પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આવી દયાળુતાને લીધે લોહી ઘણુંએ વહી જાય તો પણ તે તત્વજ્ઞાનની શંકાઓનું સમાધાન કર્યા વગર રહેતા નહિ.

દિવસે દિવસે તેમનું શરીર ઘસાવા લાગ્યું. તે હાડપિંજર જેવું થઈ રહ્યું. સર્વે ચિંતા કરવા લાગ્યા, નરેન્દ્ર સર્વ શિષ્યોમાં ન્હાનો હતો અને તે એકાંતમાં અશ્રુપાત કરવા લાગ્યો. નિરાશામાં પણ આશા રાખીને તે તેના ગુરૂ ઝટ લઈને સાજા થઈ જાય એમ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો. શ્રી રામકૃષ્ણની માંદગીમાં તેમના યુવાન શિષ્યો પોતાનો અભ્યાસ છોડી દઈને અહર્નિશ તેમની સેવા કરવા લાગ્યા. તેમાંના કેટલાક ગ્રેજ્યુએટ હતા અને આગળ અભ્યાસ કરી રહ્યા હતા અને કેટલાક ઈન્ટર મિજીએટની પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ સર્વએ અભ્યાસનો ત્યાગ કર્યો અને શ્રી રામકૃષ્ણની સંનિધિમાં રહી, તેમની સેવા કરી, તેમના બોધાનુસાર જીવન વહેવરાવાનું વધારે પસંદ કર્યું. તેઓનો દૃઢ આગ્રહ જોઈને પરમહંસે તે સર્વને સંન્યાસની પ્રાથમિક દિક્ષા આપી. પરમહંસે તે સર્વને ભીક્ષા માગી લાવવાનું કહ્યું. શિવ ! શિવ ! મુખથી બોલતા તે સર્વેએ ભગવા વસ્ત્ર ધારણ કર્યા અને હાથમાં કમણ્ડલ લઈને ભિક્ષા માગવાને નિકળી પડ્યા. તેઓ એકંદરે અઢાર જણ હતા. તેઓ સર્વ ઉચ્ચ જ્ઞાતિના અને ધનાઢ્ય માબાપનાં સંતાનો હતા. આવા યુવાનોનો આ વૈરાગ્ય જોઇને શ્રી રામકૃષ્ણ ખુશી થયા અને તેમને આશિર્વાદ આપ્યો.

ભગવાન બુદ્ધની માફક સર્વ શિષ્યો ઘેર ઘેર ભિક્ષા માગવા લાગ્યા. સાધુતાનો આ ખરો જુસ્સો હતો. વૈ૨ાગ્યનો તે સાચો નમુનો હતો. ધન, દોલત, સત્તા, કુળ, સર્વસ્વનો સાચો ત્યાગ હતો. શ્રી રામકૃષ્ણ એક જ્યોતિ હતા અને તેમના શિષ્યો જ્યોતિના કિરણો હતાં. પોતાના વ્હાલા ગુરૂનું દુઃખ પોતાનાથી મટાડી શકાતું