પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અસાધારણ વ્યક્તિ છે. તે ઘણાજ ઉદ્યમી છે. ભારતવર્ષના વિચારોની સૃષ્ટિમાં તે વિચરી રહેલા છે. તેમનું આખું જીવન તેમાંજ ગળાયું છે. પચ્ચાસ કે તેથી પણ વધારે વર્ષ સુધી તે તેનો તેજ પ્રયાસ કરી રહેલા છે. ઘણીજ આતુરતાથી અને અત્યંત પ્રેમથી સંસ્કૃત વાઙમયના પ્રદેશમાં થતી વિચારોની આપ-લેને તે જોઇ રહેલા છે અને તે એટલે સુધી કે અત્યારે તેમના આત્માના ઉંડાણમાં પણ તેજ વિચારો રમણ કરી રહ્યા છે; અને તેમનું સઘળું બાહ્ય જીવન પણ તેનાજ રંગથી રંગાઈ રહેલું છે. મેક્સમુલર વેદાન્તીઓના પણ વેદાન્તી છે. વેદાન્તના અનેક પ્રકારના સંવાદી અને વિસંવાદી સ્વરોમાંથી તેના સંગીતના આત્મરૂપ મૂળ સ્વરને તેમણે પકડી કહાડ્યો છે. વેદાન્ત એ મૂળ પ્રકાશ છે અને તેના પ્રકાશથીજ જગતના સર્વે ધર્મો અને પંથ પ્રકાશિત બની રહેલા છે. તે એક મૂળતત્ત્વ છે અને અન્ય સર્વ ધર્મો તે તત્ત્વનાં જુદાં જુદાં ડાળ પાંખડાં છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ શું હતા ? એ મૂળ અને પ્રાચીન તત્વના તે પ્રત્યક્ષ આવિર્ભાવરૂપ હતા. પ્રાચીન ભારતવર્ષની તે જીવંત મૂર્તિ હતા. ભાવી હિંદના મહિમાનું તે સુચન હતા. અખિલ વિશ્વની પ્રજાઓને આધ્યાત્મિક પ્રકાશ પહોંચાડનાર તે હતા. ઝવેરી હોય તેજ હીરાને પારખી શકે. પાશ્ચાત્ય ઋષિ મેક્સમુલર હિંદના અધ્યાત્મ આકાશમાં ઉગતા એ નવા તારાની પ્રશંસા કરે અને તેનો અભ્યાસ કરે; છતાં હિંદવાસીઓ તેના મહત્વને સમજી પણ ન શકે; તો તેમાં નવાઈ પણ શી છે ?”

“મેં તેમને પૂછ્યું કે, ‘હિંદમાં તમે ક્યારે પધારશો ? જે મનુષ્યે હિંદુઓના પિતૃઓના વિચારોને ખરા પ્રકાશમાં લાવવાને આટલો બધો શ્રમ લીધેલો છે તેને હિંદમાં દરેક જણ માન આપશેજ.’ વયોવૃદ્ધ ઋષિ મેક્સમુલરના મુખાર્વિંદ ઉપર ઉજ્જવળ પ્રકાશ વ્યાપી