પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૩૨ સુદર્શન ગધાવલિ, એટલે આખા અધિકારી વર્ગ તે થાય એમાં આશ્ચર્ય નથી. જવાબદારી ન લેવાનું ધારણ એટલે સુધી પણ આગળ લઈ જવામાં આવે છે કે કોઇ ન્યાય અન્યાયને પ્રસંગે ન્યાય આપવામાં પણ અમુક જવાબદારી માથે આવશે માટે અન્યાય અપાઈ જાય તે હરકત મનાતી નથી. આવી રીતે કોઈ પણ વાત માથે ન રાખવી એ કારભાર કરનારને મોટા ગુણ ગણાય છે, અને જેને એ રીતે ખાલી વચનોથી સર્વને રાજી રાખી, કોઈનું કાંઇ ન કરવું, ન્યાય પણ ન કરવા, માત્ર પોતાને માથેથી વાત વેગળી કાઢવી, એટલું જ આવડે તે ધણા કાબેલ કારભારી ગણાય છે. આ અપલક્ષણથી હાલના કારભારીઓમાંના ભાગ્યે કોઈકજ છટા હોય. આનું કારણ પણ પુનઃ સ્થાનરક્ષા અને રાજ્યતંત્રના અમુક સ્વરૂપની ભાવનાનો અભાવ એજ છે. સ્થાનરક્ષાની દરકાર ન કરતાં અમુક રાજ્યસ્વરૂપની ભાવના લક્ષમાં રાખી વ્યવહાર કરનાર કારભારીઓ વિજયી થતા નથી, થોડાજ સમયમાં પ્રતિષ્ઠાહીન થાય છે, સ્થાન ખુએ છે, અને કારભારને નાલાયક ગણાય છે. વ્યવહારમાં જેમ સરલ અને સીધા માણસજ વધારેમાં વધારે ભાર ખાય છે, તેમ રાજખટપટમાં પણ અમુક ભાવના ઉપર લક્ષ કરી સ્થાનરક્ષાની દરકાર વિના કર્તવ્યમાત્રને અનુસરનારા કારભારીઓ અપયશ પામે છે. તેને કાઢવા માટે કે નાલાયક હરાવવા માટે અનેક યોજનાઓ થાય છે, અજવાળાને પ્રકાશ સહન ન કરી શકે તેવી અને નેક વાતો વણાય છે, અને ખટપટીયા લેક જેવા સીધા માણસને દૂર કરી પોતાના સ્વચ્છદાચાર નભાવે તેવા કોઈ હંસને વરી લાવે છે. એટલે પાછાં એનીએ ભાંજગડ, એની એ જવાબદારી ઉડાવવાની રચનાઓ, અને એનીએ અંધપરં પરા ચાલે છે. પ્રજા કચરાઈ મરે છે, કારભારીઓનાં પેટ ભરાય છે, રાજા એશ આરામ કરે છે, અને અંગરેજી પોલીટીકલ અમલદારના મનનું સમાધાન ઉપર ઉપરની ટાપ ટીપ, લાંબા અને ભભકાદાર રીપેર્ટ, એક થે ભવ્ય મકાનની સ્થાપના, બેચાર ટીપામાં મહાટી રકમનાં ભરણાં, ઈત્યાદિ ઈત્યાદિથી સારી રીતે થઈ રહે છે. આટલે સુધી આપણે કારભાર કરનારા જનાના દોષ ઉપર વિવેચન કરતા આવ્યા, અને વચમાં વચમાં સારા કારભારી કેવો હોય તેની પણ સૂચના કરતા આવ્યા. સારા કારભારીની મુખ્ય યોગ્યતા બે પ્રકારની છે; ઉત્તમ રાજ્યસ્વરૂપની ભાવના, અને તે ભાવનાને અમલમાં આણવાનું સામર્થ્ય. જે નાની નાની અને નીચ ખટપટ કારભારને નામે આજકાલ ચાલે છે; અને જુઠાણું, ઠગાઈ, દ્ધિઅર્થવાળાં પાલાં વચન, જવાબદારી ઉડાવવાની યુક્તિ, અને જે તે પ્રકારે સ્વસ્થાનની રક્ષા, એ આદિ વાતે “ પેલીટીકલ ” એવા માનવંતા ઇલકાબના અર્થરૂપે મનાય છે, તે બધાને સારે માર્ગ પણ ઉપયોગ થઈ શકે એમ છે. ચાર ચેરી કરે છે કે પાલીસ ચોરી પકડે છે એ બે અક્કલ એકની એકજ છે, પણ તેના ઉપયોગમાં તફાવત છે, ને તે તફાવત પોતે જે કતવ્યતાની ભાવના માની છે તેમાંથીજ ઉપજી આપે છે. જેણે એમ માન્યું છે કે ખાવાનું મળતું નથી કે એશઆરામ મળતો નથી તે ગમે તે સાધનથી, પણ જાત મહેનત વગર પ્રાપ્ત કરવું તે ચોરી કરે છે; જેણે એમ માન્યું છે કે જાત મહેનત વગર પ્રાપ્ત કરનાર લોકોને અટકાવવાથી આપણને વધારે લાભ છે તે ચોરી ન કરતાં ચારને પકડે છે. રાજ્યકારભારની ભાવનાજ જયાં ખાવાની અને ખવરાવવાની, પેટ ભરવાની અને ભરાવવાની, અથોત સ્વસ્થાનરક્ષાની હોય ત્યાં ન્યાય, અન્યાય, જવાબદારી, ભાંગડ, ખરૂં, Porta andhi Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50