પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
૨૪૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“સ્વામીજી એક વખત રજપુતાનામાં થઈને પસાર થતા હતા. સમય ગ્રીષ્મ ઋતુનો હતો. તાપ સખત હતો. રેતીથી ભરેલાં સ્થાનો કાચની માફક ઝળકી રહ્યાં હતાં. પવન સખત વાઈ રહ્યો હતો. આવા સમયે સ્વામીજી એક સ્ટેશન ઉપર ઉતર્યા. ત્યાંથી તેમને બીજી ગાડીમાં બેસવાનું હતું. તેમની પાસે માત્ર એક ઝભ્ભો અને એક ત્રીજા વર્ગની ટિકિટ એટલું જ હતું. પાસે કમણ્ડલું પણ નહોતું. ઉતારૂઓની ગાડીમાં ભીડ પુષ્કળ છતાં રેલવેના માણસો પોતાને પૈસા આપનારા ઉતારૂઓને ગમે તેમ કરીને ગાડીમાં ચડાવી દેતા હતા. સ્વામીજી પાસેથી તેમને કશુંજ મળે તેમ હતું નહિ. તેમને તેઓ ચડવા દેતા નહિ, તેથી સ્વામીજી પોતાની કામળી પાથરીને ઉની રેતી ઉપર બેસી રહ્યા હતા. મુસાફરખાનામાં પણ પગ મૂકવા જેટલી જગા મળે તેમ નહોતી.

એક મારવાડી વાણીઓ સ્વામીજીની બરાબર સામેજ મુસાફરખાનામાં છાંયે બેઠો હતો. સ્વામીજીની જોડે જ તે ગાડીમાંથી ઉતર્યો હતો. ગઈ સાંજથી તેઓ મુસાફરીમાં સાથે હતા અને આ વાણીઓ સ્વામીજીની મશ્કરી કર્યા કરતો હતો. કારણ કે સ્વામીજી અપવાસી હતા. રસ્તામાં તેમને તૃષા લાગી હતી. ત્યારે પણ પાસે પૈસા નહિ હોવાથી પાણીવાળાએ તેમને પાણી પાયું નહોતું. પેલા વાણીઆએ પાણી વેચાતું લીધું અને તે પીતે પીતે બોલ્યોઃ “સાહેબ આ પાણી કેવું ઠંડુ છે ! પાસે પૈસા હોત તો તમને પણ મળત કે નહિ ? તો પછી કામ કરીને પૈસા કમાતા કેમ નથી !” તે એમજ ધારતો હતો કે સંન્યાસીઓ ભુખે મરે તેમાં ખોટું શું છે ! જ્યારે તે બંને સ્ટેશને ઉતર્યા ત્યારે તે વાણીઆએ અનેક દૃષ્ટાંતો અને તર્કોથી સ્વામીજીને સાબીત કરી આપવા માંડ્યું કે કમાવાની શક્તિ હોવા છતાં ત્યાગી થનાર માણસ ભુખે મરે તેમાં