પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી માર્તપૂજા, ૨૫૬ જ્યાં ધર્મ એ શબ્દ સમજાય છે ત્યાં ત્યાં કોઈને કોઈ પ્રકારે મૂર્તિપૂજા હાજરજ છે. છતાં અમારા માતબર સુધારાવાળા ‘ મૂર્તિ પૂજા’ને કેવળ 'ગ્રામ્યવ્યવહાર ગણે છે તેનું કારણ શું ? અમારે એક સારા વિદ્વાન અનુભવી તથા વૃદ્ધ અને હિંદુધર્મની મહત્તા સમજી તેનું તાવ ગ્રહણ કરવાને આતુર એવા એક પ્રખ્યાત અંગરેજ સાથે આ સંબંધમાં જે વાતચિત થઈ હતી, ને અમે જે ખુલાસે કરેલો તેણે સ્વીકાર્યો હતો, તે પરથી એમ માનવાનું સબલ કારણ છે, કે જે લેક મૂર્તિપૂજાને નિંદ્ય ગણે છે, તેને તેમ કરવામાં આશય આપણે સમજીએ છીએ તે કરતાં કેવલ જુદાજ છે. શિવની કે કૃષ્ણની કે માતાની કે ગણપતિની મૃતિ જોઈ પરદેશીલેક એમ સમજે છે કે અહો આ ભેળા હિંદુઓનું અજ્ઞાન ! મહા પરમજ્યોતિરૂપ સવ શકિતમાન ઈશ્વર તેને આ મૃખ લેક કેવલ લિંગરૂપે કે મોરલી વગાડનાર એક ફક્કડ યુવાનરૂપે કે વાધપર બેશી લેાહી પીતી સ્ત્રીરૂપે, કે હાથીના મેઢાવાળા માહાટી ફાંદવાળા. હાસ્યજનક પુરૂષરૂપે ભજે છે ! જો આમ હોય, તો આવી મૂર્તિ પૂજા કરનાર લેકથી વધારે જંગલી લોક બીજા હોઈ શકે નહિ, વિરૂદ્ધ વિરૂદ્ધ રૂપવાળા હજારે પ્રભુ માનનાર લેક ખરેખરા અજ્ઞાનીજ જાણુવા જોઈએ. પણ શું આ સમજ ખરી છે ? હિંદુ શાસ્ત્રના સિદ્ધાન્ત શું એજ છે ? ને આ નિર્માલ્ય સિદ્ધાન્તવડેજ શું તે શાસ્ત્રની કીર્તિ આજ દેશ દેશાન્તરે ગાજી રહેલી છે, ને જગતના સર્વ ધર્મ આર્ય શાસ્ત્રમાંથીજ પેદા થયા, એવું સિદ્ધ કરવાને વિદ્વાનોને પણ આસક્ત કરી તૈયાર કરી રહી છે ? હિંદુ શાસ્ત્રના ગમે તેવા છુટા છવાયા અંશ–ને તે પણુ પરદેશીને હાથે થયેલા ભાષાન્તરરૂપે-જોઈને ગમે તેવી વાત કરતા પાદરીઓના દિવસ હવે વહી ગયા છે. હિંદુ શાસ્ત્રનું સાંગોપાંગ અવલોકન જગતના સર્વ દેશમાં, અને મુખ્ય કરી આ દેશમાં થઈ રહ્યું છે. આપણું સુધારાના ઝુંડે પકડી રહેલા ઉપર કહેલી વાતોને રસ્તે ચઢેલા-છતાં પણ પાદરી તેમના ગુરૂ હતા” એમ કહીએ તેને ગલત દુર્વિવાદ ” જણાવતા મી. રાસ્તગાતાર અને તેમના અનુયાયીઓ બિચારા અસલના આદમી આજ શું થાય છે તે જાણ્યા વિના ગમે તેમ કહે એમાં શી નવાઈ ? હિંદુ શાસ્ત્રનું રહસ્ય જોતાં સિદ્ધ થયું છે કે નિરાકાર એક બ્રહ્મ એજ સિદ્ધ વાત છે, જગત મિથ્યા છે અને મોક્ષ અથવા આખરનું કદાપિ ટળે નહિ એવું પરમાનંદરૂપ સુખ તે બ્રહ્મના જ્ઞાનમાં રહેલું છે. મૂર્તિ પૂજા વગેરે આ પરમાર્થ જ્ઞાનની દૃષ્ટિએ ખાટાં છે. પણ આ દુર્ધટ મહાજ્ઞાન રસ્તામાં પડ્યું નથી કે તુરત ઉંચકી લેવાય, એ કંઈ : વાતો કરવાથી મળતું નથી; એને માટે માર્ગ યોજવા પડેલા છે, ને તે માર્ગમાં ‘ ધ્યાન ' એ મુખ્ય રસ્તા (જે કાઈ પણ—મુસલમાન, ખ્રીસ્તી, પારસી નાકબુલ નહિજ કરી શકે તે ) બતાવેલ છે. ઈશ્વરને ઓળખવાને રસ્તા ધ્યાન ર્યો ત્યારે ધ્યાન કાનું કરવું ? જેને જેમ અનુલ પડે તેમ તેણે ધ્યાન કરવું અર્થાત્ ગમે તે ગુણરૂપવાળી કલ્પના-મૂર્તિ—મનમાં કે પછી પ્રત્યક્ષ ખડી કરી લેવી. આમ જોતાં મૃતિ એ કાંઈ ઈશ્વરનું આખરનું રૂપ નથી, કેવલ તે રૂપ જોવાનો માર્ગ છે. મૃતિ જેવોજ ઈશ્વર માને છે ને તેથી જંગલી છે, એમ જે કહેવું થતું હતું, તે આમ સમજાયા પછી એમ કહેનારને નીચું જોવડાવે તેવું છે. આટલાં ઊંડાણમાં ઉતરવાની વાત તો દૂર રહી, પણ સાધારણ બ્રાહ્મણોમાં પણ જઈને તપાસ કરી જોઈએ તો શિવ, બ્રહ્મા, વિષ્ણુ, દેવ, ગણેશ સર્વના શિષ્યો ઍક અવાજે જવાબ દેશે કે ભાઈ ગમે તેમ ભજે પણ બધું” પ્રભુને પારે પહોંચે છે, (સર્વ શ્રેય નમઃ ૧ જંગલી લેગિન્ની ચાલ. ૨ હેતુ, ભાવ. Gandhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50