પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૫૦ સુદર્શન ગદ્યાવલિ, " જે પણ પ્રાર્થનાને નવે અને ઇષ્ટાથે સિદ્ધિવિકલ માગ યોજવાની જરૂર નથી. ' ૩. અભેદરૂપે સર્વે મુક્તજ છે; મુક્તિ થવાની નથી. પણ છે તેવું સમજાતું નથી. તે માટે ભક્તિઆદિની જરૂર એટલે પ્રાર્થનાને માટે જગજ નથી. ૪. તટસ્થ ઈશ્વર સર્વ ઉત્તમતા, સર્વ શુદ્ધતા, સર્વ નીતિનિયમ, તેના ઉત્તમોત્તમ તત્વરૂપે જાણુ, ને તેના જેવાં થવા પ્રયાસ કરે એવું કહી પ્રાર્થનાની જરૂર બતાવાય છે, પણ જે અભેદ અદ્વૈતવાળા કહે છે તે સર્વ ઉત્તમતા, સર્વ શુદ્ધતા, ઉચ્ચ પ્રેમ, ઉચ્ચનીતિ તેને જ સાર છે, તે રૂપ છે, છતાં તેમાં પ્રાર્થનાનો અવકાશજ નથી. કેમકે એક છે તેવું બીજાને થવાનું નથી, પણ સર્વ તેવું જ છે, તે માત્ર અનુભવવું જ છે. તટસ્થેશ્વરવાદીઓ પણ અમે “ પ્રાર્થના” એ વિષયમાં બતાવ્યું કે “ આત્મા જે જ્ઞાનમય, એકરસ, આનંદમય, અને નિત્ય છે, તેવા......થવા પ્રયન કરો” એ પ્રાર્થનાને હેતુ છે, તે વાત નથી સ્વીકારતા ? ડીસેમ્બર ૧૮૮૦ થી સપર્ટોબર ૧૮૯૧. ૫. - મર્તિપૂજા, મૂર્તિપૂજા એ ‘ સુધારા” થી વિરૂદ્ધ છે એમ હાલમાં અમારા સમજવામાં ‘ રાતગાતાર ” ઉપરથી આવ્યું છે ! તે પત્રના તા. ૧૧ મી જુલાઈના અંકમાં “ Idol Worshipping Hindu Reformers ” એ મથાળુ આપી લખનારે પોતાના આ સિદ્ધાન્ત લક્ષમાં રાખી, અમારા “ સુધારે’ એ મથાળા નીચે આવતા લખાણને બને તેટલા તીરસ્કાર કર્યો છે. અસ્તુ. મૂર્તિપૂજા એટલે શું તે અમે અમારાં વાચનારને આ પ્રસંગે પુછીએ છીએ. પાદરી લોકેએ મૂર્તિ પૂજક એટલે અજ્ઞાની જંગલી એમ ઠરાવેલું તે શા ઉપરથી ? શું મૂર્તિપૂજામાંજ એવું કાંઈ જંગલીપણું ભરાઈ બેઠેલું છે ? ઇશ્વરની સેવા કાણુ નથી કરતું ? જે પાદરીઓએ મૂર્તિ પૂજકને જંગલી હરાવ્યા તે પોતે પણ શું કોઈને કોઈ આકારની મૂર્તિ દ્વારા ઈશ્વરપાસના કરતા નહિ કે હાલ પણ નથી કરતા ? મૂર્તિ કોણ નથી પૂજતું ? આપણા કહેવાતા સુધારાવાળાને અનુકરણ કરવા યોગ્ય અંગ્રેજો કે યુરોપીઓનો શું મૂર્તિ પૂજક નથી ? બારીક તપાસ કરનારને અમે પુછીએ છીએ કે યુરોપમાં ખરા ધર્મિ કલાક જે ફક્ત * રામનકેથોલિક' પંથવાળાજ ગણાય છે, તે શું મૂર્તિ પૂજા કરતા નથી ? અંગ્રેજોથી હિંદુસ્તાનમાં ઉતરતે પગથીએ અંગરેજોનાં વચન ઝીલવા બેઠેલા પારસીઓ આતશની પૂજા શું નથી કરતા ? કીશ્રીયન અને ઝરતોસ્ત તથા હિંદુધમ સિવાય દુનીયામાંના મુખ્ય ધર્મમાંના બુદ્ધલાક પણ કયાં મૂર્તિવિના ચલાવે છે ? બાકી રહ્યા કેટલાએક પ્રોટેસ્ટંટ ક્રીશ્રીયન અને મુસલમાન, આ પણ ધાતુ પથ્થર લાકડાની મૂર્તિ નહિ, તોપણ પોતાના મનમાં અમુક ગુણ રૂપવડે ધારેલી પરમાત્માની છબીનું અવલોકન શું કરતા નથી ? અરે પોતાના ગુરૂનેજ ઈશ્વર સમાન માનતા નથી ? મુસલમાન ધર્મમાં પણ નાફિલશેહ' ' ના સિદ્ધાન્તને માની માશુકરૂપે પ્રભુપ્રાર્થના કરે છે, ત્યારે એ પણ શું એક જાતની મૂર્તિ પૂજા નથી ? આમ જગતના સર્વ લોકમાં જ્યાં - ૧ કઈ ચીજમાં ગુમ થઈ જવું. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850