પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 પ૦૬ જ સુદર્શન ગદ્યાવલિ. તે નીસરણીને ફેંકી દે છે. એજ આપણી નીતિ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગૃહસ્થાને યત્ન ચાલતા રહ્યા હોત તે એમાં અવશ્ય દેશને લાભ થવાનો સંભવ હતા. જે કે દેશની જ વસ્તુ, માધી પડે તોપણ દેશની જ વસ્તુ વાપરવી એ સિદ્ધાન્તની સામે અર્થ. શાસ્ત્રની ઘણી તકરારે આવી શકે તેમ છે; અને મુંડી, મહેનત અને સમય એ ત્રણ અંગથી કૃત્રિમ એવા પદાર્થમાત્ર બને છે તેને દેશીકારીગરીની પદ્ધતિમાં વધારે વ્યય થવાથી દેશને એકંદર સરવાળે હાનિ બતાવી શકાય તેમ છે; તો પણ કાંઈક નિયમસર દેશી કારીગરીનેજ ઉત્તેજન આપવાનો પ્રકાર ગ્રહણ કર્યા વિના દેશની ઉન્નતિ થવાનો સંભવ નથી, એટલે એ પ્રયત્ન જારી રી હોત તો એમાંથી લાભ થાત એમ કહી શકવાને અવકાશ છે. ફ્રાન્સમાં ખાંડ બીલકુલ બનતી ન હતી, અને આશ્ચર્ય લાગે તેવી પચાસને સોસ રૂપીઆ શેરને ભાવે પરદેશથી આવેલી ખાંડ, ત્યાં વેચાતી હતી. પરદેશથી આવતી ખાંડ બંધ કરી, દેશમાંજ બીટને પાક વધારવાથી છેવટે કાન્સ પોતે પોતાને માટે ખાંડ ઉપજાવી શક્યું એટલું જ નહિ, પણ બીજા દેશોને પણ ખાંડ આપવા લાગ્યું. આવી રીતે કોઈ ના વ્યાપાર ઉછેરવામાં પ્રથમે હાનિ છે ખરી, અર્થશાસ્ત્રને જે નિમુક્ત વ્યાપાર (free-trade ) ના નિયમ તેને ભંગ થાય છે ખરે, તેપણુ કાંઇક હદ રાખીને તેને પ્રયોગ કરવાથી લાભ છે એમ પણ ઘણાકનું માનવું છે. કેળવણી, ખંત, ઉદ્યોગ, ઐક્ય, સાહસ, અને જાહેર નીતિની સુધારણા, એટલા ઉપર વ્યાપારની તેમ બીજી ઘણી વાતોની ઉન્નતિને આધાર છે, પૂર્વ અને પશ્ચિમના સંધમાંથી એ બધી વાતો પર આપણામાં અનેક પ્રકારની શિથિલતા દાખલ થઈ છે, ને તેથી આપણને અનેક લાભ હાનિ થયાં છે. સર્વ પ્રકારનું વિસ્તારથી વર્ણન કરતાં મોટા ગ્રંથ ભરાય એ આ વિષય છે; પણ તેનું મહત્ત્વ કેટલું છે, પ્રત્યેક દેશહિતિષીને તેમાં વિચારવાનું કેટલું છે, એ વાત મુખ્ય મુખ્ય રીતે લક્ષમાં લાવવાને આ ઉપક્રમ અત્રે કરેલ છે. છતાં આ વિષયના પણ વિસ્તાર ધારવા કરતાં વધારે થઈ ગયા છે, જેથી હવે બે એક અંકમાં સર્વના ઉપસંહાર કરી આ વિષય સમાપ્ત કરીશું. e ચતુષ્પથને વિષય સમાપ્ત કરતાં પાશ્ચાત્ય સંસર્ગોને લીધે આપણી નવીન પ્રજામાંથી જે સાહસબુદ્ધિનો વંસ થયો છે ને તેને લીધે વ્યાપારની શિથિલતાનું એક પરંપરિત કારણ ઉ. પન્ન થયું છે તે ઉપર લક્ષ કરવું આવશ્યક છે. સાહસ એ વ્યાપારની વૃદ્ધિને અર્થે અતિ ઉપયોગી ગુણ છે. જેમ વિચારરહિત સાહસ હાનિકારક છે, તેમ વિચારસહિત સાહસ બહુ લાભપ્રદ છે. પણ વિચારનું પ્રાધાન્ય થવાથી સાહસ વ્યર્થપ્રાય થઈ જાય છે અને માત્ર ઉદ્ધતાઈ કે અમયદ રૂપેજ દર્શન દે છે. સાહસિક વૃત્તિવાળાં માણસ જ્યારે બહુ વિચાર કરતાં થાય છે ત્યારે સ્વાર્થી બનતાં જાય છે, પોતાનાં સુખ અને સગવડ માટે જે જે અયોગ્ય જેવા પણ માર્ગ તે લે છે તેનું સમાધાન એક પ્રકારના આદ્ધત્વને સ્વીકાર કરીને તેઓ કરી બતાવે છે. એકંદર એમ કહેવાતું આપણે સાંભળીએ છીએ કે ભણેલા કરતાં અભણ લોક વ્યાપાર કે યુદ્ધ, માહાભ્ય કે સ્વાર્પણ, સર્વ વાતમાં ઉપયુક્ત જે સાહસ ગુણ તેને વધારે સારી રીતે દશૉવી શકે છે. અભણ છતાં પણ રજપૂતાના અને શીખ લોકેાના બાહુબલ અને સાહસિક હદયબલને સર્વ કાઈ વખાણે છે; અભણ છતાં કરછી ભાટીયા અને લુવાણુના વ્યાપાર વૃદ્ધિપરના અતુલ સાહસથી સવ ફાઇ વિસ્મય પામે છે, sanahi erita 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yelt olulal 6/50