પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૩૦ સુદર્શન ગદ્યાવલિ, નીતિગાના નિકષસ્થાન છે. પોતાના ધરણનો ત્યાગ કર્યા વિના ભાંજગડનો ઉપયોગ કરી લેવા એ અતિનિપુણ બુદ્ધિનું કામ છે. નિર્બલ માણસે ઘેરણ અને ભાંજગડનો વિરોધ આવી પડતાં, પોતાના ઉપર દૃષ્ટિ કરે છે. હું મારા સ્થાનથી ચુત થઇશ, ભાંજગડને તાબે થઈ ધારણનો પરિત્યાગ નહિ કરું તો મારી જો જશે. એવી વાત તેના મનમાં આવે છે, અને ક્ષદ્ર કાતરતાએ કરીને નિર્બલ મનુષ્ય નિર્બલતાને આશ્રય કરે છે. સ્થાનમ્યુતિના ભયથી આવા બાયલા કારભારીઓ રાજયભાવનાના ધોરણનો પરિત્યાગ કરી ભાંજગડને સ્વીકાર કરે છે, અને પિતાનું સ્થાન જે તે રીતે સચવાય તેવા માર્ગોને આશ્રય લે છે. આવે સમયે સ્થાનયુતિ થાય તે કાંઈ ફીકર નહિ, રાજ્યને હાનિ ન થવી જોઈએ, રાજ્યભાવનાનું જે ધારણ હોય તે પાર પડવું જોઈએ, એ આગ્રહ રાખનાર નરેનેજ ધન્યવાદ છે, એવા પુરાજ ઈતિહાસમાં પોતાના કૃત્યોને સુવર્ણલીપિથી લખી જાય છે; અને ભવિષ્યનો પણ વિતર્ક કરી બતાવી ચમત્કારિક રાજ્યભક્તિ અને દીર્ધદૃષ્ટિનું દૃષ્ટાત દેખાડી શકે છે. એવા પુરુજ કાલને પણ વશમાં લાવી યથેષ્ટ માર્ગે વાળી શકે છે. અને રાસાવITસ્ટસ કારણ એ ઉકિતને સત્ય કરે છે. એમ ન કરવામાં અપયશ અને હાનિ સ્પષ્ટ જ છે. સ્થાનરક્ષા કરવાને અર્થે ભાંજગડને અનુસરતાં કયાં ઉતરાશે તેને કાંઇ નિયમ રહેતો નથી, અને એકાદ વાર એવી સ્થિતિ આવી જાય છે કે જેજે સ્થાનને પોતે બલાત્કારે વળગી રહેતા હોય ત્યાંથી તેને ઉખેડીને કાઢી નાંખવામાં આવે. એ અપયશ કરતાં અમુક ભાવનાનો આશ્રય કરી તેના ભાંજગડની તાણા તાણમાં કદાપિ ભેગ નજ આપો; ચિત સ્થાનમ્યુતિ થાય તો તેની પણ દરકાર ન કરવી એમાંજ યશ સ્વાતંત્રય અને દૂરદર્શી નીતિનું ભૂષણ છે. આટલી સાદી વાત ઉપર લક્ષ ન કરનારા અને પોતાના સ્થાનમાત્રનીજ રક્ષા ઈ૨છનારા કારભારીઓ ભાંજગડ કસ્તાં પણ વધારે અધમ માર્ગોનો સ્વીકાર કરતા જણાય છે. આપણા દેશી રાજાઓમાંના ઘણાકની સ્થિતિ બહુ શોચનીય છે, કેટલાકની બહુ શરમ ભરેલી છે. તેઓને અનેક કુસંગનો વ્યાસંગ થયો હોય છે, ગોલા, ખવાસ, વેસ્યો, ભાંડ, ભવાયા, ગમે તેવાની સૈાબતમાં તેઓ આનંદ માનતા હોય છે; કવચિત રાણીઓના આગળ તેમનું એક તૃણપૂર પણ ઉપજતું હોતું નથી; કોઇવાર ઝમાનાના પણ નિયંતા કોઈ આરજ હોય છે. સ્થાનરક્ષાની ચિંતાવાળા કારભારીઓ અમુક રાજ્યભાવનાને તે સ્વ'ને પણ સમજતા હોતા નથી, સમજતા હોય તે પણ તેની દરકાર કરતા નથી; પ્રજા, રાજા, અને ઉપરિસત્તાને સમાન રાખવાની ભાંજગડમાં તે, ધરણનો ત્યાગ કરવા રૂપી જે ભાંજગડ તે માર્ગ પણ તજે છે; છેવટ ગેલા, ખવાસ, ઝનાના, ઝનાનાના નિયંતા, કે જે કોઈ રાજાના મગજમાં રમી રહ્યું હોય તેની ઉપાસના કરે છે. એ ઉપાસના પણ અધમાધમ થતી ચાલે છે. રાજાઓ અનાદિસમયથી ચલવૃત્તિના, અસ્થિર મનના, અને વિશ્વાસને પાત્ર નહિ એવા કહેવાતા આવ્યા છે, વિશ્વ જૈવ વાર્તદા: સ્ત્રીપુIT૬ પુત્ર એ અતિ અનુભવી એવા પ્રવીણ ચાણાક્યની પ્રાચીન ઉક્તિ છે. એટલે એ અનુસાર રાજાને અનુગ્રહ દશે પંદરે, કે દિવસે દિવસે, બદલાતા રહે છે; અને સ્થાનરક્ષામાં યુગ્ર એવે બીચારા પેલા કારભારી પણ રાજાના અનુગ્રહના સંક્રમણની સાથે પોતાની ઉપાસનાને સંક્રમણ કરાવતા રહે છે. આવા પ્રયોગોથી રાજા ખુશી રહે છે, અને કારભારીનું સ્થાન સચવાય છે; ઉપરિસત્તાને સાચવવાનું તો કારભારી અને રાજ ઉભયનું આવે andhi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50