પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૯
પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં.


ઘણોજ શ્રમ લેવો પડ્યો હતો. લંડન અને અમેરિકામાં રહ્યે રહ્યે પણ ભારતવાસીઓને તેઓ વારંવાર એજ મુખ્ય ઉપદેશ આપતા કે, “સ્વાશ્રયી બનો,” “સ્વાશ્રયી બનો.” પાશ્ચાત્યો કેવા સ્વાશ્રયી બની રહેલા છે, તે સ્વામીજી દર્શાવતા અને તે બાબતમાં તેમનું અનુકરણ કરવાનું કહેતા. હિંદવાસીઓમાં આળસ ઘર ઘાલીને બેઠેલું છે, સમસ્ત પ્રજા અજ્ઞાન, વહેમ અને ગરિબાઈમાં સડ્યા કરે છે, ધનવાનો શુષ્ક હૃદયના છે, વગેરે બાબતો સ્વામીજી પોતાના મિત્રો, શિષ્યો, ગૃહબંધુઓ, વગેરે સાથેના પત્રવ્યવહારમાં ભાર દઈને સમજાવતા. એક શિષ્યના નિરાશા ભરેલા શબ્દો વાંચીને સ્વામીજીએ તેને ઉત્તર આપ્યો હતો કે “બ્હીશો નહિ, મારા પુત્રો, મહત્‌ કાર્યો સિદ્ધ થવાની તૈયારીમાં છે, ધીરજ ધરો. શિયાળામાં હું પાછો હિંદમાં આવનાર છું અને તે વખતે સઘળી બાબતોને હું વ્યવસ્થામાં લાવી મૂકીશ. કામ કરો, બહાદુર પુરૂષો ! કામથી પાછા હઠશો નહિ. ના કહેશો તે ચાલશે નહિ. કામ કરો ! પરમેશ્વર આપણા કાર્યને સહાય કરી રહેલો છે. મહાશક્તિ તમને સહાય કરી રહેલી છે.”

લંડનમાં પોતે જે કાર્ય બજાવ્યું હતું તેનાથી સ્વામીજીને સંતોષ થયો હતો. ઘણા અંગ્રેજોના સમાગમમાં તે આવ્યા હતા. અંગ્રેજ પ્રજાના ભવ્ય ગુણોનો અભ્યાસ કરવાનો તેમને પ્રસંગ મળ્યો હતો. પોતાના એક પત્રમાં તેમણે લખ્યું હતું કે;–

“લંડનમાં મારૂં કાર્ય ઘણીજ ફતેહ મેળવી રહેલું છે. અંગ્રેજ લોકો અમેરિકનો જેવા બુદ્ધિશાળી નથી, પણ એકવાર જો તમે તેમનું મન મેળવી લ્યો તો પછી સદાએ તે તમારી તરફ રહેશે. ધીમે ધીમે હું જય પ્રાપ્ત કરી રહેલો છું. છ મહિનામાં મારા વર્ગમાં એકસોને વીસ વિદ્યાર્થીઓ દાખલ થયા છે. શું આ નવાઈ જેવું નથી ? વળી જાહેર ભાષણો આપું છું તે તો જુદું. અહીંઆં દરેક જણ કામ