પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/425 કારભાર, ૫૩૧. પ્રસંગે સમાનકર્તવ્ય થઈ પડે છે, એટલે તેમાં પણ ઝાઝી મુશ્કેલી આવતી નથી. હાનિ થાય છે પ્રજાને, તેમની દાદ કારભારી કે રાજા કે ઉપરિ સત્તા કોઈ સુધી પહોચતી નથી, પહોચે તે ફાવતી નથી. આ એક અધમ પ્રકારની ભાંજગડનો પરિણામ છે. ત્યારે રાજ્યના પ્રતિનિધિરૂપ કારભારીએ રાજા પ્રજા અને ઉપરિસત્તાની વચમાં અતિ સૂમ સ્થિતિના શી રીતે નિર્વાહ કરે એના જે જે પ્રકાર આપણા દેશી રજવાડામાં ચાલે છે તેનું આ પ્રકારે દિડભાત્ર નિરીક્ષણ આપણે કરી આવ્યા. એમાંથી સાર એ નીકળે કે સ્વસ્થાનરક્ષા અને સ્વીય જનોને પરિતાપ એ વિના બીજા ધોરણથી આ કારભારીઓ ભાગ્યેજ વર્તતા જણાય છે. સ્વરથાનરક્ષાના પ્રકારમાં પછી અનેક ભેદ છે, કોઈ અમુક રાજ્યભાવના રાખી ભાંજગડને માર્ગે તે ભાવના ન તૂટે ત્યાં સુધી ચાલે છે ને નિર્વાહ કરી લે છે; કોઈ અમુક ભાવના રાખ્યા વિના ભાંજગડ જ્યાં લઈ જાય ત્યાં જવું એમ નિર્વાહ કરે છે; કાઈ ભાવનાને સમજતાજ નથી કેવલ સ્વસ્થાનરક્ષા માટેજ ભાંજગડનો આશ્રય કરે છે; કોઈ સ્વસ્થાનરક્ષા માટે અતિ અધમ ઉપાસના રૂપ ભાંજગડને વશ વર્તે છે. આવા ભિન્ન ભિન્ન પ્રકાર દીઠામાં આવે છે. ત્યારે હવે એ વાત અવશ્ય કહેવી જોઇએ કે ઉત્તમ પ્રકાર કીયા અને કેવો હોઇ શકે. વર્તમાન સ્થિતિનું વિલેકન થઈ રહેશે એટલે શક્ય સ્થિતિના વિચારનો ઉપક્રમ થઈ શકશે. | ઉત્તમ કારભારી કેવા હોઈ શકે એ જણાવતા પૂર્વ વર્તમાન સ્થિતિના કારભારના જે જે પ્રકાર દર્શાવ્યા તેમાં જે એક લક્ષણ કે અપલક્ષણ સર્વસામાન્ય છે, કારભારી કહેવરાવનાર એવી વ્યક્તિમાત્રમાં દીઠામાં આવે છે, તેનું નિર્વચન કરવું આવશ્યક છે. કારભાર કરવાની સહુથી મહાટી કૂંચી આજ કાલ એ મનાતી જણાય છે કે કોઈ વાતમાં માથે જવાબદારી ન આવે તેમ વર્તન રાખવું. રાજકાર્ય કરવામાં, અમુક વિનિયોગ કરવામાં, નવી સ્થાપના ઉપજાવવામાં, વ્યયની સીમા બાંધવામાં, કે છેવટ એક ફેસલે કરવામાં કે નેકર રખાવામાં અમુક કોણે કર્યું ? એ પ્રશ્ન જ્યારે કોઈ પણ કાલે ઉઠે ત્યારે, ફલાણા કારભારીએ કર્યું એવું સ્પષ્ટ નામ દેવાઈ શકે તેવા અવકાશ આપવો નહિ. આ વર્તમાન સમયના કારભારીઓનું એક મુખ્ય લક્ષણ છે, અને એમાંથી ભાગ્યેજ કોઈ મહાત્મા મુકત હશે. રજવાડામાં કોઈ એક કામ કરવાનું હોય તો તે કામ પાંચ પચીસ આસીસમાં તમારે ચઢવાનું, તે તે અમલદારે એક એકની સાથે સે પચાસ વાર મળવાના, અને એમ થતાં પણ જ્યાંથી તે કામ નીકળ્યું હોય ત્યાં પાછું આવે ત્યારે ભાગ્યેજ તેમાં કાંઈ પણ વધારો થયો જણાવાને. શેરા લખવાની નવી નવી યુકિત, પોતાની જવાબદારી સામાને માથે આરાઢવાની વાકયરચના, અને કામની બેદરકારી, એજ એમાંથી મુખ્યત્વે જણાઇ આવવાનું, અને એવી રચનાઓ જેને કરતાં આવડે તે માણસે પોતે પોતાને સાબાશી આપનારા, તથા રાજવર્ગમાં પણ કુશલ ગણાવાના, વડે દરાના ગાયકવાડ સયાજીરાવ જેવા કોઈ રાજા આવી ધકાધીથી ચીડાઈને દર અઠવાડીએ નવા નવા હુકમની એક એક બુક પ્રસિદ્ધ કર્યા જાય, તથાપિ જવાબદારી માથે ન લેવાનો નિશ્ચય કરી, બેઠેલા અમલદારે તો તેવા હુકમે જોઈ કામ ઉપર લક્ષ દોડાવવાને બદલે તે હકમામાંથી શી રીતે અસલની રિથતિ પ્રમાણે ચાલવું સુતર પડશે તે શોધવા પાછળ મંડવાના, અને તે માર્ગ જડે એટલે કૃતાર્થતા માનવાના. કારમારી એટલે જે મુખ્ય મંત્રી રાય તે પોતેજ જવાબદારી લીધા વિના થાય તે કરવું એવા ધારણને અનુસરનાર હોય anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50