પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સેશિયાલિઝમ એથવા સમાનભાવ, ૩૯ ભય તે પરપ્રેમમાં પણ ભાસે છે, પણ તેની ને આ ભાસવાની પ્રક્રિયામાં ફેર છે. આત્મભાવમાં એમ ભાસે છે કે બધુ મારામય છે; અનત્મિભાવમાં એમ ભાસે છે કે બધાં મારાં છે, *(ારે માટે છે, મારા કબજામાં હોવાં જોઈએ, મનેજ નમવાં જોઈએ. આવું થાય છે એટલે ભેદભાવ વધે છે; ને માણસ અ ન્યને તો શું, પણ પોતે પોતાને એ ઠગે છે. એવા સમયમાં સારી રીતે છુપાવી શકાય તેવા દુરાચાર, સદાચાર કહેવાય છે; વિજયી જુલમ તે પરાક્રમ કહેવાય છે; અર્થાત બલ માત્રનોજ જય વે છે, ને તેનેજ પ્રકાર તરે અનેક રૂપે ફેલાવવામાં માણસો પુરુષાર્થ સમજે છે. વાંચનાર ! ચારે પાસ દૃષ્ટિ કરી છે, શું સમજાય છે ? બલાબલવિના બીજે ખેલ કવચિતજ દેખાશેજ ! પણ જ્યાં બલાબલવિનાને એટલે પ્રેમભાવના પ્રકાશ ચમકતો તું દેખે છે ત્યાં તારી વૃત્તિ કેવી થાય છે ? તને હસવું આવે છે, એવા પ્રેમભાવવાળાની ગાંડાઈ તને, તુ તેનાથી વધારે ડાહ્યો છે એમ આનંદ પમાડે છે. તું તેને માનસિક તિરસ્કાર કરે છે ! ખલના વિજય દેખી તને ખુશી થાય છે, ને તું તેને “સાબાશ” કહી, તેનું પરાક્રમ સમજવાની તારી ચતુરાઈને પણ સાબાશી આપે છે ! આવું તને થાય છે, પણ તે બેઠું છે એતો તું સહજ સમજી શકે છે. છતાં, તને પણ થાય તો એમજ છે. કારણુ શું ? અનાદિકાલનો તને એજ સંસ્કાર લાગે છે તેથી એમ થાય છે, તને નહિ પણ બધાને એમ થાય છે, પણ તેમાંજ દુઃખમાત્રનું મૂલ છે. જે અનાથ સ્ત્રીપુનાં કેમલ હૃદય “ક” ની ક્રર બતરીશીમાં દળાઈ જાય છે, જે આબાલવૃદ્ધના મોંમાંથી ખેંચી લીધેલા કાળીયા ઉપર “ લોક ” પુષ્ટ થાય છે, જે દુરાચાર સદાચારને નામે પ્રવતી સર્વત્ર વિષમતા વિસ્તારે છે, ને એવા એવા અનેક વિચિત્ર રંગમાં રમતા, હસતા, રડતા, માતા, આપણુજ બંધુઓને જોઈ જે, રાગદ્વેષનું પૂર ઉભરાય છે, તે બધુ’ જે વૃત્તિ આપણે કહી ગયા તેનું જ પરિણામ છે !! આ સમય એવા છે કે હુડહુડ કલિકાલ વ્યાપ્યો છે. યુરોપની એવી દશા છે કે વસતિ વધી પડી છે, જમીન તે તેટલીને તેટલીજ છે, કલાકૈશલ્યાદિથી પણ હવે ઝાઝી પ્રાપ્તિ થતી નથી,-કરોડ અનાથ, અનાશ્રિત, નિરાધાર, લોકે દુઃખમાં રખડે છે, તેમને સુવાનું બીછાનું નથી, ખાવાનો રાટલા નથી, ને રહેવાનું સ્થલ નથી ! બીજી તરફ જુઓ તો કરાડાધિપતિઓના મહેલમાં એજ ગરીબાને હાથે ઉત્પન્ન કરેલી દલિત લખલૂટ નાચમજરામાં કૂટાય છે, મોજમઝામાં ને દારૂબાઈઓમાં વપરાય છે. એકાદ ટેપીના ફુમતા ઉપર, કે એક આનંદી ચહેરાઉપર ફના થાય છે !! ગરીબ લોકો આ જુલમ સહન કરી શકતા નથી. શું માણસ જાતેજ પાપી હોય છે ? નાના, અમે એમ માનતાં અચકાઈશું. તેમની ગરજ, અરે કરડીગરજ, છોકરાં હૈયાં ને નજરોનજર ભૂખે મરી જતાં જોઈ પેદા થયેલી ગરજ, તેમને ચેરી, લુટ, દગલબાજી છેવટ કમકમાટ છટે તેવા વ્યભિચાર, બધામાં દેરે છે. આવી દશા યુરોપમાં થઈ છે. આપણે અહીં છેક આવું નથી, પણ તેનું કારણું જુદું જ છે. આપણે યુરોપકરતાં વધારે સગવડ એટલીજ છે કે આપણી જમીન સારી છે, પણ મુખ્ય કારણ તો એજ છે કે આપણા દેશની પૂર્વપરંપરાગત નીતિ પ્રેમભાવ પૂર્ણ આમભાવવાળી છે તેથી આપણે અર્ધા રોટલામાં પણ પાંચજણનો જેમ તેમ નિભાવ કરીએ છીએ. બાકી દેશની ગરીબાઈ તે એટલી બધી છે કે આખી દુનીયામાં કોઈ દેશ આપણા દેશ જેટલે ગરીબ નથી. એ ગરીબાઈ છેક પાશ્ચાત્ય અનીતિનું ઘાર રૂપ પકડતી નથી જેમાં આપણા ધર્મવિચારનેજ બધુમાન છે. પાશ્ચાત્ય નીતિને સંસર્ગ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50