પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ જીવનચરિત, ૭૩૩ સાદ પણ ગોવિંદપુરથી અત્રે આવેલા છે, તે માતુશ્રી સાથે તે વિષે વાત કરી રહ્યા છે તેનું ભાન થયું. પણ એ સર્વ ઉપરાંત સરસ્વતીએ આ વાતને છેડવામાં શો હેતુ રાખ્યો હશે તેના કાંઈક વિચાર રામનાથના મનમાં એક વીજળીના ઝબકારાની પેઠે ચાલી ગયે અને તુરતજ સાવધાન થઈ હરસુખરાયનો પુત્ર બાલ્યા: “ સ્નેહમાત્ર સ્નેહીનો થાક ઉતારવાને સર્વદા સંપૂર્ણ છે. ” સરસ્વતીને અંતરમાં જરાક ધીરજ આવી, એટલે જરાક આગળ વધીને બેલીઃ “ પણ સ્નેહ સ્નેહમાં ફેર હોય છે. ” | “ કતવ્યને ઘણી વાર સ્નેહ સાથે ભેળવી લેવું પડે છે; બાકી પ્રથમ સ્નેહ અને પછી કર્તવ્ય એ યોગ હોય તેના જેવો સુખકર સંબંધ તો બીજે નજ નીવડે.” “ ત્યારે તમે સ્નેહને પ્રથમ ગણો છો કે કર્તવ્યને ? ” ઉભયને સમાન ગણવાનું બલ મને ઈશ્વર આપે એજ ઈચ્છું છું.” સરસ્વતી જરાક અટકી પોતાનો વિચાર રામનાથ આગળ કહે કે ન કહે તેના સંકલ્પ વિક૯૫માં પડી ગઈ; કહેવાનો નિશ્ચય કરીને આવેલી છતાં, રામનાથની દૃષ્ટિ અને વાણી આગળ તે નિશ્ચય આગળી ગયા. જરા વાર સરસ્વતી વિચારમાં પડી ગઈ; તેમ રામનાથ પણ પોતાના મળના વિચારો ભેગા પરણવાના અને પોતાની પત્ની થનાર સુકુમારસુંદરીના મનોરાજયમાં વિચરવા લાગ્યા. ઘડીક બને શાન્ત રહી ગયાં. સરસ્વતીએજ એ શાન્તિનો ભંગ કર્યો: “ રામનાથ ! હું કાંઈ પૂછવા આવી છું. ” . કાંઈ પણ સંકોચ વિના પૂછો બહેન ! આજ તમારે પણ જે માગવું હોય તે માગી લે, આ ખુશીના પ્રસંગ સર્વને ખુશી ઉપજાવનાર થવે જોઈએ.” - “ હજીએ મારે માગવાનું ને માગવાનું જ રહ્યું ! ” સરસ્વતીએ નીસા નાખી ઉત્તર આપ્યું. સનેહ હોય ત્યાં માગવું અને આપવું એ એકનું એકજ છે કેમકે પોતે પોતાનું લેવું છે ને માનવું છે; એમાં નીસા મુકવાનું શું કારણ છે ?” સરસ્વતીની આંખમાં આંસુ આવી ગયાં, હદયાભાર વધારે વાર દાબી શકી નહિ, ને ડુસકે ડુસકે રડવા લાગી. એના કોમલ વદન ઉપર ફીકાશ આવી ગઈ, ગાલ રાતા થઈ ગયા, અને છાતી ઉછળવા લાગી, હોઠ માત્ર એટલું જ ઉચ્ચારી શકયા “ મારૂં” કાઈ નથી. ” ખરેખર ! બાલા ! તારૂં કેઈ નથી, તારાં માતા પિતા તારાં નથી ( તેમણે તને અવતાર આપે છે, ૫.લી પોષો, ભણાવી ગણાવી, મહાટી કરી છે, આજ પણ તુ જે કહે તે માગતા પહેલાં કરી આપે છે;-શું એ તારાં નથી ? ના, નથી; તારે એમના કરતાં કાંઈક અધિક જોઈએ છીએ, તારા હૃદયમાં હવે તે અવર્ય પ્રવાહનાં ઝીણાં ઝરણુ છૂટવા લાગ્યાં છે કે જેમને વહેવા માટે માતા પિતાઉપરની ભક્તિના સીધા અને હવે સાંકડા લાગતા માર્ગ કરતાં વાંકે ચૂકે, ઉંચે નીચે તોફાની અને અતિ વિશાલ માર્ગ જોઈશું; પણ તે તારા ભાવિમાં નથી, એટલુ જાણવાથી તારા હદયના એ પ્રવાહ ” શાન્ત થઈ જશે ? જે તેં તારી ઉંમરથી તેવી જાતનું શિક્ષણ લીધુ હત, તારા સમાગમમાં તેની પંક્તિનાં મનુયે આવ્યાં હોત, અને તે તા- સમાણી સાહેલીઓની તે પ્રવાહમાં તણાતી હેલીઓના કેરલાહલ સંભળ્યા ન હોત, andhi Her lage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50