પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/13 પ૦૬ સુદર્શન ઘાવલિ, આ દેશની આવકના પ્રમાણમાં ઘણાજ ભારે છે. આવાં કારણોથી આ દેશના લોકો જે કાંઈ પેદા કરી શકે છે તેમાંથી સરકારને કર પૂરો કર્યા પછી ઘણુંજ થોડું બચાવી શકે છે, સાખ શિથિલ પડી જવાથી ધીરનારા મળતા નથી, અને કેળવણીને જોઈએ તેટલી વિસ્તાર ન હોવાથી ઉદ્યોગ ઉપજાવવાની યુક્તિ કાને સુજતી નથી, જેથી વેપાર એકંદરે, મુડી વિના, મંદ સ્થિતિમાં રહે છે. દક્ષિણના ખેડુતોને “ રીલીફ ” આપવાને એકટ, ખેડુતોને ઉત્તેજન આપવા ‘તગાવી’નો એકટ, એ બધા એકટ પણ આવી સ્થિતિના ચેડા કે ધણા પુરાવારૂપ છે. વધારે મુકીને જમાવ ન કરી શકવાને લીધે આ દેશના લોકે કોઈ પણ વેપાર મહાટા પાયા ઉપર કરી શકતા નથી, અને તેથીજ જર્મની, કાન્સ, વીલાયત વગેરે દેશના મોટા પાયા ઉપર વેપાર કરનારા લકે સાથે હરીફાઈમાં પછાત પડે છે. આટલું જ નથી પણ દેશી હુન્નર અને તેની પ્રત્યેક ઝીણી ઝીણી રીતભાત નાબુદ થઈ જવાથી, હાર દેશથી આવતા સાંચા કામ વિના આપણે કોઈ વેપાર ચલાવી શકતા નથી, અને સાંચા કામની મૅથી કોંમત મુડીની તાણને હૃધે આપણને પરવડતી નથી. કદાપિ પરવડે ને સાચા કામ મગાવી શકીએ તે પણ બહારના વેપારીઓના તેજ પ્રકારના માલ સાથેની હરીફાઈમાં ટકવું એટલું બધુ મુશ્કેલ પડે છે કે મુંબઈ વગેરે ઠેકાણે થયેલી કેટલીક મીલમાં જેમ કમીશન એજ ટોજ કમાય છે અને શેરહોલ્ડરો રૂવે છે તેમ થવાનો પ્રસંગ આવે છે. આ દેશમાંજ અનેક સામે બને છે, અનેક ખનિજ પદાર્થો વિદ્યમાન છે, મજુરી સરતી છે, પણ તેમને ખીલવી વેપારમાં ઉપયોગ કરવાની યુક્તિઓ મુંડીના અભાવે બનતી નથી. અનાજ, કરીઆણું, જાડુ સુતર, કપાસ, રૂ, અફીણ, કરતૂરી, હીર, ઉન, વગેરે જણ આ દેશથી બહાર દેશ જાય છે ખરી, પણ સામે તે પ્રત્યેક વસ્તુને સુધારેલા આકારમાં આપણે પાછી આણીએ છીએ કે આપણાજ દેશમાં તેની તે વસ્તુઓને તે આકારે સુધારી હોત ને જે ભાવે તે પડત તે કરતાં ચાર પાંચ ઘણો ભાવ આપીએ છીએ. આટલું જ નથી પણ પીવાના દારૂ, નકામાં રસકડાં, તથા કેવલ જીવને ખુશ કરવા જેવી વસ્તુઓને એટલે બધા ખપ આપણા દેશમાં થાય છે કે તેને માટે જેટલા ખચે આપણે કરીએ છીએ તે વ્યર્થ તો જાય છે, પણ તે આપણને દિનપ્રતિદિન ઉદ્યોગ માટે નાલાયક બનાવે છે, નીતિમાં ભ્રષ્ટ કરે છે, અને સ્થિતિમાં ગરીબ બનાવી અનેક કુટુંબાને દુ:ખના દરીઆમાં ડુબાવતે ચાલે છે. આવી સ્થિતિને લીધે યદ્યપિ આ દેશની આયાત અને નીકાસ સરખી હોય, અથવા આયાત કરતાં નીકાસ વધારે હોય, તેપણુ આ દેશ વેપારમાં વધતો ચાલે છે એમ કહેવાયું કઠિન છે. જમીનની સ્થિતિ સારી નથી એતો આપણે હવણજ જોઈ આવ્યા. ત્યારે આ દેશની સમૃદ્ધિ દર વર્ષે દર માસે ને દરરોજ બહાર જતી જાય છે, દેશ ગરીબ થતા જાય છે, ને પ્રત્યેક વાતમાં એક રસેડામાં વાપરવાના ચપુથી તે બહાર ફરવા હરવાની તરી સુધી, કે વિચારવાના પુરતક સુધી, કે ખાવાના મશાલા સુધી, પરાધીન અને પરતંત્ર બનતા જાય છે એ બહુ શોચનીય અને ભયંકર વાત છે. એને માટે વિચારવાનું લોકોને બહુ રંજ થાય છે, અને શા ઉપાય કરવો તે કાંઈ સુજતું નથી. “ દમડે ઊંટ પણ દમડો કયાં ” એ જે કહેવત ચાલે છે તે ખરી પડવાને સમય પાસે આવતા જાય છે, અને જેમ આપણે વાચાળ પણ જુઠાબોલા થયા કહેવાઈએ છીએ, તેમ ઠાઠમાઠવાળા છતે પાપાલ થઈ રહ્યા છીએ એમ પણ કહેવું જોઈએ. આ સ્થિતિ પૂર્વ અને પશ્ચિમના સંધમાંથી ઉદ્ભવી છે એમ કહેjanani Herita __ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી A/50