પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૮ સુદર્શન ગદ્યાવલિ, ધારીએ કે દશે હરા એટલે દરશે પ્રકારના ધાન્યાદિ પાકયાં છે, એ હરા-લીલોતરીની સંપત્તિ. એમ હોય તો વળી પણ અન્નપૂર્ણાનેજ આનંદ. અન્નપૂર્ણા અને મહાલક્ષ્મીના તથા મહાવીર્યરૂપ શક્તિના પ્રસાદના આનંદને દિવસ તે દીવાળી. ગરીબ ખેડુતો અન્નપૂર્ણાની મેહેરમાં આ વર્ષે પૂરા રમતા નથી, મહાલક્ષ્મી તો કાઈ કાળથી આપણુપર રીસાવીજ છે. વીર્ય, પરાક્રમ તે તે વાત માત્રજ છે. દિવસે દિવસે દી. વાળી ઝાંખી પડતી જાય છે. શું કરે ? અન્નપૂર્ણા અને મહાલક્ષ્મી પ્રસન્ન હોય ત્યારે તેજ આવે. એમને પ્રસન્ન કરવામાટે આર્યપ્રજા મથે છે ? વિદ્યા કલા સર્વેમાં પાવરધા થઈ આર્યલોકે મને હાલક્ષ્મીને પ્રાપ્ત કરવા યત્નવાન છે ? ધર્મમાં રહી ધર્મમાર્ગે ચાલી અન્નપૂર્ણાને પ્રસન્ન કરે છે ? ક્યાંથી કરે ? અમે તે સુધારાવાળા થયા, છટ દીવાળી એ તો વહેમ છે, દીવા કેવા, ને લક્ષ્મીપૂજા કેવી, એમ જ્યાં થયું ત્યાં પ્રાચીન અર્થસંગતિએ અમારાં બાલકનાં મનમાં કયાંથી જાગ્રત રહે ? ને તે ન રહે ત્યારે વિદ્યા, કલા, ધર્મ સર્યમાં તેઓ કયાંથી સુમાર્ગે ચઢે ? અને મહાલક્ષ્મી અને અન્નપૂર્ણાની ક્યાંથી કૃપા થાય ? નવું વર્ષ આરંભાયું, તે સમયે આટલે મહાલક્ષ્મી તથા અન્નપૂર્ણનો મહિમા કહી સર્વને તેમની પ્રસન્નતા છે, એટલું ઈછી, આનંદાભિવૃદ્ધિરૂપ આશિર્વાદ આપીએ છીએ. નવેમ્બર–૧૮૮૮. સોશિયાલિઝમ અથવા સમાનભાવ, (૮૪) સાશિઆલિઝમ એટલે શું ? એના સરલમાં સરલ અર્થ સમાનભાવ એ થાય, જે કે તેથી એ શબ્દમાંનો અર્થ પૂરે પૂર તે દર્શાવી શકાય નહિ એનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે થાડા ઉપધાતની જરૂર છે. આ આખું વિશ્વ અનેક યુગથી પ્રવર્તે છે, પણ તેમાં યુરોપખડની જ્યારથી મહત્તા બંધાઈ અને આયોવત પડી ભાગ્યું ત્યારથી કાઈ નવીન રચના શરૂ થયેલી છે. તેમાં પણ જ્યારથી યુરોપમાં જડવાદ જન્મ પામ્યા ત્યારથી એ રચનાએ વિલક્ષણ રૂપ ધારણ કર્યું છે. જ્યાંસુધી એમ માનવામાં આવે છે, કે માણસનાં ક્રર્મ તેને તે કર્માનુસાર . કુલ, વહેલાં માડાં પણુ આપે છે, અથોત એક પુણ્યનું કામ કરવામાં કે એક સંક૯૫માત્રથી પણ પાપ આચરવામાં જે ફલ હાનિ સમાયેલાં છે તે જેટલાં બીજાને ઉદ્દેશીને પ્રવર્તે છે તેટલાંજ કે તેથી દિગુણ પિતાને પણ પરિણામે વળગે છે એમ સૂક્ષ્મ રીતે સમજાય છે; ત્યાં સુધી હું અને મારું તથા પારકું અને પિતાનું એ ભાવથી જે યુદ્ધ રાતદિવસ ચાલે છે તે બહુ અંશે અટકે છે, જ્ઞાનીઓ પર તે નિર્મલ થાય છે. હું અને તું એવા ભેદ પડવાનું કારણું રહેતું નથી, પણ રહે તેાયે જેટલું “હું” ને સારું કે ખાટું, પછી તાદશ કે મનોમય, તેટલું જ ને તેવીજ રીતે “તું” ને પણ સારું કે ખેટું એમ સ્પષ્ટ સમજાય છે, સમજાય છે નહિ, પણું પ્રત્યક્ષ અનુભવાય છે. એનું નામ આમભાવ, આમવત સવે એ. પરપ્રેમ. હવે આથી ઉલટી રીતે જ્યારે એમજ મનાય છે કે કર્મ એવો કાંઈ અમુક નિયમ નથી, ને જેટલી વાત “હુ” ના જાણવામાં છતાં “તું”થી ગુપ્ત રાખી શકાય તેટલી કાંઈ! નડતી નથી, ત્યારે સહુજજ ભેદભાવ વધે છે તે માત્ર “હુ” મયજ બધું ભાસે છે. “હું” anan Heritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50