પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદીન ગદ્યાવલિ, ઉત્તમ માને છે, કેમકે જે બ્રહ્માસવાન હોય તેણે તે તેજ વધે ઉપવીત લેવું’ એમ નિર્દેશ છે. આઠ વર્ષને જે બીજો પક્ષ છે તે પણ સારો છે, પરંતુ સામાન્ય ગણાય છે. ઉપનયન એટલે જનાઈ એમ આજ કાલ મનાય છે, તે જોઇને ભણવા સાથે શો સંબંધ છે એમ કોઈને લાગે, પણ તેમ નથી. ઉપનયન એટલે “ ગુરુ પાસે લઈ જવું ” તે અંગે જે ક્રિયા થાય તેમાં યજ્ઞોપવીત આપવું એ મુખ્ય છે કેમકે તે વિના વેદાધ્યયન કરાવનાર અને વેદરહસ્ય સમજાવનાર ગુપ્ત સંધમાં દાખલ થવાતું નહિ. ત્યારે એમ જણાય છે કે ભણાવવાનો આરંભ કરવાનું વય પાંચથી આઠ સુધીમાં બ્રાહ્મણો માટે આવતું; ક્ષત્રિય વૈશ્વે માટે બે વર્ષ વધારે કહેલાં છે. ઉપવીત ધારણ કરાવી ગુરુ શિષ્યને સાથે લઈ જતા, અને બ્રહ્મચર્ય તથા ધર્માચાર એ બે વાત તેની પાસે મુખ્ય રીતે પળાવતા અને વિનયાદિ શીખવી વિદ્યાભ્યાસ કરાવતા. આ વિદ્યાભ્યાસને સમય વેડામાં થોડા નવ વર્ષ ને ઘણામાં ઘણા છત્રીસ વર્ષ જેટલા રહેતા. ભણાવવાના વિષયોમાં જે સાધારણ રીતે ચંદ વિદ્યા કહેવાય છે તે-ચાર વેદ, છ વેદાંગ અને ચાર ઉપવેદ-એમાંના વિષયે આવતા. ગુરુના ઘરમાં ગુરુના એક પુત્રરૂપે રહેવું પડતું. તેથી, બીજા શિષ્યોની સાથેના સંસર્ગ નિરંતર રહેતા તેથી, તથા ગુરુ સાથે શિષ્યને મોટી સંસદમાં જવાનો અને વિચર્ચા સાંભળવા જેવાને પ્રસંગ મને ળતા તેથી વિદ્યાર્થીઓના આચાર ઉપર અને ચારિત્ર ઉપર ઘણી સારી અસર થતી. એ સર્વ ઉપરાંત બ્રહ્મચર્ય લાંબા સમય સુધી પળાતું' અને ધર્મનાં બીજ પ્રથમથી સારી રીતે ઉડાં રોપાતાં એટલે તન અને મન તથા આત્મા ત્રણેની સંપૂર્ણ શુદ્ધિ સચવાતી. આવી પદ્ધતિમાંથી વિદ્યા પ્રાપ્ત કરીને પાર ઉતરેલા પુષે બલવાન, બુદ્ધિવાન, અને ધર્મનિટ તથા શુદ્ધ ચારિત્રવાળા પરાક્રમી નીવડતા. બ્રાહ્મણ પિતાને યોગ્ય વિદ્યા પ્રાપ્ત કરી પોતપોતાના વ્યવહારમાં પ્રથમ પંક્તિ ભેગવતા. સ્ત્રીઓ તે સમયમાં વિદ્યાભ્યાસ કરતી નહિ એમ પણ ન હતું. ગુરુ પાસે વાસ કરવાને બદલે ઘરમાં માતપિતા પાસેથી કે તેમણે યોજેલા ગુ%ારા બાલાએ વિદ્યાભ્યાસ કરતી, અને પાણિગ્રહણ થયા પછી પતિ પાસે અભ્યાસ વધારતી. કોઈ કોઈ સમર્થ વિદ્વતાવાળી નારીઓએ તે મહા સંસદમાં પણ ભાગ લીધાની વાર્તા પ્રાચીન ગ્રંથથી નીકળે છે. આવી વ્યવસ્થા સમષ્ટિપ્રધાન આર્યનીતિને સર્વથા અનુકૂલ હતી. એથી એ નીતિ પુષ્ટ, થયાં કરતી અને તેના ભકતે ખરેખર પુરુષાર્થ સાધવા સમર્થ થઈ શકતા. પાશ્ચાત્ય વ્યષ્ટિપ્રધાન બલ આપણા ઉપર આવી પડતાં આ નીતિ ઉલટી થઇ ગઈ છે. જેમ વ્યક્તિપ્રધાન રાજનીતિએ સ્વતંત્ર સામર્થ્યવાળા એક રાજ્યનો ભાર આપણે માથે મૂક્યા છે, તેમ વ્યક્તિપ્રધાન શાલા પદ્ધતિએ આપણા બાળકોને વ્યવહાર વિકૃતિવાળા કરી નાખ્યો છે. વ્યક્તિપ્રધાન નીતિ જેમ રાજ્ય અને વ્યવહારને પોતાની અસર કરી રહી છે તેમ શાલાઓને પણ પશ્ચિમ દેશોમાં તેની અસર લાગેલી છે. ભણાવવા ભણવાના વિષયની યોજનામાંથીજ એ નીતિની અસરને આરંભ દેખાય છે. માણસ પોતે પોતાનું પેટ ભરવા શી રીતે સમર્થ થાય એ હેતુ સર્વ કરતાં પ્રથમ લક્ષમાં રાખી પેટ માત્રનેજ ઉપયોગી એવી કેળવણીની યોજના કરવામાં આવે છે. એમાં થોડે ઘણે બુદ્ધિવૈભવ ઉમેરવા ઉપરાંત એ કેળવણીના ઉંચા પ્રકારમાં પણ બીજુ કાંઈ સાધવામાં આવતું નથી. હૃદય અને આત્મા એ બેને લેખવવામાં પણ આવતાં નથી, અને આમાના અસ્તિત્વ વિષે પણ શંકા વધતી જાય એવું રૂપે બધે શાલાનો વ્યવહાર Ganan Herita de Portail 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 34/50