પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાવલિ. બાહ્ય પ્રદેશમાં તે દેવતાનું સ્થાપન અર્ચન કરવા ઉપરાંત તે દેવની આંતરભાવના સ્પષ્ટ રીતે થઇ જાય, બાહ્ય આંતરમાં પ્રવિલાપ થાય, અને ઉપાસકને ઉપાસ્યનું એકરસ એકાકાર ધ્યાન રહે કર્મથી જેમ મલનો નાશ થાય છે, તેમ ઉપાસનાથી વિક્ષેપનો નાશ થાય છે. કમ ના આચાર કરતે કરતે જેમ બુદ્ધિ સતેજ થઈ એનાએજ કર્મ માર્ગમાં પરમાર્થની ભાવનાના આશય ઉપજાવતી થાય છે, તેમ ઉપાસનામાં એકાગ્રતા પામતું અંતઃકરણ પરમાર્થ ભાવનામાં સ્થિર રહી તન્મયતા પામવાને પણ સમર્થ થાય છે. કર્મના પરિપાક જ્ઞાન છે, ઉપાસનાનો પરિપાક તન્મયતા છે. કમને જેમ જેમ પરિપાક થાય છે તેમ તેમ તે સકામતાનો અસ્ત થાય છે, ને નિષ્કામ આચારમાત્રજ અવશેષ રહે છે; નિષ્કામ કર્મને પરિપાક થતાં કર્મમાર્ગની અસારતા સમજાય છે અને ઉપાસનાની તન્મયતામાં રસ આવે છે; ઉપાસનાના પરિપાક થતાં સકામતારહિત તન્મયતા સિદ્ધ થાય છે, કિંઘહુના સર્વત્ર ઉપાસ્યનું જ ભાન રહે છે. વિષયાસક્ત મનુષ્યોને સ્વ સ્વ વિષયનું જ સર્વત્ર સર્વદા દર્શન સ્મરણ સહજસિદ્ધ હોય છે તેમ ઉપાસકેને ઉપાસ્યનું સહજસિદ્ધ ભાન સર્વદા રહે છે. કપાસનાથી કરીને સ્વચ્છતા અને એકાગ્રતા પ્રાપ્ત કરેલું અંતઃકરણ અદ્વૈતભાવના ગ્રહણને યોગ્ય થાય છે. ઉપાસના સિદ્ધ થયા પછી અંતઃકરણને જે પરિચછેદભાવના થઈ છે તેમાંથી પરિછેદ દૂર કરે એટલું જ કર્તવ્ય અવશેષ છે. એને જ અજ્ઞાનનાશ કહે છે. જ્યારે અંતઃકરણમાંથી અજ્ઞાનનો નાશ થાય ત્યારે પરિચ્છેદબુદ્ધિથી અંતઃકરણ આખા જગતને રચે છે તે પરિચ્છેદનેજ વિલય થઈ જાય છે, અને સર્વત્ર એકરસ એકાકાર પરમચૈતન્યના અનુભવ સ્વભાવસિદ્ધ થઈ રહે છે. કર્મથી મલના નાશ થાય છે. ઉપાસનાથી વિક્ષેપનો નાશ થાય છે, અને જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે. મલવિક્ષેપથી રહિત એવા અંતઃકરણમાં જ્ઞાનનું યથાર્થ પ્રતિબિંબ પડી શકે છે. બુદ્ધિ અને યુક્તિથી અદ્વૈતભાવનાનું સત્ય તેવા અંતઃકરણને સમજાય છે, અને તેવા અંતઃકરણને તે ભાવના ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ આવી તન્મયતા સિદ્ધ થાય છે. નિઃસંશય અદ્વૈતભાવનાજ્ઞાન અને અવિક્ષિપ્ત રીતે તે ભાવનાની તન્મયતા એ વિવેકાદયનાં પ્રથમ અને મુખ્ય ચિન્હ છે. તન્મયતાપૂર્વક અતભાવના પ્રાપ્ત થાય ત્યારે વિવેક સિદ્ધ થયા જાણો; વિવેકનો પરિપાક તેજ વૈરાગ્ય છે, એટલે વૈરાગ્ય ઉદય પણ વિવેકના પરિપાકનું સુચિન્હ છે એમ જાણવું. યથાર્થ વિવેક પૂર્વે તે કપાસનાનાજ આશ્રય કરવામાં કલ્યાણ છે. વિવેકાદય પૂર્વે કપાસનાનો આશ્રય ત્યાં સુધી કરો કે જ્યાં સુધી અદ્વૈતભાવ અને તન્મયતા પ્રાપ્ત થાય નહિ. કર્મમાર્ગમાં અનેક સૂમ વિચારે છે, તેમ ઉપાસનાના પણ અનેક સમ પ્રકાર છે. કમ એટલે વેદવિહિત સ્વવર્ણાશ્રમાનુસાર જે કાંઈ કર્તવ્ય હોય તે આ કમનો એક અર્થ છે. કર્મ એટલે જે કાંઈ કરવાનું પ્રાપ્ત થાય તે સર્વ એવો પણ કમનો અર્થ છે. અને આ બીજા અર્થને આજ કાલ ઘણુ લકે અનુસરે છે, પરંતુ અભ્યાસીએ તેમ કરવું નહિ, કારણ કે જે કર્મથી પરિણામે તન્મયતા પૂર્વક અદ્વૈતભાવનાને ઉદય થાય તે કર્મ એ નથી. વર્ણાશ્રમાનુસાર વેદવિહિત જે કર્મ તેની તે યોજનાજ એવી છે કે તે ક્રમ કરીને આવા નિયમ ઉપર લાવે. ગમે તે કામ કરવાથી તે ક્રમ કદાપિ સચવાતા નથી. પરંતુ વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસર્ગોએ આપણી સ્થિતિ રીતિ રહેણી કરણીમાં અનેક વિકાર ઉપજાવ્યા છે, એટલે સુધી ઉપજાવ્યા છે કે કેટલાક તે જાણે સ્વભાવસિદ્ધ હોય તેવા અનિવાર્ય થઈ પડયા છે. એવે પ્રસંગે આવા કર્મ માર્ગ ને આશ્રય કેમ થઈ શકે ? એવી શંકા anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150