પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સાક્ષાત્કાર તમને મળશે નહિ; સ્વાનુભવથીજ તે જણાશે.” એવો બોધ તે સર્વને કરતા. એ સ્વાનુભવ એટલે કે નિરાવરણ પરમાત્મ સાક્ષાત્કાર પાંડિત્યમાં નથી, પણ ચારિત્રમાં છે; અને એ ચારિત્ર મોહ, મમતા અને વિષય વાસનાના ત્યાગમાં છે, એમ તે જણાવતા.

ફરીથી વળી એક દિવસ શિષ્યોએ વાદવિવાદ મચાવી મુક્યો હતો. “શું શાસ્ત્રો ખરાં છે ? વેદ ઈશ્વર પ્રેરિત છે કે ? ઇશ્વર શું છે ?” આમ તકરાર ચાલી રહી હતી. શ્રીરામકૃષ્ણ આઘે ઉભા ઉભા તે સર્વને જોઇને ખુશી થતા હતા. ધીમે ધીમે તે ગંગાના કિનારા ઉપર જવા લાગ્યા. સર્વ શિષ્યો તેમની પાસે ગયા. શ્રીરામકૃષ્ણ કિનારા ઉપર નજર કરી રહ્યા હતા. સર્વ શિષ્યો વાદવિવાદ કરીને થાક્યા હતા. કિનારા ઉપર કેટલાક કુતરાઓ સામસામા લઢી રહ્યા હતા. અને કેટલાક પોતાને મળેલું શાંતપણે ખાતા હતા. શ્રીરામકૃષ્ણે તે તરફ આંગળી કરીને બતાવ્યું, સર્વ શિષ્યો તેમના કહેવાનો ભાવાર્થ સમજી ગયા કે જ્યાં સુધી સત્ય વસ્તુ હાથ લાગી નથી ત્યાં સુધીજ સઘળા વાદવિવાદ રહે છે.

શ્રીરામકૃષ્ણ શિષ્યોને વાદવિવાદ કરવા દેતા. વિવાદથી તેમની શક્તિઓ ખીલતી અને તેમની વૃત્તિઓ સમજાતી. શ્રીરામકૃષ્ણ બોધ આપવા કરતાં વધારે પોતાના ચારિત્રથી જ શિખવતા. શિષ્યોની શંકાઓનું સમાધાન શ્રીરામકૃષ્ણના અલૌકિક વર્તનથી જ થઈ જતું. પોતાની સમક્ષ શ્રીરામકૃષ્ણનું અદ્ભુત ચારિત્ર તેમના શિષ્યો નિહાળતા અને તેથી વેદાન્તના સત્યોની ખાત્રી તેમને આપોઆપજ થતી. શ્રીરામકૃષ્ણની સંનિધિમાં રહેવું એ આત્માની ઉન્નતિની શાળામાં ભણવા બરાબર હતું.

“અંધશ્રદ્ધા નકામી છે” એમ એક દિવસ નરેન્દ્ર વિવાદ કરતો હતો, તે સાંભળીને શ્રીરામકૃષ્ણ પાસે ગયા અને બોલ્યા : “નરેન્દ્ર, અંધશ્રદ્ધા