પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૦૦ સુદશ નગદ્યાવલિ, દ્રષ્ટા તે આત્મા શરીરનાં જરાવિકારાદિને અનુસરતા નથી તથાપિ સ્વપ્નમાં પણ તે જરા, શેક, વિનાશાદિથી રહિત જણાતા નથી, અને પ્રજાપતિએ તે આત્માને અજર, અમર, કહ્યા છે, સાટે ગુરૂને પુનઃ પૂછવું જોઇએ. ગુરૂએ પુનઃ બત્રીશવર્ષ બ્રહ્મચર્ય કરાવી સુષુપ્તિનો દ્રષ્ટા તે આત્મા એમ કહ્યું અને ત્રણે અવસ્થાને સાક્ષી જે જીવ તેજ બ્રહ્મ છે એમ ઉપદેશ આપ્યા. પણ ઇદ્રને તે દેવલોકમાં પહોંચતા પૂર્વે સંશય થયો કે આતે કેવલ વિનાશરૂપ નિદ્રા તેને આત્મા કડ્યો, એમાં “ હું ? એવું પણ જ્ઞાન છે નહિ, અને મૂલ વચનમાં તો આત્માને ‘ સર્વલોકમય’ કી છે ત્યારે આ વિષે પુનઃ પૂછવું જોઇએ. પુનઃ પ્રજાપતિએ ઇકને બીજાં પાંચ વર્ષ બ્રહ્મચર્ય કરાવ્યું, અને એમ એક શતવર્ષ બ્રહ્મચર્યથી અતિવિશુદ્ધ થયેલા ઈન્દ્રને ઉપદેશ કર્યો કે જાગ્રત સ્વન સુષુપ્તિ એવી ત્રણે દશાથી રહિત જે “અશરીર’ તેજ પ્રિયાપ્રિય નામ રાગદેષ તથા તેથી ઉપજતાં ધમધમદિ કર્મ અને તેના સંબંધ, તે સર્વથી સર્વદા રહિત હોઈ, અજર, અમર, સર્વ મય, નિત્યતૃપ્ત, પૂર્ણકામ, આત્મા છે. “ સશરીર ’ જે ત્રણ અવસ્થાને સાક્ષી તેને પ્રિયાપ્રિય રહે છે, માટે સુષુપ્તિને દ્રષ્ટા તે તને શૂન્યવત ભાસ્યા, પણ અવસ્થાત્રયાતીત એવા અશરીરને ઉદ્દેશીને મેં એ કહેલું છે, તે યથાત અનુભવમાં આણ, એટલે “ જે આમા પાપરહિત, જરારહિત, મૃત્યુરહિત, શાકરહિત ” ઇત્યાદિ વાક્યને તું અનુભવવા ઈચ્છે છે તેને તુરત અનુભવ આવશે. એ ઉપર વાયુ, જ્યોતિ, વિદ્યુત, અભ્ર, ગર્જના, આદિનાં દૃષ્ટાન્ત કહે છે. એ સર્વે અશરીર છે, એમની ઉત્પત્તિ આકાશમાંથી થાય છે, અને શરીર થઇ ભિન્ન ભિન્ન રૂપે પોત પોતાનાં કાર્ય કરતાં તે જણાય છે ને પુનઃ સ્વરૂપમાં સમાઈ અશરીરને અશરી જ થઈ રહે છે, તેમ આ સં'પ્રસાદ અર્થાત જીવ અશરીરરૂપ આકાશમાંથી ઉપજી, ઉપાધિવશાત સશરીર જણાઈ ત્રણે અવસ્થા ભેગવી, પુનઃ શરીરને અને 'વ્યાસ ત્યજી, સ્વરૂપ જે અશરીર તેને ને તેનેજ અનુભવે છે. અશરીર અશરીરજ રહે છે; સશરીરવના વચલો વ્યવહાર કેવલ આરેપિત, કલ્પિત, છે. એ અશરીર ભિન્ન ભિન્ન ભાસે છે, ભિન્ન ભિન્ન નામ રૂપને પ્રાપ્ત કરે છે, પણ સ્વરૂપથી કદાપિ પ્રચુત નથી. એ જણાવવા પ્રાણ, ચક્ષ, આદિનું વિવેચન કરેલું છે. આવા અશરીર આત્માને દેવતાઓ–દા દયા દમને સમજનારા દૈવી પ્રકૃતિવાળા પુરુષા-ઉપાસે છે, અને અમરત્વને પ્રાપ્ત કરી, સર્વકામના પૂર્ણ કરે છે, સર્વ લેકને વિષે વિચરે છે, સર્વ મય થઇ, કૃતકૃત્ય થઈ રહે છે. અગષ્ટ-સપ્ટેમ્બર ૧૮૯૭, શ્રી શકરા ચાર્ય વિરચિત. निर्वाणषट्क स्तोत्र * (૨૫ ) मनोबद्धयहंकारचित्तानि नाहं न श्रोत्रं न जिहा न च घ्राणनेत्रे । नच व्योम भूमिर्न तेजो न वायु श्चिदानंदरूपः शिवोहं शिवोहं ॥ १॥ સદંeણાદિક એ વાકયનું વિકરણ કરતાં હું અને બ્રહ્મ કાણુ છીએ, તેના યથાર્થ ભાવે લક્ષમાં આવવા, તથા આત્મા અને અનાત્મા એ બે પદાર્થો વચ્ચેનો ભેદ સારી પેઠે જાણવામાં આવે તે માટે આ સ્તોત્ર લખ્યું છે. Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850