પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. જતા સ$ અથવા ‘ઇંક’નીજ ધારણા કરે છે; પણ યદું સ:-હુ તેજ 'બ્રહ્મ છું એવો એ હંસને રાજગાનુસાર જે અનુભવ આગળ કહેવામાં આવશે તે વિના એ અભ્યાસથી બહુ લાભ નથી. ધારણાનું મુખ્ય ફલ એટલું જ છે કે જ્યાં ઇચ્છા થાય ત્યાં ચિત્તને એકાશ્ર કરી બાંધી રાખવાનું સામર્થે આવે છે, એનો સદુપયોગ કેમ થાય તે કહીશ. ધાર ગાના શુભ ઉગ કરવાને અર્થે કાવ્ય, ચિત્ર, સંગીત, શિલ્પ, આદિ કલાની જનની જે પ્રતિભા અથવા કલ્પના તેની અતિ દઢ ઉપાસના આવશ્યક છે. જે મનુષ્યના અંતઃકરણને વ્યવહારની અધમતાની પાર કરતા રહેવાનું આલંબન નથી, તે ઉચ્ચતાને પામી શકતા નથી. વ્યાવહારિક પ્રસંગે તેને નિરંતર કલેશ ઉપજાવે છે, તેની વૃત્તિ કિલષ્ટ થયેથી તેના અંતઃકરણમાં કલેશ અને વિક્ષેપના સંસ્કાર બંધાતા જાય છે, ને એકાગ્રતાની ભૂમિકા તેના હાથમાં ન રહેવાથી તેને અભ્યાસ વ્યર્થ થવા લાગે છે. જે ભાગ્યશાલી જન વ્યવહારથી ઉપર જોઇ શકે છે, જેનાં આંતરીક્ષ કોઇ અલાકિક સૃષ્ટિમાં સર્વદા વિહરતાં રહે છે તેને વ્યવહારના લેપ લાગતો નથી; ઉર્ધ્વગતિ કરવાના રવભાવવાળા અગ્નિની શિખા શુદ્ધ અશુદ્ધ જે કાંઈ પાતામાં પડે તેને ભમ કરી ઉર્વ અને ઉર્ધ્વ જ ગયાં કરે છે. વ્યવહારના અનેક વ્યાસંગ આવતાં તેમાં બંધાઈ ન રહેતાં તેની પાર પ્રતિભાવાળા મનુષ્ય સહજે નીકળી શકે છે. વ્યવહારના પ્રસંગની પાર નીકળવું એટલે તે પ્રસંગમાં વિજય પ્રાપ્ત કરવો એમ નહિ પણ તે પ્રસંગે જે કર્તવ્ય હાય તે કયાં પછી જય પરાજયના હર્ષવિષાદની ગણના કરવા થોભ્યા વિના જ પોતાની નિત્ય સૃષ્ટિમાં વિરામ લેવા. એવી એ પ્રકારે પાર નીકળનારી પ્રકૃતિ રહે છે. એમ ન જાણવું કે વ્યવહાર આવી પ્રકૃતિવાળાં જનને બહુ શિથિલ અને અવ્યવસ્થિત થઈ જશે. તેમની દૃષ્ટિ તેમને અધમમાં અધમ વ્યવહારમાંથી પણ કાંઈક શીખવે છે, તેમના અંતરનો અગ્નિ વ્યવહારના કચરાને પણ અગ્નિરૂપ કરી શકે છે. જેને વૃતિનિરોધના એક ક્ષણ અનુભવ થયા છે તે કહી શકશે કે એમાં જે આનંદ છે તેવો બીજા કશામાં નથી. અને વાસ્તવિક રીતે આનંદ શામાં છે ? ક્ષુદ્રમાં ક્ષુદ્ર આનંદથી માંડી બ્રહ્માનંદ પયંતના અનુભવમાત્રમાં આનંદનું તત્વ વૃત્તિનિરોધ અથવા એકાગ્રતાજ છે. અંતઃકરણમાં વાસનાના સંસ્કાર હોવાથી તે સંસ્કારને અનુલતા મળે એટલે તૃષ્ણા ઉપજે છે. તે તૃષ્ણાના સંતોષ પર્યત આલતા, ચંચલતા અને વિલવતા જેને કલેશ, દુ:ખ, આદિ નામથી કહીએ છીએ તે ઉદ્ધવે છે. તૃષ્ણા શાન્ત પાડનાર સિદ્ધિ થઈ કે વૃતિમાંથી ચંચલતા નીકળી જઈ અંતઃકરણ 'સ્થિર થાય છે, ને તેવા સ્થિર દર્પણ જેવા અંતઃકરણમાં આત્માના સ્વાભાવિક આનંદનું પ્રતિબિંબ પડે છે. દર્પણની શુદ્ધતાના પ્રમાણમાં પ્રતિબિંબની સ્વચ્છતા અનુભવાય છે. પુનઃ તેની તે કે અન્ય તૃષ્ણા ઉડતાં પાછી વૃતિ વિક્ષિપ્ત થાય છે ને કલેશ અનુભવાય છે. આમ વરતુત: આનંદમાત્રનું નિદાન આમા છે, અને વૃત્તિનિરાધમાંજ આનંદના ક્ષણનો સંભવ છે. ત્યારે વ્યવહારમાં પણ છે જે તૃતિ એટલે આનંદ આવે તે વૃત્તિનિધાજ પ્રકાર છે એમ જાણનાર અને વ્યવહારની પાર લેઈ જનાર પ્રતિભાને ઓળખનાર પુરૂષ ધારણાને શુભ ઉપયોગ કરી શકે એ સ્પષ્ટ છે. કેઈ એક બિંદુ, સ્થાન, કે વસ્તુ અથવા ભાવ ઉપર વૃત્તિને રોકવી તે ધારણા છે; પણ જે એવાં બિંદુ આદિ લેવાય તે જેમ ઉત્તમોત્તમ આપણા નિકૃષ્ટ જીવનને ઉગ્રગામી કરી શકે તેવાં હોય, તેમ ધારણાથી તે ઉત્તમ ભાવનાના સંસ્કારને અંતઃ કરણમાં સંચય થતે પરિણામે એ સમગ્ર ભાવ હૃદયમાં પુર્ણ થાય અને અખંડ આનંદ સમandini Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50