પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
શ્રીરામકૃષ્ણપરમહંસ.


તે પોશાક અને ખોરાક માટે ઘણાજ બેદરકાર રહે છે. ગુરૂ પદને ધિક્કારે છે, લોકો તેમને જે માન આપે છે તેના તરફ તે નાખુશી બતાવે છે. બ્રહ્મજ્ઞાનનો કે સિદ્ધિનો તે ડોળ કરતા નથી, સંસારમાં મચી રહેલા, કામી અને લોભી માણસોથી તે દૂર રહે છે. તેની પાસે કંઈપણ અસાધારણ લાગતું નથી. તેની ધાર્મિકતાજ તેને માટે ભલામણ પત્ર છે.”

“તેનો ધર્મ કયો છે? શુદ્ધ સનાતન હિંદુ ધર્મ તેનો ધર્મ છે. શ્રીરામકૃષ્ણ કોઈપણ અમુક દેવનેજ ભજી રહ્યા હોય તેમ નથી. તે શિવ નથી, તે શાક્ત નથી, તે વૈષ્ણવ નથી, તે વેદાન્તી નથી. છતાં તે ઉપર કહેલા બધા ધર્મોને માને છે. તે શિવને ભજે છે, તે કાળીને ભજે છે, તે રામને ભજે છે, તે કૃષ્ણને ભજે છે, અને વેદાન્તનો પણ બોધ ચુસ્તપણે કરે છે. દરેક ધર્મની ક્રિયાઓ, તો તેને ગ્રાહ્ય છે. તેને મન દરેકે આવશ્યક છે. તે મૂર્તિ પુજક છે, છતાં અખંડ સચ્ચિદાનંદનું ધ્યાન ધરી રહ્યા છે. બીજા સાધુઓની માફક તેનો ધર્મ માત્ર જુના વિચારમાં જ, વાદવિવાદમાં, અથવા તો ચંદન અને પુષ્પ વડે બાહ્ય પુજા કરવામાં જ સમાયલો નથી, ધ્યાનની ઉગ્ર સ્થિતિ એ એનો ધર્મ છે. પારમાયિક સત્યનું દર્શન એની પુજા છે. અલૌકિક શ્રદ્ધા અને ભાવના પ્રકાશથી તેનું આખું અંતઃકરણ રાત અને દિવસ ઝળહળી રહ્યું છે. તેની વાતચિત આ પ્રકાશનો ઝરોજ છે, અને તે કલાકના કલાક સુધી વહ્યા જ કરે છે. તેના સાંભળનારાઓ થાકી જાય છે, પણ તે જે કે શરીરે અશકત છે તો પણ કદિ થાકતા નથી. દિવસે વારંવાર તે સમાધિમાં આવી જાય છે; પોતાના અધ્યાત્મિક અનુભવ કહેતે કહેતે તે સમાધિસ્થ બની રહે છે. સઘળા હિંદુ દેવોને માટે તેને સરખોજ ભાવ કેવી રીતે રહેતો હશે ? આ સર્વ સમાનતાનું કારણ શું હશે ? તેને મન સઘળા દેવો