પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઈંદ્ર અને વિરોચન. જ્યા નથી એમ જાણ્યા છતાં, સ્પષ્ટતા કેમ કરતા નથી; પ્રજાપતિ એમ જાણે છે કે પોતાને પંડિત માનતા આ શિષ્ય જે એમની બુદ્ધિમાં વાત નથી ઉતરી એવું સાંભળશે તે બુદ્ધિમત્તાનું પોતાને અભિમાન છે એટલે વિવાદમાં ઉતરી અશ્રદ્ધાલુ થઈ જશે ને યથાર્થ ગ્રહણ કરશે નહિ, તેથી ગુરુ શિષ્યને અનુલ રહીને ઉપદેશ કરે છે; એજ યોગ્ય ઉપદેશક્રમ છે. વળી જે સત્ય છે તે તે. પ્રથમથીજ ગુરુએ કહી દીધુ છે એટલે તેનું મનન કરતે કરતે પ્રતિબંધક્ષય થતાં તત્ત્વ એમના સમજવામાં આવશેજ એમ પ્રજાપતિ જાણે છે; અને તુરતજ શરાવાદિ દૃષ્ટાન્તથી વધારે સૂચન પણ કરી આપવાનો પોતાને આશય છે. આટલાજ માટે તેમણે તેમની વાતની હા કહી ને પછી તુરત “ શરાવમાં જલ ભરીને જુઓ, એવી આજ્ઞા કરી. શકેારામાં જલ ભરીને તેમણે જોયું તો કેશનખાદિસમેત સમગ્ર શરીરનું પ્રતિબિંબ દીઠું. પુનઃ પ્રજાપતિએ કેશનખાદિ દૂર કરાવી શુભ વસ્ત્રાલંકાર કરાવી લેવરાવ્યું તે તેવું પ્રતિબિંબ શિષ્યએ દીઠર્યું. અને વળી કહ્યું “ એજ આભા. ” ગુરુએ તો તત્ત્વ હતું તે પુનઃ દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરી આપ્યું કે જેમ અલંકારરહિત અને કેશનખાદિવાળા હતા ત્યારે તેવા દેખાયા અને અલંકારસહિત તથા કેશનખાદરહિત થયા ત્યારે તેવા દેખાયા, પણ શિષ્ય પોતે તો તેના તેજ રહ્યા, તેમ આત્મા અથવા દ્રષ્ટા પણ રાગદ્વેષાદિયુક્ત શરીર સમેત હોય તો તે દેખાય, ઉપાધિમુક્ત હોય તે શુદ્ધસ્વરૂપે અનુભવાય, પણ તે પોતે તો અમર, અવિકૃત, એકને એકજ છે. પરંતુ પોતાને વિશે પાંડિયન આરોપ કરતા શિખ્યા એટલા ઉપદેશથી સંતોષ પામી શાન્ત થઈને ચાલ્યા ગયા. પ્રજાપતિએ પણ જવા દીધા, છતાં સાનુભવ બાધ નથી એમ સમજી વિચાર્યું કે જયાં આ શિષ્યા પોતે સમજ્યા છે તેવું કહેશે ત્યાં વિનાશ ઉપજશે; કારણ કે શિષ્ય તો શરીરનેજ આત્મા સમજ્યા હતા, અને એ ઉપદેશ એ અધિકારીઓ ત્યાં કરે ત્યાં વિનાશ થાય એ સ્પષ્ટજ છે. વિરેચન અસુર હતા એટલે તેને વધારે વિચાર આવ્યો નહિ અને તે પોતાના અસુરોને વિષે જઈ શરીરજ આત્મા છે, શરીરને પુષ્ટ કરવું, સુખી રાખવું, શરીરની દૃષ્ટિથી ઐહિક પ્રવૃત્તિ તેજ સર્વલોકપ્રાપ્તિ અને અમરત્વ છે, એવું નાસ્તિક જડવાદીઓને ઉપનિષદ્ શીખવવા લાગ્યો. અદ્યાપિ પણ એ ઉપનિષદ્ પ્રચલિત છે, અને જે આ લોકમાત્રનેજ માની, આમાની સત્તાને સમજતા નથી તે અસુરજ કહેવાયજ છે. ઈદ્રિ તે દેવ હતા, તેની અને અસુરની બુદ્ધિમાં ફેર હતા, જે ત્રણ દકાર, દામ્પત, દત્ત, દયધું -દમ, દાન, દયા-તે તેનામાં હતા, એટલે તેને તુરતજ શંકા થઈ આવી કે જે વચન સાંભળીને આપણે ગુરુસમીપ ગયા તે વચનમાં તે આત્માને જરા, મૃત્યુ, શાક આાદથી રહિત કહ્યો છે, અને આપણે જે શરીરને આત્મા ધાયું* તેતો તેવું નથી, માટે પુન: ગુરુને પૂછવું જોઈએ. ગુરુ આગળ શંકા નિવેદન કરી એટલે ગુરુએ તેના હેદયની શુદ્ધિને અર્થે તેને પુનઃ બત્રીશ વર્ષ બ્રહ્મચર્ય કરાવ્યું; હવે કાંઈ નવું કહેવાનું હતું જ નહિ, જે કહેલું છે તે યથાર્થ રીતે ન સમજવા દેનાર મલવિક્ષેપાદિ પ્રતિબંધને ક્ષય કરી આપવાનાજ અવશેષ હતા, માટે પુનઃ બ્રહ્મચય કરાવ્યું. શિષ્યની શુદ્ધિ દીઠી ત્યારે પુનઃ જાગ્રત દષ્ટાને સ્વપ્નદ્રષ્ટારૂપે ઉપદેર્યો, અને એમ જાગ્રત સ્વ'ન ઉભયના જે દ્રષ્ટા એકાકાર નિવિકાર છે તેજ અમર આત્મા છે એમ કહ્યું. ઈદ્ર શાન્ત થઈ ગયા, પણ પુન; મૂલ વચન આત્માના અજર, અમર, હાવા વિષેનું સ્મરી શકામાં પડ્યો કે યદ્યપિ આ સ્વ'નandhitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50