતના વ્યાપારમાત્ર સિદ્ધ થાય છે, ને તે સર્વ વ્યાપારને, દષ્ટિમાત્રને, દ્રષ્ટા આત્મા છે. આવું ગુવચન છતાં, પિતાને વિશે રાજાપણાની મહત્તા, સર્વેપરિ હોવાનું પાંડિત્ય, સર્વ વસ્તુ વિચારવાની ધશક્તિ, જેમણે માની લીધેલી એવા ઉભયે શિષ્ય માત્ર એટલું જ સમજ્યા કે આંખમાં જે છાયારૂપે સામે ઉભેલો પુરુષ દેખાય છે તે છાયા આમા છે. આવું તે સમયા, અને બોલી ઉઠયા કે જલ, દર્પણ, આદિમાં જે દેખાય છે તેજ એ આમા કે નહિ ? પ્રજાપતિએ યોગ્યજ કહ્યું કે હા, તેજ એ, એ તો સર્વમાં દેખાય છે, અથૉત દ્રષ્ટારૂપે સવત્ર છે. એમ ન ધારવું કે પ્રજાપતિ જેવા ગુરુ, શિષ્યો સમGanahl Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50