પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
અમેરિકામાં ઉપદેશક તરીકે.


અને નવીન ચેતનની ફુરણા કરે છે.”

બીજા અનેક સંભવિત ગૃહસ્થો, જેવા કે સુરેન્દ્રનાથ બેનરજી, બાબુ એન. એન. ઘોષ વગેરેએ પણ પ્રસંગને અનુસરીને પોતાના વિચારો દર્શાવ્યા હતા અને સ્વામી વિવેકાનંદને માનપત્ર મોકલવામાં સંપૂર્ણ સંમતિ આપી હતી. આ સઘળા વક્તાઓનાં ભાષણો અહીંઆં આપવાં અશક્ય છે. ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે સ્વામીજીની ફત્તેહથી કલકત્તાના હિંદુઓનાં હૃદય ઉછળી રહ્યાં હતાં અને ટાઉન હોલમાં મળેલી સભામાં અપૂર્વ આનંદ અને ઉલ્લાસ સર્વની નજરે જોવામાં આવતો હતો. મદ્રાસ અને બેંગલોરમાં પણ તેવીજ સભાઓ થઈ હતી અને હિંદુસ્તાનના એક ખુણાથી બીજા ખુણા સુધી વિવેકાનંદનું નામ ગાજી રહ્યું હતું. મદ્રાસમાં રાજા સર રામસ્વામી મુડેલીયર અને દિવાન બહાદુર સુબ્રહ્મણ્ય આયર સી. આ. ઈ. જેવા સુપ્રતિષ્ઠિત ગૃહસ્થોએ સભામાં ભાગ લીધો હતો. કુંભાકોનમ અને એવાં બીજાં નગરોમાં પણ સભાઓ ભરવામાં આવી હતી અને સ્વામીજીને માનપત્રો મોકલવામાં આવ્યાં હતાં. ખેત્રીના રાજાએ પણ માનપત્ર મોકલ્યું હતું. તે નૃપવર રાજા અજીતસીંહ બહાદુર જેની નસમાં ખરું ક્ષત્રિય લોહી વહી રહ્યું હતું, તેમણે હિંદુ ધર્મનો પ્રચાર કરાવવામાં કોઈ પણ જાતની પાછી પાની કરી નથી. સ્વામીજીને તે સદાએ સહાય કર્યાજ કરતા હતા. વળી હિંદના એક સાચા ક્ષત્રિય પુત્ર, પ્રાચીન ઋષિઓના પૂજક, યશસ્વી ક્ષત્રિયોના લાયક વંશજ રામનદના રાજા પવિત્ર ભાસ્કર સેતુપતિ પણ સ્વામીજીના શિષ્ય બની રહી તેમને સહાય કરી રહ્યા હતા.

સ્વામીજીએ અમેરિકામાં સ્ત્રી વર્ગ આગળ પણ અનેક ભાષણો આપ્યાં હતાં. એમાંનું એક ભાષણ “હિંદમાં માતૃત્વ”થી અમેરિકન સ્ત્રીઓનાં મન ઉપર એટલી તો પ્રૌઢ અસર થઈ હતી કે તેમણે એક