પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૬૪, સુદર્શન ગધાવલિ પ્રસંગે પ્રસરતી કાવ્યપ્રતિભાની તત્પરતા, હવે કોઈનામાં નથી, ગુજરાતી ભાષાને હવે કોઇ એ એકાન્ત ઉપાસક નથી, એ વિચારથી એ શાકમાં અનંત વૃદ્ધિ થાય છે. આવા કવિવરનું અનુકરણ કરી હવે પછી ગુજરાતીની એમના જેવા ભાવથી સેવા કરવા કઇ તપર થાય એજ અભિલાષા છે. કવીશ્વરના અમર કાર્ય સંબંધે અન્યત્ર લેખવામાં આવ્યું છે. એપ્રીલ-૧૮૮૮ રા, રા, બાલાશંકર ઉલ્લાસરામ આ નિપૂણ પુરુષને તરણ વયમાં સ્વર્ગવાસ થયાના સમાચાર જાણી તેના મિત્રો, સંબધીઓ, અને ભકતોને અપાર શાક થયા વિના રહેશે નહિ. સમૃદ્ધ અને કુલીન કુટુંબમાં જન્મ પામી આજ સુધીના માત્ર ચાલીશ વર્ષના વયમાં એમણે જે કાંઈ કર્યું છે તે એમનું નામ ગૂજરાતનાં નરરત્નોમાં સર્વ કાલને માટે સ્થિર રાખવાને અને તેથીજ એમના પ્રયાણુથી આપણને શાકાકુલ કરવાને પૂર્ણ છે. ગુજરાતી, હીંદી, અંગરેજી, સંસ્કૃત, ફારભી, આરબી એટલી ભાષાઓનું સારું જ્ઞાન ધરાવી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વાચનની ઉન્નતિ માટે એમણે જે જે યત્નો કર્યા છે તે સર્વને સુવિદિત છે. “ ભારતીભૂષણ ” માં જ્યારે તેઓ પોતાની સાહિત્યભાવના વિસ્તારી રહ્યા હતા ત્યારે “ ઇતિહાસમાલા ” માં તેમણે પોતાના ફારસી જ્ઞાનને આધારે ગુજરાત અને હિંદુસ્તાનના ઇતિહાસની ખરી હકીકત બહાર લાવી ઐતિહાસિક ચચોનાં સપ્રમાણુ ધારણા સમજાવવાના યન આરંભ્યા હતા. પ્રાચીન શિક્કા અને લેખો વિલકવાને અને તે ઉપરથી અનુમાન કરવાનો પણ એમને એટલે બધા શેખ હતા કે તેમાં પણ કાલ અને દ્રવ્યને ઘણો વ્યય કરી ઇતિહાસના કામને ઉપયેગી હકીકત મેળવ્યાં કરતા. પ્રખ્યાત કવિ હરિશ્ચંદ્રની ચંદ્રાવલી નાટિકાને તેમ દે. વીદાસ રાજનીતિનો રસ ગુજરાતીમાં આણવા ઉપરાંત શુદ્રકના મૃચ્છકટિકને એવી સારી રીતે તેમણે ગુજરાતીમાં મુક્યું છે કે તે અદ્યાપિ પણ અતિ લોકપ્રિય છે. • સાહિત્યસિંધુ ' જેવા ગૂર્જર સાહિત્યમાં એક અપૂર્વ ગ્રંથ ઉપજાવવાને મહા યત્ન જેમ તેમણે આરંભેલો આપણે ભારતીભૂષણુમાં જોઈએ છીએ તેમ તેમનાં ખાનગી લખાણાથી એક એ કરતાં વધારે ઉપયોગી ભગીરથ પ્રયત્ન તેમણે એકલાએ ઉડાવેલે આપણને સમજાય છે. શાસ્ત્ર માત્રના પારિભાષિક શબ્દને એક સર્વ સંગ્રહ ( સાઈકલોપીડીઆ ) તેમણે રચવા માંડ હતા. સર્વ કરતાં મુખ્ય તો તેમની અતિ આકર્ષક, અતિ લાવણ્યમયી, અતિ મધુર, પ્રાસા દિક કાવ્યકલાજ તેમનું નામ અમર કરી શકે તેવી છે. સંગીતનો અતિ નિપુણ પરિચય હાવાથી એમના કાવ્યાદગારમાં પણ બહુ સંગીત રહેતું. કલાન્તકવિ, “સાંદર્યલહરિ, અને છુટક છુટક કાવ્યા કરતાં વધારે સંગ્રહ આપણી પાસે નથી તથાપિ તેટલાથીએ તેમની અને પૂર્વ પ્રતિભાનું આપણુને પ્રમાણ મળી શકે છે. કાવ્યપદ્ધતિ પરત્વે નવીત શૈલીને અનુસરતાં છતાં તેઓ સર્વદા કવીશ્વર દલપતરામને પોતાના ગુરુ માનતા કેમકે તેમની પાસે પ્રથમ કાવ્યકલા શીખ્યા હતા. તેમના પિતા મામલતદાર હતા અને સારી સમૃદ્ધિ મૂકી ગયા હતા. રા. રા. બાલાશંકરને વિદ્યાવિલાસના એટલે બધે રસ હતો, વિદ્યાના ખરા ભકતોને જે સ્વાતંત્રય હોય CRCE Gandhi Heri ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14/50