પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૯
અમેરિકામાં ઉપદેશક તરીકે.

તળાઈમાં પણ આખી રાત હિંદની દુર્દશાનોજ ખ્યાલ આવ્યા કર્યો ! સુંવાળી રેશમ જેવી પથારી તેમને કાંટાની પથારી જેવી લાગવા માંડી અને સઘળો તકીઓ આંસુથી પલળી રહ્યો ! સ્વામીજી ઉઠ્યા અને બારીમાંથી દૂર–હિંદભૂમિ તરફ–જોવા લાગ્યા. પણ પાછા દુઃખની લાગણીથી દબાઈ જઈને પથારીમાં પડ્યા. પથારીમાં આમ તેમ તરફડીયાં મારતા તેઓ બોલ્યા કે “ઓ જગદંબા, જ્યારે આખી ભરતભૂમિ અત્યંત અજ્ઞાન અને દુઃખમાં ડુબી રહેલી છે ત્યારે આ નામ અને કીર્તિને મારે શું કરવાં છે ! દુર્દશામાં ડુબકાં ખાઈ રહેલા ભારતનો ઉદય કોણ કરશે ? તેમનાં ક્ષુધાતુર મુખોને રોટલી અને મેલ ચ્હડી ગયેલાં હૃદયોને પવિત્રતા કોણ આપશે ? માતાજી ! હું તેમને કેવી રીતે મદદ કરી શકું તે બતાવો.”

આ પ્રમાણે સ્વામીજીએ આખી રાત દુઃખ અને દિલગીરીમાં કહાડી. હિંદના ગરિબ, દુઃખી અને તિરસ્કાયલા વર્ગોને માટે સ્વામીજીના મનમાં ઘણી જ ઉંડી લાગણી થતી અને તે લાગણી જ આગળ ઉપર હિંદના ગરિબોને માટે તેમની પાસે અનેક કાર્યો કરાવી રહી હતી. પ્રાચીન રૂષિમુનિઓનાં સિદ્ધાંતોને અનુસરનાર ખરેખરો ધર્માત્મા સર્વત્ર કેવી રીતે પૂજાય છે અને અત્યંત સુખ, નામ તથા કીર્તિ મળવા છતાં તેનાથી નિર્લેપ રહીને એક ખરેખરો સ્વદેશભક્ત પોતાનું કર્તવ્ય કેવી રીતે બજાવે છે તેનો ખ્યાલ સ્વામીજીએ પોતાની જાતના દાખલાથી ભારતવાસીઓને આપ્યો છે.

પ્રકરણ ૩પ મું – અમેરિકામાં ઉપદેશક તરીકે.

પરિષદ્‌નું કાર્ય પૂરું થયા પછી સ્વામીજીએ અમેરિકામાં હિંદુ ધર્મના ઉપદેશક તરીકે કાર્ય કરવા માંડ્યું. પુષ્કળ વિચાર અને કામમાં