પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
શ્રીરામકૃષ્ણપરમહંસ.


છે તેનું એક જવલંત દ્રષ્ટાંત પરમહંસ દેવના જીવને વર્તમાન યુગને પુરું પાડ્યું છે.

પરમહંસજી આવા સાચા વિદ્વાન હતા. અખૂટ અમાપ આત્મ ધનથી સાચા ધનિક તેઓ બનેલા હોઈ તેના તેઓ અતિ ઉદાર દાતા પણ હતા. એ ધન યાને ઉદાત્ત જ્ઞાન ચારિત્ર્યની ભિક્ષાર્થે મોટા મોટા યુનિવર્સિટીના પદવીધરો, ધર્મોપદેશક, પંડિતો અને વિદ્યાકળાના ઉપાસકો તેમની પાસે આવીને પગે પડતા અને પોતપોતાની પાત્રતા પ્રમાણે જેનાથી જેટલું પણ લઈ શકાય તેટલું લઈ જતા.

પવિત્ર પુરૂષોમાં અગ્રગણ્ય ગણાતા જગપ્રસિદ્ધ અને સમર્થ પંડિત કેશવચંદ્રસેન એક શિષ્યની માફક આ અભણ પરમહંસના પગની પાસે બેસતા અને તેના મુખમાંથી જે કાંઈ નીકળતું તે માન અને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા. તેમનાથી બીજા નંબરના બ્રહ્મસમાજના આગેવાન અને કેશવબાબુના જેવાજ વિદ્વાન તથા પ્રસિદ્ધ પ્રતાપચંદ્રસેન મજુમદાર પરમહંસ વિષે અભિપ્રાય આપતાં લખે છે કે,

જ્યાં જ્યાં તે અદ્ભુત માણસ ( રામકૃષ્ણ ) જાય છે ત્યાં ત્યાં તે એક અલૌકિક વાતાવરણ ઉત્પન્ન કરે છે. એ વાતાવરણનો ચિતાર મારા મનમાં સર્વદા ખડોને ખડોજ રહે છે, તે મારાથી કદી ભુલાતો નથી. જ્યારે જ્યારે તે મને મળે છે ત્યારે ત્યારે મારા મનમાં એક અવર્ણનિય ભાવ ઉત્પન્ન કરે છે, અને તે ભાવ મારા મનમાંથી ખસતો નથી. મારા અને એના વચ્ચે કશી સમાનતા નથી. કેમ કે હું એક કેળવાયલો, સુધરેલો અને આધુનિક વિચારનો માણસ છું અને પરમહંસ એક નમ્ર અભણ, વૃદ્ધ, રોગીષ્ટ, કેળવણી વગરના, મૂર્તિપુજક હિંદુ ભક્ત છે. છતાં મને તેમના સાંભળવાની મોહિનિ શા માટે લાગી છે? હું કે જે મેક્ષમુલર, હેનરી, ફોસેટ અને ડીઝરાયલી જેવા સમર્થ ઈંગ્રેજ વિદ્વાનોનો અભ્યાસી છું, પાદરીઓનો