પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭
શ્રીરામકૃષ્ણપરમહંસ.


એકઠાં મળી રહ્યાં છે ! પોતાના અગાધ પ્રેમને લીધે તેણે ઘણાં સ્ત્રી પુરૂષોનાં મન હરી લીધાં છે અને તેમને ભકિતને માર્ગે દોર્યા છે. પવિત્ર માનુષી સંબંધમાં પણ ઈશ્વરી પ્રેમનો વાસ હોઈ શકે એમ સાબિત કરી બતાવવાને શ્રીકૃષ્ણનો અવતાર હતો. તેણે એક પ્રેમાળ બાળકની માફક વૃદ્ધ મા બાપનાં લાડ સંપાદન કર્યા છે. એક હેતાળ મિત્રની માફક પોતાના ગોઠીયા અને અન્ય જનોનો અચળ પ્રેમ મેળવ્યો છે. એક પ્રખ્યાત અને પુજ્ય ગુરૂ તરિકે પોતાના મિષ્ટ અને મૃદુ બોધથી અનેક સ્ત્રીઓને અગાધ પવિત્રતામાં વાસ કરાવ્યો છે; અને તેમ છતાં પણ શ્રીકૃષ્ણનું સુંદર અને માર્મિક ચારિત્ર હજી પણ અનિર્વણનિયજ છે ! આ મહાન શ્રીકૃષ્ણે ભારતવર્ષમાં ભક્તિમાર્ગ પ્રવર્તાવ્યો છે. પછી કેવી રીતે ભરવાડનો કે ભરવાડણનો પોશાક તે પોતે પહેરતા અને ગોપીઓની માફક કૃષ્ણનો પ્રેમ મેળવવાનો પ્રયાસ કરતા તે શ્રીરામકૃષ્ણ કહેતા. આ અમાનુષી પ્રેમની વાત કરતે કરતે તેમનાં સઘળાં ગાત્રો અને સુખ શાંત અને સ્તબ્ધ થઈ જતાં, તેમની આંખો મીંચાઈ જતી અને તેમાંથી પ્રેમના અશ્રુની ધારા વહી રહેતી. તે પોતાનું ભાન ભુલી જતા. આવી સમાધિમાં પોતાના આત્મામાં તે શું જોતા હશે અને તેમને શું લાગતું હશે તે કોણ કહી શકે ? ઇશ્વર તરફ અગાધ પ્રેમને લીધે ઉત્પન્ન થયેલી આ સમાધિ શું હશે તે કોણ કહી શકે ? પણ એટલું તો નક્કી છે કે સમાધિમાં તે કંઇક જુવે છે, સાંભળે છે અને અનુભવે છે. જો તેમ ન હોય તો સમાધિમાં તે શા માટે અશ્રુપાત કરે, પ્રાર્થના કરે, ભજનો બોલે, બોધ વચનો ઉચ્ચારે ? તેમની આ સ્થિતિ અને સમાધીમાં બોલાયેલા વચનો કઠણમાં કઠણ હૃદયને પીગળાવી નાંખે છે અને તેની પાસે અશ્રુપાત કરાવે છે.”

"પછી તે મહાકાળી વિષે વાત કરતા, તેને તે પોતાની માતા