પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પર્વ અને પશ્ચિમ ૪૭% કરી છે, પરંતુ તે હજુ સુધી પણ યથાર્થ રીતે પળાતી નથી એ પૂર્વના અવિશ્વાસનાંજ ફલ છે. અવિશ્વાસને લીધે પ્રજાવર્ગ રાજ્યને નિર્વાહ ચલાવી આપનાર મજુર–ગુલામ જેવા-ગણુ વા માંડ્યું, કાળા ગોરાનો સ્પષ્ટ તફાવત થઈ ગયો;-છેક ઈગ્લેંડ સુધી પણ મી. દાદાભાઈને, ગારા કરતાં પણ વધારે ગેરા છતાં, “ કાળા માણસ” રૂપે વર્ણવી, એકચક્ર અંગરેજ શહનશાહતના મુખ્ય પ્રધાને પાલમેંટમાં જતાં અટકાવવાનો વાછલ હાલ પણ કેન્દ્ર, આને લીધે પરિણામ એ આવ્યું કે દેશીઓ પિતાની ખરી વૃત્તિઓ કોઈને પણ જણાવતાં અચકી પડ્યા, અને જે પ્રકારે “ સારો દેખાવ ” કરવાનો પ્રયાસ કરતા થયા. પ્રજાસમુહના મનમાંથી તે બલ અત્યંત નિર્મલ થતું ચાલ્યું કે જેના આધારે માણસે નિઃશંકપણે પોતાના જે નિર્ણય હોય તે સર્વત્ર નિડરતાથી દર્શાવે છે, દર્શાવેલા નિર્ણયને અનુસરે છે. અનુસરવામાં કોઈ પણ જાતના કટ વિપત્તિની કે સ્વાર્થ બગડે ન બગડે તેની દરકાર કરતાં નથી. જે દેશ ગુલામગિરી જેવી દશામાં આવી પડે તે દેશમાં એમજ અવશ્ય બને છે કે પ્રજાવર્ગ પિતાના આત્માને પ્રસન્ન રાખવાને બદલે પોતાના દઢ નિશ્ચયને વળગી રહી અનુસરી સત્યને સાચવવાને બદલે, આકાર માત્રને સાચવવાનો માર્ગ શીખે છે. ઉપરી, મુખી, આધકારી, રાજયકર્તા શું ધારશે, તે કેમ પ્રસન્ન રહેશે, એવું પરછંદાનવર્તિતવ પ્રજાવર્ગમાં દાખલ થાય છે–ને ધીમે ધીમે પ્રજા પોતાનું પ્રજાવ ખુવે છે, સારે ભાગ્યે આપણા રાજ્યકર્તાઓએ ખરા સાહિત્યની બુદ્ધિથી આપણને જે સુશિક્ષણ આપ્યું છે તેના બેલે આપણે આવા વિચારો કરતાં અને સારાસારની પરીક્ષા કરતાં શીખ્યા છીએ. દેશમાં દિનપ્રતિદિન, પ્રાચીન સમયથી ગુપ્ત રીતે સચવાયલું આર્યત્વ મૃતપ્રાય દશામાં પણ જાગ્રત થતું જાય છે, એટલે પ્રજાતજ ખાઈ બેશીએ એવું છેવટ પરિણામ આવવાને તે સંભવ જણાતા નથી, પણ પાશ્ચાત્ય અહંભાવમધાન નીતિની સાથેના સંધરુમાં આપણે વિજયી નીકળીએ એ લેશ પણ સંભવ નથી. એનાં કારણો ઘણું છે. પાશ્ચય ચક્રનો આગમ એજ મુખ્ય કારણ નથી. છેક મહંમદગઝનવીના સમયથી આપણે પરબુંદાનુવતિવને પાઠ ભણતા ચાલીએ છીએ. તે તે ભણતરમાં હાલ ગ્રેયુએટ થવા સુધી આવ્યા હોઇએ એમાં કાંઈ આશ્ચર્ય નથી. જો કે લગભગ આઠસો વર્ષે ગ્રેજ્યુએટ થઈ શકે એવા નિશાળીઓ ઘણો મંદબત્ત ગણાય, તે પણ એજ આપણા સચવાઈ રહેલા આર્યત્વનું ભૂષણ છે, “ આર્યત્વ છે ” એમ માનવાનું કારણ છે. આમ પરછંદાનુવતિવની વૃદ્ધિ થવાથી અંદર અંદર સંપધટવા લાગ્યા, ને સ્વતંત્ર વિચારના માર્ગ એટલે સુધી બંધ થઈ ગયા કે પાછલા એક સૈકા થયાં કઈ શોધક, બાધક, વિવેચક, કવિ, રાજનિતીઝ, થયો હોય એવું સાંભળવામાં નથી. અત્ર તત્ર ચળકતા તારાઓને લક્ષમાં ન લેવાને દોષ કાઈ આ લખાણુ વાચતાં મારે માથે આરોપશે, પણ હું જે વાત કરું છું તે તારાઓની નહિ પણ આખા ભુવનને તેજોમય કરનાર ચંદ્રની કરૂં છું. તેવા ચંદ્ર અન્ન ન હતા એમ પણ નથી. યદ્યપિ કોઈ તારા પ્રકાશવા લાગ્યા છે તે માન્ય કરીએ, તોપણ તેમનું અસ્તિત્વ, રે ! ક્ષિતિજ ઉપર તેમનું ઝાંખુ દીન, આજ પાંચ પચીસ વર્ષથીજ થાય છે, અને એ સમય તે તા આ દેશના ભાવિ અસ્પૃદયના આરંભના સમય માનવાનો મારો ઉદેશ છે, એટલે ઉપર મેં' જે કહ્યું કે એક સૈકા કરતાં વધારે સમયથી પરછદાનવર્તિત્વને લીધે કોઈ સ્વતંત્ર શેાધક, બાધક, રાજનીતિજ્ઞ, કવિ, આદિ થયા નથી તે વાત નિર્વિવાદ છે. પૂછંદાનુવતિ વથી રવાતંય જ અંદર અંદર કુસંપ અને અવિશ્વાસનાં બીજ રોપાGandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50