પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુતાર ઉપર નવી જકાત, ૫૬૫ ન્યું છે અને જે હૃદયની ખેટ આ રથાને જણાય છે તે પૂરી પાડવાનો યત્ન અન્ય સ્થાને ઉઠાવ્યો છે. એ યત્ન આ રાષ્ટ્રીયસભાના યત્નને ભાગ્યેજ ઉપકારક હશે, અથવા એથી હૃદય ઉપજતું હશે, પણ એ વિષયે વળી પુનઃ કહેવાશે. ફેબ્રુઆરી-૧૮૯૬ - સુતર ઉપર નવી જકાત. (૧૨૨). આપણે અંગરેજી રાજ્યની સુખ શાન્તિ, વિદ્યાવૃદ્ધિ, અને વિશાલ સમૃદ્ધિને વારંવાર વખાણીએ છીએ, અને આપણા દેશમાં પૂર્વે જે રાજ્ય થઈ ગયાં તેના કરતાં આ રાજ્યને છેક રવર્ગ પર્વત ચઢાવીએ છીએ. એમાં કાંઈપણ અતિશયોક્તિ છે એમ કહેવાય નહિ, પણ દિવસે દિવસે દેશની નીતિમાં, માણસે માણસના વટ અને હેતમાં, કટુ કુટુંબના સુખ અને સંપમાં, અને ગામે ગામની દરિદ્રતામાં, જે અનિષ્ટ ફેરફાર થતા જાય છે તે એવા કોઈ દુર્ભાગ્યના સૂચક છે કે જેનાં પરિણામ અત્યારે અટકળવાં બહુ ભયંકર છે. રમત ઉપર જુલમ થાય છે એમ કહેનારને અંગરેજી રાજ્યની ન્યાયપદ્ધતિનું ભાન નથી એવું હરકોઈ વિચારવાન છાતી ઠોકીને કહી સકશે; પણ તેમ છતાં લોકોમાં કલહ, દ્વેષ, દેહ, પ્રતારણા, અનીતિ એના પ્રકારે કેમ વધતા જાય છે ? એ પ્રશ્નના ઉત્તરમાં સરકારની રાજનીતિને ઘણે ભાગે જવાબદાર ગણાશે. ગામે ગામ અમુક લુચા, તરકટી, બેટા દરતાવેજ બનાવનારા, લોકોને ઠગનારા, જુઠી સાખ પૂરનારા, ભેળા જનોને ખાડામાં ઉતારનારા, એવા લોકોને વર્ગ પેદા થયે છે, અને પ્રત્યેક ગામવાળા પોતપોતાના એવા શેઠ લોકોનાં નામ આંગળીના વેઢા ઉપર જ્યારે પૂછો ત્યારે ગણી ગણાવી શકે છે. ઠેઠ મુંબઈના ચીમેડ અને ભીડી બજારના જુગારી તથા તાલમબાજોથી માંડીને તે બસે ધરના નાના ગામડાના કાળી કે પટલ કે શાહુકાર સુધી જે ધારણ પ્રવર્તે છે તે એકનું એકજ છે, ને તે એ કે પ્રમાણિક રીતે ધંધો કરીને કેટલે ખાવા નહિ, વગર મહેનતે ગમે ત્યાંથી તાણી લાવો, અને કાયદાની ચુંગલમાં પકડાવું નહિ. આમ થવાનાં કારણ બેજ હાઇ શકે; એવા લોકોની બદદાનત અને મહેનત કરવાના ઉદ્યોગને અભાવ. દેશમાં જે. ઉદ્યોગ હોય, વેપાર રોજગાર સારી પૈઠે ચાલતા હોય તે મજુરી, નોકરી, ધંધા સવેને ગજા પ્રમાણે મળી શકે, અને ધણા જુજ લેકેજ ખાટી દાનતનાં કામ કરવાનું વલન રાખે. પણ ધંધાજ મળી શકતા નથી ત્યારે લેકે ખાવાનું ન મળવાથી ગમે તે રસ્તે ખાવાનું મેળવવા પ્રવર્તે છે, અને યુરપ આદિ દેશોમાં જે જીવનકલહ' પ્રત્યક્ષ અનુભવાવા લાગ્યા છે તેને અનુભવ ધીમે ધીમે અત્ર પણ કરાવે છે. આવી લુચ્ચા લોકોની સંખ્યામાં ભીખ માગનારાની સંખ્યાને ઉમેરો તે આ વાર્તાનું અતિ ભયંકર સ્વરૂપ સહજે દૃષ્ટિમાં આવશે.' દેશનું વિત્ત કયાં જાય છે ? ધંધો શાથી નથી વધતો ? થી ચાલતા ? અસલના રાજ્યમાં ગમે તેટલે જુલમ હરો, ગમે તેટલું દુ:ખ હશે, ગમે તેટલા દંડ અને કર કરો, પણ ર્ચ્યૂય દેશમાંજ રહેવાથી દેશના એકંદર વિત્તને હાનિ થતી ન.િ હાલમાં એશી પંચાસી કરોડ જેટલું દ્રવ્ય તે સરકાર લે છે, અને તેટલું જ વ્યાપાર રોજગારથી પણ બહાર જાય છે. ધ્યાપારથી બહાર જતા દ્રવ્યને રથાને બીજું દ્રવ્ય મંદિર આવે એટલે તેવા વિનિયમ બહુ nan Fita de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 15/50