પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૫૦૨ સુદર્શન ગાવલિ, એ કાયદે, નાદારીના કાયદે, અને એવાં બીજા કૃત્રિમ કારણોને લીધે લોકોમાંથી ધીર ઓછી થઈ ગઈ છે, ને તેથી સાખ પણ ન્યૂન પડી ગઈ છે. આટલું જ નથી પણ આવા કાયદાનો લાભ લેઇ અનેક લેકે, પોતાની નીતિમત્તામૂલે શિથિલ હોવાને લીધે, તે કાયદાને એ ગેરવાજબી લાભ લે છે કે સરા ધીરધાર કરતાં ઘણુજ પાછા હઠે છે, અને એમ સાપને તથા વેપારને હાનિ થાય છે. દીવાની કાયદાની આવી એકતરફી નરમાશ કારણ વગરની છે એમ કહેવાને કેાઈ તત્પર નથી, પણ એક તરફના લાભ સાચવવામાં જે આડકતરી હાનિ થાય છે તેની પણ ના પાડી શકાય એમ નથી. દીવાની કાયદાની આવી નરમાશ, અને ફેજિદારી કાયદામાં પુરાવા વગેરેની અનંત ગુ. ચવણ, એથી કરીને એક એવા લોકોને વર્ગ ધીમે ધીમે પ્રત્યેક મહેટા શહેરમાં ને નાનાં ગામડાંમાં પણ બંધાતે ચાલે છે કે જેનાથી સર્વે શિષ્ટ લોકો ત્રાસ પામે છે, છતાં જેમને છેડતાં ડરે છે. તેવા લોકો પાસે દીવાની રાહે ખાવા જેવું કાંઇ જણાતું નથી, અને ફેજિદારી રાહે પુરાવો ન થાય તેની તે લેકે તજવીજ રાખે છે, અથવા ફસાય તે પણ બે ચાર વર્ષ મોસાળ ”માં ગુજારતાં શરમાતા નથી. મુંબાઈ જેવા શહેરમાં ધોળે દિવસે ચેક, લાખો રૂપીઆની ઠગાઈઓ થાય છે, રેલવેમાં નાના પ્રકારના પેચ રચાયેલા માલુમ પડે છે, નાનાં ગામડાંમાં પણ પાંચપંદર “ ડાંડીયા ”નાથી સર્વ ડરતા રહે છે કોઈનું ઘર ફાટે છે, તો કેઇને એ બળી જાય છે, કોઈનું ખુન થાય છે તે કોઈની મા બેહેન નીકળી જાય છે, એવાં કમેના કરનાર છટાને 'ટા કરતા ફરે છે, એ બધું આપણે કાયદા એકલાનેજ માથે નાખી શકીએ એમ નથી. “ મહેતાઓ સસ્તા થયા અને મજુર માંધા થયા ” એ જે કહે: વત આ જમાનામાં નવી ઘડાઈ છે તેનાં કારણ કાયદા કરતાં વધારે ઉંડાં છે; જો કે કાયદાના બંધારણથી તેવા વર્ગના લોકોને સગવડ મળી છે એમ તે કહેવું જ પડે છે. મનુષ્યસ્વભાવ સર્વદા તેનો તેજ છે, અસલ પણ એવા લેક નહિ હોય તેમ નથી, પણ તે લેકે મંડલીમાં કે ગામમાં રહી શકતા નહિ, શિષ્ટમાં ખપી શકતા નહિ, પિતાનું કામ જંગલમાં અને ખુ ણામાં લાવતા, અને સર્વદા તિરસ્કારને પાત્ર રહેવાથી સર્વ તેમનાથી ચેતતાં રહેતાં. હાલ જંગલ અને રાનમાંની લુટ અને ધાડ બંધ પડી છે, અને વરિતમાં ને ગામમાં ઉજળા કહેવાતા લોકોને હાથે તે કરતાં વધારે અધમ ધંધા ચાલુ થયા છે. આમ થવાનાં કારણોને પણ ચતુષ્પથ એ વિષય સાથેજ સંબંધ છે. પ્રથમ કારણ એ છે કે નીતિમત્તાની શિથિલતા થઈ છે તેથી આ લોકો જાતે નીતિમાન નથી, મહેનત કરીને ખાવું એ નિયમતા ભક્ત નથી, કર્તવ્ય કે ધર્મને ઓળખતા નથી, અને કેવલ ખાઈ પીને એશઆરામ કરવા માટે ગમે તેનું ઠગી લાવવામાં પાપ માનતા નથી. બીજું કારણ એ છે કે લોકમત એટલે કે જ્ઞાતિબંધન, મહાજન, પંચ ઇત્યાદિ કેવલ શિથિલ પડી ગયાં છે તેથી તેવા લોકો ઉપર કો કબજો રહેતો નથી, પરસ્પરની ને અંદર અંદરના દેવ નીતિમત્તાને અભાવે વધ્યા છે તેથી ઉલટું એવા લોકોને, પોતપોતાના દ્વેષને પાર પાડવાના સાધનરૂપે વાપરનાર “ સારા ”—લેકા પણ કાંઈક ઉત્તેજન આપે છે. ત્રીજું કારણ કાયદાઓની રચના ને તેથી થઈ. આવતી સગવડ છે. આવાં ત્રણ કારણથી આવા વર્ગની ઉત્પત્તિ છે, પણ તેમાં બહુ સૂક્ષ્મ દષ્ટિથી વિચાર કરીશુ તે લોકમત અને નીતિમત્તાની શિથિલતા એજ મુખ્ય કારણુ સમજાશે. એવા લોકોને સાખ તે હોયજ નહિ, એટલે મહેનત કરવા ઈચ્છે તો પણ તેમને કોઈ મહેનતનાં andhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850