પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩ર અભ્યાસ, સમાધિને લાભ વૈરાગ્ય અને અભ્યાસથી થાય છે. વૈરાગ્ય આપણે કહી આવ્યા. પુનઃ પુનઃ વૃત્તિની એકાગ્રતામાં દઢ સ્થિતિ કરવાનો યત્ન તે અભ્યાસ. એ અભ્યાસ જેમ શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, પ્રજ્ઞા, એટલાંએ સહવર્તમાન રહે છે તેમ બહુ લદાતા થાય છે; તથા વૈરાગ્યને સંવેગ જેમ જેને વધારે તીવ્ર તેમ તેને તેટલું સત્વર સમાધિરૂપ ફલ પ્રાપ્ત થાય છે. સમાધિ પ્રાપ્ત કરવામાં મુખ્ય વિન નવ આવી પડે છે, વ્યાધિ, સ્થાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાન્તિદર્શન, અલબ્ધભૂમિત્વ, અનવસ્થિતત્વ. શરીરગત વાતપિત્તાદિ ધાતુ અને ખાધા પીધાના રસ તેની વિષમતાથી થઈ આવતા જે વિક્ષેપ તે વ્યાધિ. દિયે સ્વકર્તવ્ય કરી ન શકે તે સ્થાન. આમ હરો કે આમ હશે એવું ઉભયંકાર્ટિને સ્પર્શતું જ્ઞાન તે સંશય. સમાધિનાં સાધનો ન આદરવાં તે પ્રમાદ. કાદિએ કરીને કાયાનું ગૌરવ અને તમે ગુણે કરીને ચિત્તનું જાય તે આલસ્ય. વિપયાની ભાવનાથી કે તેમના સંસ્પર્શથી ચિત્તને વિષે તેમની તૃષ્ણા થયાં કરવી તે અવિરતિ. મિથ્યાજ્ઞાન તે બ્રાન્તિદન. સમાધિને નિરોધક્ષણ પ્રાપ્તજ ન થાય તે અલબ્ધભૂમિકલ. સમાધિલાભ થયે સતે ચિત્તનું તેને વિષે સ્થિર રીતે ન ટકવું તે અનવસ્થિતત્વ. આ નવ વિક્ષેપના સહકારી બીજા પાંચ વિક્ષેપ છે. અર્થાત વિક્ષેપવાળા ચિત્તમાં એ પાંચ દેખાઈ આવે છે; દુઃખ, દમનસ્ય, અંગમેજયત્વ, શ્વાસ, પ્રધાસ. આધ્યાત્મિક (શરીરમાં થનાર વ્યાધિ આદિ તથા મનમાં થનાર આધિ આદિ ), આધિદૈવિક ( ગ્રહ પીડા આદિ ), આધિભાતિક ( ગ્લાદ્ય આદિ ) એ ત્રણે પ્રકારનાં દુ:ખ, અર્થાત્ જેને દૂર કરવા માણીઓ નિરંતર મથે છે તે દુ:ખ. ઈચ્છાને વિધાત થતાં ચિત્તનો ક્ષોભ તે દૈમનસ્ય. જેનાથી અંગે કંપે તે કંપાવનાર કારણ તે અંગમેજયસ્વ. ઈચ્છા ન સતે પણ બહારના વાયુ અંદર આકર્ષાય કે અંદર બહાર જાય તે શ્વાસ અને પ્રશ્વાસ. આવી દોષમાત્રની વૃત્તિઓને નિરાધ થાય અને સમાધિ સ્થિર થઈ શકે તે અર્થે શા શા પ્રાગ દર્શાવેલા છે. તથા સમાધિલાભનું શું ફલ છે તે હવે કહીશું. એટલા પછી આ પ્રકારે ચિત્તનો અને ચિત્તવૃત્તિનો વિવેક જણાવ્યાથી અદૈતઅભ્યાસમાં શો લાભ થવાનો સંભવ છે તે વિચારીશું. જે પસંપત્તિને વિવેકરાગ્ય પછી વિચાર કરવા પ્રાપ્ત થાય છે, તેના ઉપદુધાતરૂપે ચિત્ત અને ચિત્તવૃત્તિના આ પ્રકારના વિવેક બહુ ઉપયોગી છે. વૃત્તિનું સ્વરૂપ, વૃત્તિના પ્રકાર, અને વૃત્તિશમનને વિધિ જાણ્યાથી અનેક લાભ થવાને સંભવ છે. પ્રત્યેક અભ્યાસી પિતાના ચિત્તનો અને ચિત્તની વૃત્તિને વિચાર કરી જોઇ, સમજી શકશે કે કેવા ગુણનું પ્રાધાન્ય વૃત્તિમાં થઈ રહ્યું છે. એ સમજ્યા પછી તે વૃત્તિને ઉચ્ચ ગુ. ણવતી કરવી અને અંતે વૃત્તિને નિરાધ સાધવા તે ક્રમ પણ તેના સમજવામાં આવી શકશે. એ વિષયના વધારે સ્પષ્ટતાથી વિસ્તાર કરતા પૂર્વે જાણવું આવશ્યક છે કે કેગના અને જ્ઞાનના અભાસનો મુખ્ય હેતુ એટલેજ છે કે મનુષ્ય પોતાના જીવનને શાન્ત, અકિલષ્ટ, અને સંતાપમય કરી પુષ્પ જેમ સહજ રીતે મિત્ર શત્રુ ઉદાસીન સર્વને સુગંધ પહોચાડે છે તેમ, શ્વાસગતિની અયત્નસાધ્ય રાતિએ, કલ્યાણમય થઈ રહેવું. એજ દૈવી સંપત્તિ પ્રાપ્ત કર્યાનું તાતર્ય છે એવા ઉન્નત જીવનની પ્રાપ્તિને અથે, એવી દલી સંપત્તિની સિદ્ધિને અર્થે, મનુષ્ય પોતાની વૃત્તિઓનો વિચાર કરી તેમને શમાવવાનો અને શમાવી ન શકાય તે તેમને ઉચ્ચતર માગે - વાળવાના પ્રયત્ન કરવો જોઇએ. મનુષ્ય જે જે કરે છે--આહાર, આચાર, વિચાર, સંસર્ગ તેમાં જે જે પદાર્થોનું’ સેવન anaini Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50