પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૭૦ સુદર્શન ગદ્યાવલિ. તથા ચારિત્રની વિશુદ્ધ ઉત્તમતા હતાં તેજ તેની પૂજયતાનાં નિદાન છે; અને પોતાના પક્ષના સુજનાએ તેમ પ્રતિપક્ષના સુજનોએ સર્વએ એક અવાજે તેના મરણ સમયે તેનાં સ્તુતિગાનપૂર્વક તેની મહત્તા સ્વીકારી તેને માન આપ્યું છે. ગ્રીક અને લાટિન ભાષાને સારી પંડિત હાઈ, ધામિક બુદ્ધિમાં એ વિલીન હતું કે ક્રિશ્ચીઅન ધર્મના કેટલાક અતિ સૂક્ષ્મ પ્રસંગે ઉપર તે ઘણા સારા લેખ લખત. છેક છેલે તેણે મીસીસ એનીબેસંટના વિરુદ્ધ “ એટેનમેં. ટ '–ના અર્થ વિષયે લખ્યું છે. વિદ્યા અને કાવ્યના તે ઘણે શોખીન હતો. છતાં રાજકીય વિષયોમાં તેની કુશલતા અલૈકિક હતી. તેના વતૃત્વથી પ્રતિપક્ષીઓ પણ તેના મતમાં ભળી જતા એ પ્રસંગ આયર્લૅડને સ્વતંત્રતા અપાવવાનું પોતાનું બીલ રજુ કરવાને સમયે આવ્યા હતા. અને સામાન્ય ખાનગી જીવનમાં તેમ પ્રસિદ્ધ રાજકીય જીવનમાં એ પુરુષને નિયમ ન્યાય અને નીતિના ધારણથીજ ઘડાયલે રહેતા; કષ્ટ અને જુલમની સ્થિતિ કોઈ પણ પ્રજાને ખાવી પડે તે એ સહન કરતો નહિ. હિંદુસ્તાનનું રાજ્ય તરવાર કે બલથી ટકાવી શકાય એ દલીલ તેના મુખમાંથી કદી નીકળી નથી અને જ્યારે જ્યારે હિંદુસ્તાન વિષે બોલવાનો પ્રસંગ આવ્યું હશે ત્યારે ત્યારે તેણે ન્યાય અને નીતિના ધારણથીજ હિંદુસ્તાનમાં અંગરેજી રાજ્યની હયાતીની યોગ્યતા તપાસી છે. હિંદુસ્તાનની પ્રજાને આપણે ઉપયોગી છીએ, આપણી ત્યાં એ પ્રજાની દૃષ્ટિએ ઉપયોગિતા છે, એવું સિદ્ધ થાય તેમજ આપણને હિંદુસ્તાન ઉપર અમલ ચલાવવાને હક છે એ તેની આ દેશ સંબંધી રાજનીતિનું સૂત્ર હતું. જોકે આવા ઉદાર અને ન્યાયી પુરુષને હાથે, તે બે ત્રણવાર બ્રિટિશ શહનશાહતને મુખ્ય પ્રધાન થયે ત્યારે પણ, આ દેશનું કાંઈ ખાસ ભલું કરવાનું બની આવ્યું નથી તથાપિ ડે રીપન જેવા સપુની યોજના એ નરને હાથેજ થયેલી એટલે ઉપકાર પણ થોડે નથી. આવા એક મહા પુરુષના અસ્ત માટે આખી દુનીયાં દિલગીર છે, ને તે શાક હાલ સવિશેષ લાગે એમ છે કારણકે અંગરેજી શહનશાહત હાલ જે જે મુશ્કેલીઓમાં છે તેમાંથી તેને બરાબર પાર ઉતારનાર સવેને વિશ્વાસપાત્ર કોઈ એક નર આ મહાપુનું સ્થાન લે તે કંઈની દૃષ્ટિમાં નથી. મે-૧૮૯૮. : તુકારામ તાત્યા, મુંબઈમાં ધર્મ સંબધી પ્રવૃત્તિને અંગે, ધર્માદાયને અંગે, વિદ્યાવૃદ્ધિનાં કૃત્યોને અંગે, કે દેશોન્નતિકારક રાજકીય અથવા વ્યાપારી પ્રસંગોને અંગે, આ ગૃહસ્થનું નામ સૂર્મદષ્ટિથી વિચરનાર સર્વ કાઈના જાણવામાં હોવું જ જોઈએ અને આટલી બધી સર્વદેશી ઉપગિતા છતાં એ પુરુષની સાદાઈ અને કશા પણ દંભ કે આડંબર વિના કામ કરવાની નિરભિમાનિતા એટલી બધી આશ્ચર્યકારક હતી કે તેમનાં નામના શખનિ વર્તમાનપત્રોમાં થવા પામ્યું નથી. તેઓ ઘણા ધાર્મિક થીઓસેક્રિસ્ટ હતા, અને યોગાદિ વિદ્યાના પ્રત્યક્ષ અનુભવ કરવા ઉપરાંત વેદાન્તના શ્રવણુ મનન નિદિધ્યાસનમાં બહુ રુચિ રાખતા; એ ધર્મભાવનાને બલે તેમના હૃદયમાં જે વેગ અને વિસ્તાર પ્રસરી રહ્યાં હતાં તેથીજ તેમની પ્રવૃત્તિમાત્રમાં બલ આવતું હતું અને તેમને હાથે લાખ રૂપીઆને પરોપકાર તેમની પોતાની કમાઈમાંથી થઈ આવતા. પ્રાચીન સંસ્કૃત પ્રાકૃત ગ્રંથને ધર્મોન્નતિને અર્થે પ્રસિદ્ધિમાં લાવandhi Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્દાવલી 20/50