પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
ગુજરાત-કાઠિયાવાડ અને મુંબઈ ઇલાકામાં.

બાબુ હરિપદે ઔષધ ખાધા કરવાની ટેવ છોડી દીધી હતી.

હરિપદ બાબુને પોતાના ઉપરી અધિકારીઓ જોડે કોઈ કોઈ વખત બનતું નહી અને તેથી કરીને તે મનમાં ખિન્ન રહેતા. સ્વામીજીએ તેમને સલાહ આપી કે “જો નોકરી અયોગ્ય હોય ને છોડી દેવી હોય તો તેમ કરવાની તમને છુટ છે. પરંતુ ઉપરીઓના દોષો શા માટે મનમાં લાવ્યા કરવા ! નોકરીમાં દુ:ખ પડતું હોય તો તમે તમારી ફરજ બને તેટલી સારી રીતે બજાવ્યે જાઓ. એટલે બીજાઓ ઉપર અસર થાય તેમ હશે તો એથી કરીનેજ સારી અસર થઈ શકશે. તમે ભલા થાવ એટલે આખી દુનિયા ભલી થશે. બીજાના દોષ જોવાની ખરાબ ટેવ છોડી દો અને પછી જુઓ કે તમારા શત્રુઓ પણ તમારા તરફ કેવા સ્નેહથી વર્તે છે ! આપણા પ્રત્યેની સામાની વર્તણુંક આપણી જ માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે."

હરિપદ બાબુએ આગળ એક વખત ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરવા માંડ્યો હતો, પણ તેમાં તેમને કંઈ રસ અને ઉપયોગીતા નહિ લાગવાથી તે અભ્યાસ તેમણે છોડી દીધો હતો. સ્વામીજીની પાસે તે અભ્યાસ પાછો ચાલુ કરતાં તેમને જણાયું તે વિષે તેઓ કહે છે કે “તે વખતેજ મને માલમ પડ્યું કે ગીતાજી એક અદ્ભુત પુસ્તક છે. વ્યવહારિક જીવનમાં ગીતાજીના રહસ્યનો કેવી રીતે ઉપયોગ થાય તે હવે હું બરાબર સમજ્યો. સ્વામીજીના બોધથી એકલી ગીતાનેજ હું ચ્હાવા લાગ્યા, એટલું જ નહિ પણ ઉપનિષદ વગેરે આર્ય ગ્રંથની અને ટોમસ કાર્લાઇલ અને જુલ્સવર્નના ગ્રંથની પણ કીમત હું સમજવા લાગ્યો.”

માગનાર પ્રભુને નામે માગે છે અને આપનાર પ્રભુને નામે આપે છે ! દરેક ગરિબ-માગનારમાં પ્રભુનેજ જુઓ, અને એનો