પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પાશ્ચમ, ૫૦૫ વાની સામે એવી દલીલ લાવવામાં આવશે કે આપણે એકલા આપણા દેશમાં પૂરાઈ રહ્યા (ાત તે ચીનના જેવી આપણી સ્થિતિ કેમ ન થાત ? પણ પરફ્લેકના સમાગમથી જે વિશાલ વિચારે, ઉત્તમ જાતિબલ, અધિક પ્રેમ, અને શુદ્ધ ચારિત્ર સાથે પૂર્ણ સ્વાશ્રય આપણામાં આવવાં જોઈએ, તેને બદલે આપણને નિર્માલ્યતા, નિરતેજસ્વિતા, અને નિરુાગજ પ્રાપ્ત થાય તો તેનાં કારણો આપણા ઉપર ચાલતી કોઈ બે અસરેના વિરોધમાંજ શોધવાં એ અવાસ્તવિક ગણાય નહિ. પૂર્વ અને પશ્ચિમના સંધમાંથી આ દેશના વેપારને જે હાનિ થાય છે તેનાં કેટલાંક કારણોનો વિચાર આપણે કરી આવ્યા. એકંદરે નીતિમત્તાની શિથિલતા, સાખના ઘટાડો, દેશની ખાસ પેદાશ થવામાં સરકારી કાયદા વગેરેની અડચણા, અને ગરીબી તથા થોડી સાખના કારણથી મુંડીને જમાવ ન થઈ શકવા, એવાં કારણેથી આપણે વ્યાપાર રોજગારમાં પછાત પડી જતા જઈએ છીએ. એ પ્રકારની જે હાનિ થાય છે તેમાંથી મુક્ત થવાને આ પણે અનેક યત્નો કરતા જઈએ છીએ, વીલાયત અને યુરપ અમેરિકાની પૈઠે જોઈન્ટ સ્ટોક કંપનીઓ કરી શેર વગેરે કાઢી વેપાર કરવાની રીતિ આપણે ધીમે ધીમે સ્વીકારતા જઈએ છીએ. પરંતુ એમાં આપણે હજી જોઈએ તેટલું પશ્ચિમનું અનુકરણ કરી શકતા નથી, પશ્ચિમ તરફથી આવતા માલ સાથે બરાબર સ્પર્ધા કરી શકે તેવો માલ ઉપજાવી શકતા નથી, અને ઉપજાવી શકીએ તેવા પ્રસંગોમાં પણ માન્ચેસ્ટરના વેપારીઓ આપણને આ• ડકતરી રીતે નડવાનું ચૂકતા નથી. એક જ પ્રકારનો વેપાર આપણે વધારે કરીએ છીએ, નવા ધંધામાં જલદીથી રોકાવાનું સાહસ આપણે દાખલ કરી શકતા નથી. જે મીલો વગેરે છે તેમાં પણ કમીશન એજ'ટા મીલના નફામાંથી શેર હોલ્ડરને ઝાઝું દેખાડતા નથી, અને ! ઘણીક સાધારણ મીલે તે વારંવાર દેવાળું પણ કાઢે છે. આમ એક પાસા પશ્ચિમની નકલ કરવામાં આપણે ફાવતા નથી તેમ બીજી પાસા લોકનીતિ શિથિલ હોવાથી આપણે પ્રમાણિકપણે ધંધો ચલાવી શકતા નથી. આ દેશનાં રીત રીવાજ અને ધરણને મુકાબલે પશ્ચિમનાં રીત રીવાજ અને ધારણા જોતાં વેપાર રોજગારમાં તે ધરણને અહીંનાં ધોરણ સાથે સંધઃ થવામાંથી આપણે નવા ધારણે પહોંચી શકતા નથી અને જુના ધરણને બરાબર વાપરી શકતા નથી, જેથી ઉભયભ્રષ્ટ એવી પણ હાનિકારક સ્થિતિ આપણા દેશના વેપારની થઈ છે. વેપારનીજ નહિ; નીતિ, રીતિ, વિચાર વિદ્યા, ધર્મ સર્વની તેવી સ્થિતિ થઈ છે.' | વેપારની આ મુશ્કેલીમાંથી છુટવાને અર્થે કેટલાક દેશહિતષીઓએ થોડા સમય ઉપર દેશી કારીગરીને ” પાકાર ઉઠાવ્યા હતા. તેઓ ભાષણ કરતા હતા, દેશમાં ઠામઠામ ફરી કરીને દેશી પદાર્થોને શોધ કરતા હતા, અને નવી નવી વસ્તુઓ બનાવવાને ઉત્તેજન આપતા હતા, અને નવી નવી પશ્ચિમના જેવી વાત અત્ર બની શકે તે માટે હરેક થાજના ખંતથી કરતા હતા. પોતે પોતાના બાલવાને એટલે સુધી સિદ્ધ કરી આપવાની હાંસ બતાવતા હતા કે આ દેશમાં બનેલાં ન હોય તેવાં કપડાં, માજો, ડા, કે ઘરસામાન કશું' તે વાપરતા નહિ, ને શરીરે ખાદીને ડગલે પહેરી બતાવવામાં દેશભક્તિની પરિસીમાં કરવાનું ધારતા હતા. એ બધા ભલા સજીના આજ કયાં જતા રહ્યા ? એમ કહ્યા વિના ચાલતું નથી કે આવા લોકો વાતનો આરંભ કરે છે, કાંઇક પ્રસિદ્ધિ તે વાતને અંગે પ્રાપ્ત કરે છે, ને તે પ્રસિદ્ધિથી લાગવગ બંધાતાં કાંઈ લાભ મળી જાય એટલે જે નીસરણીથી ઉપર ચઢયા Ganani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50