પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નીતિ, ર૭, કર્તવ્યની કોટિમાં રાખવું, એ વર્તમાન જડવાદની નીતિનો ઉપદેશ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ એ ભાવના વર્તમાનકાલે તે જડવાદે બહાર પાડી છે, અને વ્યષ્ટિનાં કર્તવ્યમાત્ર સમષ્ટિની દૃષ્ટિથી થવાં જોઈએ એવી નીતિનો તેણે ઉપદેશ કર્યો છે. પ્રત્યેક મનુષ્ય ( વ્યષ્ટિએ ) એક પણ કર્તવ્ય એવું, કે એવી રીતે, ન કરવું કે જેથી સમગ્ર મનુષ્યવર્ગ (સમષ્ટિ ) ને તે વગરૂપે રહેવામાં, વધવામાં, સુખી થવામાં, અને શાન્તિ ગ્રહોમાં વિન આવી પડે. વર્તમાન સમયમાં પાશ્ચાત્ય શિક્ષણથી, પ્રાચીન એવી સર્વ વાતને અનાદર કરતા યુવકે આવા નીતિનિયમને સ્વીકાર કરે છે, અને ‘ ઘણાનું ધણું સુખ , થાય તે નીતિમય ક્તવ્ય છે એમ માને છે; એમાં વ્યષ્ટિ અને સમદિની નીતિને જે ઉપદેશ જડવાદે કરેલ છે તેજ મૂલ આધારભૂત છે. આવા સૂત્રને અનુસરીને નીતિનું સ્વરૂપ વિલેતાં નીતિ તે જનસમષ્ટિના નિર્વાહ અને ઉન્નતિને અર્થેજ પાલવાની છે એમ ફલિત થાય છે એટલું જ નહિ પણ પ્રસિદ્ધ અને ગુપ્ત એવા જીવનના બે વિભાગ પાડી પ્રસિદ્ધ નીતિ અને ગુપ્તનીતિનાં ધારણામાં ભેદ રાખવાનું પણ નીપજી આવે છે. સમષ્ટિની દૃષ્ટિ આગળ સત્યપ્રામાણુિતા, ઐક્ય, ઉગ્રતા, આદિની જે જે ભાવનાઓ સ્થપાયેલી છે, જેને આધારે જનસમાજની સ્થિતિ, વૃદ્ધિ અને ઉન્નતિ થઈ છે ને થાય છે, તે સચવાયાં જાય તે, ગુપ્ત રીતે, પ્રત્યેક વ્યક્તિ ગમે તે ચાર રાખે તેથી બાધ નથી એમ આ નીતિમાર્ગના સિદ્ધાન્તને ધ્વનિ છે. એક રાજ્યના મંત્રી અન્યાય અને અસત્યતાને પિતાના રાજકીય વર્તનમાં આશ્રય આપે નહિ, તો તેના ધરમાંના ત્રણ દીકરા વચ્ચે વહાલા અળખામાણુ કરીવિભાગ કરી આપતાં જે અન્યાય કરે તેની બહુ ગણના કરવા જેવું નથી; કાઇને પણ માણસના ‘ ગુપ્તવ્યવહાર માં દષ્ટિ ઘાલવાનું પ્ર. યેાજન નથી; તેના પ્રસિદ્ધ વ્યવહાર શુદ્ધ હોય એટલે પૂર્ણ છે. વ્યભિચારમાં નિમગ્ન ગૃહસ્થ જ્યાં સુધી વ્યભિચારને પ્રસિદ્ધ જનમંડલની એક સંસ્થારૂપે સ્વીકારે નહિ ત્યાં સુધી તેના પ્રસિદ્ધ જીવન ઉપર લક્ષ રાખી, ગુપ્તજીવનમાં દૃષ્ટિ કરવાને કાઇને હક નથી સંસારની જાલ એવી પાપમય, વિકટ અને વિષમ છે, પ્રસંગેની રચના એવી ગુચગુણવાળી થઈ આવે છે, અને સ્વાર્થવૃત્તિને અંગે અભિમાન એ સર્વોપરિ રહે છે કે ગુપ્ત અને પ્રસિદ્ધના આવા ભેદ વિના જનસમાજની નીતિનું રક્ષણ થવું અતિ દુર્ધટ છે. તેમજ મંડલ બાંધીને અથવા રાજ્યના અંગમાં રહીને મનુષ્યો પરસ્પર સાથે એકત્ર અને સહાય થઈ. વસે છે તેમાં તે પોતાનું સમગ્ર સ્વાતંત્રય અપી દેતાં નથી એ પણુ પ્રસિદ્ધ છે. પોતાના અને પોતે જે મંડલ કે રાજ્યના અંગમાં હોય તેના નિવોહને વિરાધ ન થાય એટલે અંશે સર્વ કાઈ પાતતાનું સ્વાતંત્રય ભેગવે છે, એ પ્રદેશના કુંડામાં કાઇની દૃષ્ટિ પડવી જોઈતી નથી, કોઈના ત્રાસ રહેવા જોઇતા નથી, સ્વર્ગ, નરક, પાપ કે પુણ્યને મહિમા પણ એ સ્વતંત્રતાને પરતંત્રતા કરી દેવાનો અધિકાર ધરાવતા નથી, જડવાદ એજ ધારણે નીતિમાર્ગ રચે છે. વ્યષ્ટિને પ્રાધાન્ય આપે છે, વ્યક્તિ વ્યક્તિ સર્વદા સર્વત્ર મુખ્ય અને પ્રથમ છે, તે સર્વ પ્રકારે સ્વતંત્ર છે; અનેક વ્યટિની જે સમષ્ટિ થાય તેના નિર્વાહને વિશ્ન ન થાય તે રીતે એ સ્વાતંત્રય વાપરવાનું છે; તેના સ્વાતંત્રયને ભંગ કશાથી થાય નહિ. સ્વાતંત્રતા અને સમાન નતા એ આ નીતિનાં સૂત્ર છે. માટેજ પ્રસિદ્ધ અને ગુપ્ત નીતિની મર્યાદા આવસ્યક અને યેાગ્ય ગણાય છે. અર્થાત જનસમાજે પોતાના નિર્વાહ માટે નીતિનાં સ્વરૂપ રચેલાં છે; લગ્ન જેમ એક કરાર છે તેમ સત્ય, શુદ્ધતા, પ્રામાણુિતા આદિ પણ જનસમાજે સ્વીકારેલા અને anahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50