પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 સુદર્શન ગદ્યાવલિ, વળી અમે જે આગળ લખી ગયા તેથી પણ સિદ્ધ થયેલું છે, એટલે તે વિષે વધારે પુરાવો આપવાની જરૂર નથી. પણ અમને ખરી વાત તો એમ ભાસે છે કે માત્ર રાસ્તોફતારે તે દાક્તર વીલ્સન વગેરે પાસે નિકટ સંબંધમાં રહેતાં રા. કરસનદાસ વગેરેને જોયેલા, એટલે પાદરી શબ્દ દેખતાંજ ખરી વાત યાદ આવી, તેથી તેને નિષેધ કરવા ‘દુર્વિવાદ,’ ‘નિંદા’ વગેરે વગેરે બે ત્રણ વાત બાલી ગયા. પણ અમારે હેતુ તે વાતને લેશ પણ ઈશારે કરવાના નથી. અસ્તુ. આ બધા લખાણુનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે મૂર્તિપૂજા એ જંગલી રીવાજ છે એમ માની રા. કરસનદાસ વિષે અમે કરેલા અનુમાનને તોડવા ભાઈબંધ રાતે કાંઈ પણ કારણ આપ્યા વગર જે વાંધો ઉઠાવ્યા છે તે પુરતા વિચાર વિનાને તથા અગ્ય જે અમારા અધીન મત પ્રમાણે જણાય છે. જુલાઈ ૧૮૮૭ ઉચભાવના વસ, ( ૪૧ ) આપણું સુખ શાનું બનેલું છે એનો વિચાર કરીએ તે સહજ જણાય કે એક તરફ અતિ ઉચ્ચ પ્રકારની ભાવનાઓ, અને બીજી તરફથી તેમને પ્રત્યક્ષ કરવામાં તેમના રસને ભંગ એ એના મિશ્રણનું જ તે બનેલું છે. સુખના સંકલ્પની ભાવનાને આપણે એટલે સુધી લઈ જઈએ છીએ કે અનન્ત અપાર અતુલ એકરસ આનંદરૂપ માક્ષમાં તેની સીમા બાંધીએ છીએ; એ સીમા ઉત્તમોત્તમ છે, એનાથી અધિક કાંઈ સંભવતું જ નથી. પણ એજ ભાવ નાને પ્રત્યક્ષમાં અનુભવવા માંડીએ છીએ ત્યારે, કહેલમાં પીલાઈને નીકળી આવેલી શેલડીના કુચાના જેવી તે નીરસ લાગે છે, ને એનો સાર તે તે પાછો હતો તે ને તે ભાવનાગયુજ રહે છે. એકલા સુખને માટેજ આવું છે એમ નથી, પણ જેટલી જેટલી મનુષ્યહદયની આશાઓ છે તેટલી તેટલી સર્વને માટે એવું છે. આમાંથીજ અસંતોષનું બીજ પેદા થાય છે, ને દુ:ખનાં લ ઉપજે છે. એટલાજ માટે વિરાગીઓ નિરાશાને પરમ સુખ બતાવે છે. | આપણું કોઈપણ કાર્ય ભાવનાવિના નીપજતું નથી એ સિદ્ધ પ્રકૃતિ છે. એટલે ભાવના શામાટે કરે છે એવી શંકા કાઈ લાવે તેને અવકાશ નથી. કુંભકાર ધટ નિમે છે તે પણ પ્રથમ તેની ભાવના કરીને પછી તદનુસાર પ્રવર્તે છે. પણ આ વિચારમાંથીજ એક બીજો વિચાર ફલે છે, ને નવી શંકા ઉપજાવે છે. કુંભકાર ધટ કરે છે, લેહકાર અસ્ત્રશસ્ત્ર ઘડે છે, કે કાઈ પદાર્થવિજ્ઞાન જાણનાર યંત્રોજના ઉપજાવે છે, એ સર્વે ભાવનાથીજ આરંભ કરે છે, ને અનેકવાર નિલ થતાં પણ, તે ભાવનાને યથાર્થ અનુલજ પ્રત્યક્ષ કલ પામે છે. આવા અનુભવ સુખ માત્ર પર કેમ થતો નથી ? એનું કારણ એટલું જ છે કે સુખ છે તે કેવલ માનસિક વિષય છે, પદાર્થધટના તે કેવલ ભૌતિકવિષય છે : એક સૂમ છે, બીજું સ્થૂલ છે. તે પરિચ્છેદવાળું એટલે અમુક સીમાવાળું છે, મ અપરિચ્છિન્ન છે નિસીમ છે. થોડે ઘણે અંશે પણ, માણસે, સ્કૂલમાં નિશ્ચયપૂર્વક સફલ પ્રવૃત્તિ કરી ભાવના અને પ્રત્યક્ષ ઉભયને એકાકાર સમાધાનમાં અણી શકે, પણ મને તેમ કરી શકે નહિ. મને ભાવનારૂપ અનુભવ સૂમ ઉપરજ થાય છે, પણ તેના પ્રત્યક્ષ અનુભવતો સ્કૂલમાં લઈ શકાય છે. સ્થૂલ તો પરિચ્છેદવાળું છે, એટલે જ્યારે અપરિછેદવાનું સક્ષમ સ્થલદારા પ્રત્યક્ષ થવા જાય ત્યારે તે પણ પરિચ્છિજજ થઈ sanani Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી