પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૧e સુદર્શન ચંદ્યાવવિ. ઇલકાબ આ રાઓને વળી દિવ્ય યશ ભરી દેગડા, પા ૫૦ (૩) ઇદ્રપ્રયાણ તક દેવ પ્રહર્ષનાદ, જાણે થયો અધિક ગંભીર નિર્વિવાદ, | પા. ૫૯ (૪) કટિએ રાખી કમાન મનહર ખટકે મનથી ખસેડી, પરમ રમ્ય પરિધાન કરી ઉભી લીલું ગવન શું લેડી, | પા. ૧૨૨ આ ચાર ઉદાહરણુજ આપણે જે કહેવાનું છે તે માટે પૂરતાં છે. પ્રથમમાં “ ખુદ ' શબ્દ વડે અનુપ્રાસ તો મળે પણ અર્થમાં કાંઈ ઉમેરે ન થતાં, ઉલટું એ નકામા શબ્દને લીધે કવિતા ઘણી સારી છતાં તેનું સ્વારસ્ય કાંઈક મંદ પડયું. બીજામાં ‘ દેગડ ', વડે પ્રાસ સચવાયા, પણ કાવ્ય ઉપહાસ કરવા જેવું થઈ રહ્યું. અમે નથી ધારતા કે કચ્છરાયને બેગડે, દેગડાજ પ્રત્યક્ષ આપે હોય, એમ હોય તો તે વાત બેસે ખરી, પણ એમ ન હોય તો ‘ યશને દેગડો’ એવી નવી વાર ઉડાવવામાં અને જેમ તેમ પ્રાસ મેળવવામાં શું રહસ્ય હશે તે કવિ પોતે જાણે. યશને ફક્ત દેગડામાંજ સમાય એવડે માનવામાં પણ કવિએ શી મહત્તા કરી ? દેગડે શબ્દ લાક્ષણિક માની ‘ઘણો’ એમ અર્થે કરવાની અમારે ના નથી, પણું એવી લક્ષણ પ્રયજન વિનાની છે. શબ્દપ્રયોગ કવિના હાથમાંજ છે, એટલે પ્રજન વિનાની લક્ષણા કરતાં “ધ” એવા અર્થવાળા સ્પષ્ટ શબ્દ વાપરી અનુપ્રાસ પાછળ ન લેભાયા હોત તો સારું હતું. ત્રીજામાં ‘નિર્વિવાદ' એ પદ વ્યર્થ છે, એટલે એની ગતિ પ્રથમ ઉદાહરણુના જેવીજ સમજવી; અધિક ગંભિર' એમ રહ્યા પછી ‘નિર્વિવાદ’ એમ કહેવું" વ્યર્થ હાઈ કાવ્યત્વને હાનિ કર્તા છે, ચોથા ઉદાહરણમાં “લેડી’ શબ્દવડે ખાસ સાચવ્યા છે. લેડી’ શબ્દ અંગરેજી છે ને તેને માયનો કવિ પોતેજ નોટમાં આપે છે કે “ગૃહસ્થની સ્ત્રી,’ પણ આ પરભાષાના શબ્દને આપણી મરજી મુજબ અર્થ કરી વાપરી શકાય નહિ. ફક્ત પ્રાસ સાચવવા માટે લેડી શબ્દને ગુજરાતમાં ચાલતા પ્રસિદ્ધ અર્થ ‘યુરોપીઅન ગૃહસ્થની સ્ત્રી’ તે બદલી “ગૃદુસ્થની સ્ત્રી, લખો એ છેટું છે. લેડી શબ્દનો અર્થ ગમે તે ગૃહસ્થની સ્ત્રી એ જે થાય તે જે દેય અમે બતાવવા માગીએ છીએ તે નહિ આવે. પણ તે વેળે અમે એ દોષ મુકીશુ કે શબ્દ પ્રયોગ તમારે સ્વાધીન છતાં, જેનો અર્થ વિનાકારણુ ફેરવવા પડે, અર્થાત જેમાં નિપ્રયોજન લક્ષણાને આશ્રય કરવો પડે, એ “લેડી’ શબ્દ ફક્ત પ્રાસનેજ માટે ન વાપરતાં બીજો શબ્દવાપર્યો હોત તો શા બાધ હતા ? જે “લેડી’ શબ્દનો રૂઢ અર્થ ‘યુરેપીઅન ગૃહસ્થની સ્ત્રી, એ માન્ય રાખે તો તે દોષ ખુલેજ છે, કેમકે તે સ્ત્રીઓ “લીલું ગવન, પહેરતી નથી, કે લીલું ગવન પહેરનારી, “લેડી’ કહેવાતી નથી. આમ પ્રાસ માત્રને વળગી રહેવાથી હાલના કવિઓ અનેક ભૂલો કરે છે, પણ સમજતા નથી કે પ્રાસ મેળવવા એનું જ નામ કાવ્ય નથી. આ ગ્રંથપર અમે આટલું લાબું અને જરા વિશેષ સ્થાચુંથથી વિવેચન આપ્યું તેથી એમ સમજાવવાની અમારી મરજી ન જાગુવી કે ગ્રંથ ખરાબ છે. જેમાં કાંઈ ગુણ હોય તેનેજ દોષ બતાવી સુધારવાની ઈચ્છા થાય, કે તે આગળ જતાં વધારે ગુણુવાન નીપજે એ ન્યાયને અનુસરી અમે આ વિવેચન કરેલું છે, ને ગ્રંથકર્તાને સર્વથા વિશેષ કવિત્વનું સામર્થ થાય એમ ઈચ્છીએ છીએ. એમને ભાષાના સંસ્કાર તો શુદ્ધ અને વિમલ છે. એ વાત પણ સ્તુતિપાત્ર છે; તેમ કાવ્ય રચવામાં પણ સલતા સારી છે. આ લખનારના આ એક anahi ilerltage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10/50