પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧ર અભ્યાસ, નથી. આજકાલ જેમ સર્વે જન અદતવેદાન્તની વાર્તાને સુલભ માને છે, તેમ આત્મકલ્યા ને ઈછતા અભ્યાસીએ કદાવુિં માનવું નહિ. નિરંતર પેાતાના અંત:કરણનું એ નિરીક્ષણ કરવું અને અદ્વૈતભાવના ઉપર નિઃશંક શ્રદ્ધા અને પ્રેમ આવે છે કે નથી આવતાં, ભાવેનાનુસાર જીવનપ્રવાહ પ્રવર્તે છે કે નથી પ્રવતતા અને વારંવાર વિચાર કર. એવા વિચારમાં કવચિત વિચાર કરનાર પોતે પોતાને છેતરી જાય પણ ખરે, માટે સાવધાન રહેવું કે એવા વિચારને નિષ્કર્ષ યથાર્થ રીતેજ આવે. વિશ્વવ્યવસ્થા એવી છે કે જ્યાં સુધી યથાર્થ રીતે અષ્ટસિદ્ધિ થઈ નથી, ત્યાં સુધી તેવી સિદ્ધિ માની લેવાથી કશે લાભ થવા દેતી નથી, વખતે હાનિજ કરે છે. સાધનપ્રાતિના પ્રયત્ન કરતો અભ્યાસી પિતાને યથાર્થ વિવેક પ્રાપ્ત થયા છે એમ માને, પણ વાસ્તવિક તેમ હોય નહિ તો તેના અંતઃકરણમાં અનેકવાર સંશય અને શંકાનો ઉદય થશે, તેનું સમાધાન કેઈ યોગ્ય માત્મા કે શાસ્ત્રથી લેવા કરતાં તે પોતાના વિવેકીપણાના અભિમાનવાળા અંત:કરણમાંથીજ ધટાવી લેશે, અને ઘણીવાર પોતાની વૃત્તિને અનુલ પેજના માની લઈ, ઈકિયે ઈકિયેના ભંગ કરે છે ' મારે કાંઇ નથી એવી પ્રતારણામાં મનને રમાડી, યથાર્થ જ્ઞાનને સ્થાને જ્ઞાનાભાસમાત્રજ પ્રાપ્ત કરશે. આગળ વધી જવાની અતિશય લાલસા રાખવા કરતાં પાછળના ક્રમને સારી રીતે દઢ કરો એજ આગળ વધવા બરાબર છે. અને આ વિષયમાં ૧ આગળ વધવું ' એટલે શું ? આમાં અમુક પુસ્તકો ગેખી અમુક પ્ર’નાનાં ઉત્તર કરી પરીક્ષા પાસ ' કરવાથી ‘ ડીગ્રી’ મળતી નથી; આમાં અદ્વૈતની પરિભાષાઓને આડંબર કરવાથી મુખ ઉપર કોઈ છાપ લાગતી નથી; સમગ્ર જીવનશરીર, મન, વાણી–આચાર, વિચાર, વિનાદ બધું" એ એક ભાવનામય રહે છે, વિરહી જેમ વિશ્વમાત્ર પ્રિયતમામય દેખે છે તેવું રહે છે, ત્યારે સ્વતઃજ “આગળ વધવા ' નું સમજાય છે. જેમ જેમ એક એક ક્રમ સુદઢ અનુભવતા જશે તેમ તેમ, કાઈ સવિશેષ પ્રયત્ન વિનાજ, તેની આગળના ક્રમના ઉદય થશે. રેગઝરત શરીરમાંથી રોગનિવૃતિ થાય એ જ નિરાગિતાના આરંભ છે પણ રોગનિવૃત્તિ પૂર્વે નીરગિતા માની લેવાથી રાગની વૃદ્ધિજ થાય છે. જયાં સુધી અંતઃકરણમાંથી મલને નાશ થયે નથી, જ્યાં સુધી અનેક ઇચ્છાઓ, તૃષ્ણુએ, વાસનાઓ, અંતઃકરણને અદ્વૈતભાવનામાં સંતોષ માનવાને અવકાશ આપતી નથી, ત્યાં સુધી શાસ્ત્રાદિમાં પ્રતિપાદિત જે સકામ કર્મ માર્ગ છે તેજ શ્રદ્ધાપૂર્વક આચર. ઇષ્ટની પ્રાપ્તિને અર્થે જે જે વિહિત હોય તે શ્રદ્ધાપૂર્વક કરવું, અને પોતાના વર્ણાશ્રમને જે કાંઇ નિત્યવિધિરૂપે વિહિત હોય તેની કદાપિ ઉપેક્ષા કરવી નહિ. કર્મ માર્ગની જનાજ એવી છે કે શ્રદ્ધાપૂર્વક તેના આદર થતે થતે તેમાંથીજ અંતે જ્ઞાન ઉપર જવાની ચિ ઉપજે છે, કર્મમાર્ગના અનાદર થવા માંડે છે. અને અંતઃકરણમાં સતોષ સાથે શુદ્ધતા અનુભવાય છે.' બુદ્ધિ તીવ્ર થાય છે. પદાર્થનું ગ્રહણ કરવાનું સામર્થે આવે છે, અને ઉહાપોહ કરી તત્વને નિશ્ચય કરવાને બુદ્ધિ તત્પર થાય છે. એમ થયા પછી અંતઃકરણમાં વિવેકનો ઉદય થવા માંડે છે; પણ અતિશય તર્કવિતર્ક માં વિલાસ પામતી બુદ્ધિ તત્વને અંતરમાં સ્થિર થવા દેતી નથી. અનેક શંકા અને સમાધાનની જાલમાં ગુંચવાઈ જાય છે. અનેક સંપ્રદાય, મત, આદિ જોઈ એકે ઉપર વિશ્વાસ કરતી નથી. એવા વિક્ષપદોષને ટાળવાને અર્થે અભ્યાસીએ ઉપાસનાને આશ્રય કરવે. કોઈ એક ઇષ્ટને માની તેના અર્ચના સમગ્ર વિધિ યથાર્થ રીતે ગુરુમુખે પ્રાપ્ત કર. એવા વિધિમાત્રમાં તે તે દેવની ઉપાસનાની રચના એવી રીતે કરેલી હોય કે anani Ferlitade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગઘાવલી 10/50