પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગવાવલિ, અનુભવી વૃદ્ધ લોકો કહેશે કે હા ભાઈ નાત જાતમાં આજકાલ કહો છે તેવું થઈ ગયું છે તે ખરું, પણ તે બીચારા કન્યાવિક્રય એકલાનેજ માથે ઢાંકવું ! અમે ફરીથી કહીએ છીએ કે એક રીતે ઉપરથી જોતાં કન્યા વિક્રય એકલાજ આ બધાં દુ:ખનું કારણ જણાતા નથી, પણ બારીકાઈથી જોતાં જે જે કારણે જ્ઞાતિને અધમ કરવાને રંપર થઈ રહેલાં છે તે બધાં કારણુમાંથીજ કન્યાવિક્રય પેદા થયો છે એટલે તે સર્વ કારણોના એક વકીલ તરીકે પુર જવાબદાર છે. ઉપર કહી તે બધી વાતો લોકોના જાણ્યા વિના જ થયાં જાય છે, તેથી કોઇ તે વિષે શક ઉઠાવે પણ કન્યાવિક્રય કરનારા જાણી જોઇને જે પાપ કરે છે તેની કોઈ ના પાડી શકનાર નથી જ, પોતાનાં બાલકને એવી રીતે પરણાવવાં જોઇએ કે જેથી તેમના દિવસ સુખમાં જાય. એ વાત તો સર્વ લેક જાણે છે, છતાં પૈસાના લાભથી પોતાની અસહાય બાલકને વેચવામાં કાંઈ પાપ માનતા નથી ! યોગ્ય ડું ન મલવાથી થઈ આવતાં દુ:ખને વખતે આવી બાલકીએ દીધેલા શાપ શુ તેનાં નિર્દય માબાપને લાગતું નથી ? અથવા ધન વિના પીડાતા તેને અંતરાત્મા જે નિસાસે મુકે તે શું તેનાં લેભી માબાપને બાળી શકતો નથી ? લગ્ન કરવાનું કામ કેટલું જોખમ ભરેલું અને જવાબદારી છે એ વિસરી જઈ કવલ પિસાને જ આધીન થવાથી આવાં પરિણામ નજરે જોયા છતાં જે લેક પાપ લાગે છે એ વાત માનતા નથી તેને તે આથી વિશેષ શું કહી શકાય તેમ છે ! જે જ્ઞાતિની વૃદ્ધિ અને અંદર અંદર સંપ તથા શાન્તિ ચહાતા , જે ઉદ્યાગી થઈ કોઈને દુઃખ દીધાવિના કમાવાની ઉમેદ રાખતા હો ને આ લોકને પરલોકમાં સુખના માર્ગ શોધતા હો તો કન્યાનું દાન યોગ્ય વરને કરવા માંડે. કન્યાને મોટી થવાદે, ભણવાદ અને પિતાની મરજી મુજબજ પરણવાદે. ૫–*ગુજરાતી સાતમી ચાપડીની નોટ:- ગુજરાતી અભ્યાસ કરનાર સર્વને અમે આ નાનું પુરતક ખુશીથી ભલામણ કરીએ છીએ. એમાં અર્થ આપતાં શબ્દના ધાતુ તથા પ્રત્યય આપી વ્યુત્પત્તિ પણ ઠીક જણાવેલી છે, તથા અર્થમાં એક કરતાં વિશેષ પર્યાય આપી શબ્દજ્ઞાનને વધારે કરવાને સારો હેતુ રાખે છે. ગ્રંથકર્તાએ કયે અર્થ પ્રકરણમાં લાગુ છે એ નક્કી કરવાનું તથા પર્યાયથી તે અર્થનો ભેદ સમજવાનું ભણાવનારને માથે નાખ્યું છે તે કરતાં જે લાગુ અર્થ હોય તેને માટે ટુંકામાં સરલ વાક્યચરના યાજી હોત તે વધારે સારું હતું, છતાં પણ “ લક્ષ્મી ” એટલે “ સાગરાત્મજા” એવા અર્થ આ પુસ્તકમાં નથી એથી અમે ઘણા પ્રસન્ન થયા છીએ. વળી પોતાના મહેતાજી તરીકેના લાંબા અનુભવનો ગ્રંથકારે પાઠનાં પૃથક્કરણ કરી સાર ગ્રહણ કરાવવામાં સારો ઉપયોગ કર્યો છે. અને પદ્ય ભાગના અર્થ પણુ વાક્યના અન્વય કરી કરીને ઠીક સમજાવ્યા છે. મુંબઈમાં અને બીજે ઠેકાણે જે અર્થનાં પુસ્તકો વપરાય છે તેથી ભણનાર તથા ભણાવતાર બન્નેને ઘણીજ હાનિથાય છે, તેવું આ પુસ્તક નથી. અમારૂં” મત અસલથીજ એમ છે કે બાલકોને અર્થ વગેરેની સહાય ઝટ લઈને આપ!ા કરતાં જાતે વિચાર કરી બુદ્ધિ ઉધડવા દેવી એટલે આ પુસ્તકનો ખરે ઉપયોગતા શિક્ષકેજ કરવાના છે; તેપણુ રચના એવી સારી છે કે સહજ વ્યુત્પન્ન થયેલ ભણનાર પણ આ પુસ્તક વાપરશે તે તેને હાનિ ન થતાં વિચારવાનો વિષય પુષ્કળ મળશે. ૫-*રચનાર જાદવજી માવજી તાલુકા સ્કુલ માસ્તર. anahi tace Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50