પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુઢા ન ગદ્યાવલિ, ૩૭ અને નિરાધના સંસ્કારોનો અભિભવ અને પ્રાદુર્ભાવ થતે થતે જે નિરોધક્ષણ આવે તે સમાધિ કહેવાય. આ સમાધિ તે નિત્ય નથી. વ્યુત્થાન સમયે તેનું જ્ઞાન થાય છે; એમાં દોપનાં બીજ રહે છે, વ્યુત્થાન સમયે તે પ્રાદુર્ભાવ પામે છે, માટે એને સંપ્રજ્ઞાત કે સબીજ સમાધિ કહે છે. અસપ્રજ્ઞાત કે નિબ જ સમાધિ તે નિત્ય અને પક્ષયસહિત છે, એને કૈવલ્ય કહે છે. આ સ્થાનેથી સાંખ્યાનુપાતી યોગ અને વેદાન્તાનુસારી યોગને જે ફરક છે તે સાધકે લક્ષમાં રાખવા જેવી છે. એ જાણવાથી જ આપણે રાજગના તૃતીય સાધન શમાદિસં૫ત્તિને વિવેક કરવા પ્રયતી શકીશું. યુગ એટલે ચિત્તવૃતિનિરોધ તે તો ઉગ્નજીવનની અભિલાષા રાખનાર એવા સર્વ કાઈ ભાગને અનુલ અને ગ્રાહ્ય છે. પણ સાંચ્યાનુસારી જે યોગ તેનું ફલ જે કૈવલ્ય તેમાં અને ને અદ્વૈતાનુસારી જે યોગ તેનું ફલ જે કૈવલ્ય તેમાં કાંઈક અંતર છે; અને એ અંતરમાંથીજ વેદાન્તની પ્રક્રિયાના માર્ગ ઉદ્ભવેલા છે. સાંખ્યમાં પ્રકૃતિને વિરામ અને પુરુપનું સ્વરૂપને વિષે અવસ્થાન તેને કૈવલ્ય કહે છે. પુરુષો અનેક છે; જે પુરુષની પ્રકૃતિ વિરામ પામી, વૃત્તિનિરાધથી કરીને જે પુરષ સ્વરૂપમાં સ્થિત થયો, તેને કેવલ્ય પ્રાપ્ત થયું, અને તેને આ'યામિક, આધિભાતિક, આધિદૈવિક એવાં ત્રણ પ્રકારનાં દુ:ખનો નાશ થયા. પુરુષ જયારે અનેક છે, વ્યક્તિ તેટલા પુરુષ છે, ત્યારે વ્યક્તિએ પ્રકૃતિના વ્યાપારમાંથી મુક્ત થવું એટલેજ મેક્ષને તાત્પયર્થ કરે છે. અને પ્રકૃતિના વ્યાપારથી મુક્ત થવાનું તાત્પર્ય અનાસક્તિ ઈત્યાદિજ હાઈ ! શકે. પુનું સ્વરૂપાવસ્થાન એટલે વ્યક્તિની અમુક પ્રકારની નિવૃત્ત એજ ફલિતાર્થ થાય.' એમ સમજાય છે કે આવા જે પુરૂના સ્વરૂપાવસ્થાનરૂપ યોગ અથવા મેક્ષ જેને સાંખ્યમાં સર્વાપત્તિ એટલે સત્ત્વગુણમય પ્રકૃતિના પુરપમાં એકાકાર એમ કહે છે, તે મુમુક્ષને ઉદાસીન અને સ્વપરાયણ કરવા ઉપરાંત વધારે સાધી શકતો નથી. પ્રકૃતિના વ્યાપારથી ઉદાસીન રહેવું, પ્રવૃત્તિ કરવી નહિ, અને હું શુદ્ધ ચૈતન્ય છું એમ અનુભવવું, એટલે એ માનો અર્થ થાય છે. પરંતુ અદ્વૈતને એટલેથીજ અટકવાનું નથી, અદ્વૈતના મોક્ષનું સ્વરૂપ અમુક આકારમાં રહેતું નથી; પ્રવૃત્તિના વિદેષ કે નિવૃત્તિના રાગ એ તેના આગ્રહ નથી. સાંખ્યક્ત ઉદાસીનતા, અનાસક્તિ, એ બધું અદ્વૈતને ઈષ્ટ છે; પણ પુરુષે સ્વાનિ થઈને ‘હુ ચૈતન્ય છે ? એટલામાંજ અટકી બેસવા ઉપરાંત, ‘હું” એ જે વ્યક્તિ જેટલો વિભાગ છે તેને અત્યંત વિસ્તાર કરી, જેટલાં જેટલાં ચેતન્ય છે તે સર્વ નો એ બહુ”—માં સમાસ થાય, એ વિસ્તાર કરે એ ઈટ છે. શુદ્ધ ચેતન્યરૂપે હુમાત્રનો અમેદ છે, અને એ અભેદની જેને દૃષ્ટિ થાય તેને હું એ સંકોચ રહેતા નથી. જ્યાં સુધી સંકેચ છે, ચૈતન્યના પ્રદેશમાં નાનાવનો અંગીકાર છે, ત્યાં સુધી મોક્ષ થયા જ નથી. વેદાન્તને પણ અભેદાનુભવના એક સાધનરૂપે ‘હું શુદ્ધ ચૈતન્ય છું ' એવું અહેંગ્રહ ધ્યાન ઉપયોગી છે, પણ તે તેનું કૈવલ્ય નથી. તેને તો આખા બ્રહ્માંડમાં વિલસી રહેલા ચૈતન્યનો પરમ અભેદ અનુભવે છે. ઉદાસીનતા, નિવૃત્તિ, એ બધાં ઇષ્ટ છતાં, પ્રવૃત્તિનો પણ વિષ નથી, કેમકે અભેદાનુભવ પછી આસક્તિ રહેતી નથી એટલે ત્રિગુણાતીત એવા માર્ગમાં વિચરતા મહાત્માઓને વિધિ નિષેધના સંબંધ રહેતો નથી. - આ ભેદ શ્રીમદ્ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરી આપે છે. સાંખ્ય એટલે અતાનુસારી જ્ઞાનયોગ અથવા રાજયોગ અને યોગ એટલે કર્મયોગ તે ઉભયે ભિન્નનથી, એ ફનું પણ અનુષ્ઠાન કરવાથી ઉભયનું ફલ થાય છે, એમ કહેવામાં એજ તાત્પર્ય છે કે Gandhi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50