પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ભૈતિક વિશ્વમાં 'છતાં ભૈતિક સમૃદ્ધિની પારના આત્મિક આનંદના સમાધાનમાં મનુષ્યને કર્ત વ્યપરાયણ અને સુખી બનાવે છે. આવું કરવાને માટે કેટલું સામર્થે કેટલી શક્તિ અને કેટલી સ્વાભાવિક યોગ્યતા જોઈએ એ સ્પષ્ટજ છે. કવિઓ આપણને આ વિશ્વની પાર ઉપાડી જઈ ક્ષણવાર પરમ આનંદનો રસ ચખાડે છે.તરવા વસ્તુસ્થિતિનું પૃથક્કરણ કરી આપીને આપણી બુદ્ધિને અનિયનો ત્યાગ કરી નિત્યને સ્વીકાર કરવાનો માર્ગ બતાવે છે, પણ નાટકકારે એ ઉભય કરતાં અધિક કરે છે; વિશ્વના વ્યવહાર જેવો છે તે બતાવી તેમાંથી આપણું હુંદયને આપણી બુદ્ધિને, આપણી ઈરછાને, આપણુ ચક્ષને, આપણા શેત્રને, આપણી પ્રત્યેક ઈદ્રિયને ઉચ્ચ ગ્રાહી અને ઉચ્ચાભિલાષી કરી, ઉપદેશ આપે છે. કાવ્ય એ હદયની ભાષા છે, તત્ત્વ એ બુદ્ધિની ભાષા છે, પણ નાટક એ સર્વ ઈદ્રિયની, સર્વ કેાઈની ભાષા છે. એટલાજ માટે કાલિદાસે ના મિશ્નર્જનસ્થ થgયાથે સમાધનમ્ ( બહુ બહુ રીતે ભિન્ન રુચિવાળાં જનમાત્રને સરખી રીતે આરાધના કરી શકે તેવું નાટક છે ) એમ કહ્યું છે. નાટક સર્વ ઈકિયાથી આપણને ઉપદેશ કરે છે, સર્વે ઈદ્રિયોને કાર્ય કરાવે છે; એ. કોઈ માણસ ન હોય કે જેને પાંચે, છએ, ઈદ્રિયોને સ્વાદ ન હોય તે પણ એક બેનામાં ન હોય; એટલે નાટક સર્વનું સરખી રીતે આરાધના કરી શકે છે. « સરખી રીતે સર્વનું આરાધન કરી શકવું ” એટ હદય, બુદ્ધિ, ઇચ્છા, શ્રેત્ર, ચક્ષુ, આદિ સર્વ દ્વારે ઉપદેશરૂપ થઇ, રસિકને રસ, બુદ્ધિમાનને યુક્તિ, નિશ્ચયવાનને ચારિત્ર, ચક્ષુનો ઉપયોગ કરનારને અવલોકન, ઇંત્રને ઉપગ કરનારને ધ્વનિ, ઈત્યાદિનું સાક્ષાત ઉત્તમ રૂપે, પાત્ર દ્વારા દર્શન કરાવી સર્વનું આરાધન કરવાને નાટક સમર્થ છે એટલું જ તાત્પર્ય છે; નહિ કે સર્વ એટલે પ્રકૃતિ કે સર્વ રસ એકના એક નાટકમાં ભરીને સવ પ્રકૃતિના લેકમાત્રને ખુશ કરવાનું એ સાધન છે. જંગી ભંગી, ડારુડીયા, લંપટ, એવા સર્વ લેક તેમજ વિચારવાનું અને ચૈતુર નાગરિક સંર્વ એકના એક નાટકથી એકી વખતે પ્રસન્ન થાય એ વાતજ અશકય છે; ગમે તેવાં અપ્રાસંગિક અને અસંબદ્ધ ફાર વચમાં વચમાં દાખલ કરીને તેવા તેવા લેકને ખુશ કરવાનો યત્ન કરો એ વાત નાટકનો હતુ અને ઉદ્દેશ સમજ્યા વિના નાટકને વ્યર્થ કરવાના યનની બરાબર છે. સર્વનું સરખી રીતે સમારાધન નાટક કરી શકે છે એટલે સર્વ પ્રકારે હદય, બુદ્ધિ, ઇચ્છા, ચક્ષુ આદિ ઇદ્રિય માત્રનું અને તે તે ઇદિયમાત્ર કે તેમાંની એકાદ બે જેમાં પ્રધાન હોય તેવી પ્રકૃતિ માત્રનુ સમારાધન કરી શકે છે. નાટકકારે કપેલાં પાત્રોના વર્તનદ્વારા અભિનયદ્વારા, વચનકારા, કવિ પ્રત્યેક ઈદ્રિયને વિચારવાનો, સમજવાના, ઉપદેશ લેવાને ખેરાક પૂરો પાડે છે અને એમ સર્વનું આરાધન કરવા સમર્થ થાય છે. એથીજ નાટક ઉપદેશ આપવાનું સારામાં સારું', સહેલામાં સહેલું, ને કઠ્ઠિનમાં કઠિન સાધન છે. પણ આવું છે માટેજ કવિ અને તત્વજ્ઞના કરતાં નાટકકારનું કાર્ય વધારે મહત્તાવાળું, વધારે કઠિન, અને વધારે સૂક્ષ્મ તથા ઉત્તમ છે. પરંતુ નાટકના સ્વરૂપ અને ઉદ્દેશને લેશ પણ વિચાર કર્યા વિના આપણે નાટકને એવુંજ માની બેઠા છીએ કે આખા દિવસની મહેનતથી પરવારી રાત્રિને સમયે બે ઘડી હસવા રમવાનું મળે અને થાક ઉતરી જાય તેનું એ એક સાધન છે. જૂના સમયમાં ભવાઈએ થતી તેને સ્થાને અંગરેજી પદ્ધતિને અનુસરી નાટક થવા લાગ્યાં ત્યારથી જેમ અંગરેજો ધારે છે તેમ આપણે પણ નાટકગ્રહને એક નિદોષ રમતanah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી el/50