પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૩
પ્રાચીન રોમનગરમાં અને સ્ટીમરમાં.

 સ્વામીજી જેવા રસજ્ઞ અને વિશાળ હૃદયના મનુષ્યને રોમમાં ઘણું જોવાનું અને જાણવાનું મળ્યું. રોમન પ્રજાનું ઐહિક અને ધાર્મિક જીવન, તેના આચાર વિચાર, રોમન દેવાલયોમાં થતી ધાર્મિક ક્રિયાઓનો ઠાઠ અને તેનો ગંભીર દેખાવ, સર્વેને સૂક્ષ્મ દૃષ્ટિથી તેઓ અવલોકવા લાગ્યા. રોમનું પ્રાચીન ગૌરવ અને કળા જોઈને સ્વામીજીને અત્યંત આનંદ થયો. રોમનો ગંભીર દેખાવ અને ભવ્યતા સ્વામીજીના હૃદયની ગંભીરતા અને ભવ્યતાને ઘણાંજ અનુકુળ થઈ રહ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદનું જીવન નવું અને જુનું, પ્રાચીન અને અર્વાચીન, બંનેની વચમાં વહી રહ્યું હતું. જુની શ્રેષ્ઠ ભાવનાઓના ભવ્ય પાયા ઉપર નવીન ભાવનાઓ રૂપી ઈમારતને ચણવાનું કાર્ય તે કરી રહ્યું હતું. એ બંનેનું અપૂર્વ સંમેલન કરવામાં તેમણે અતિ વિશાળ બુદ્ધિ વાપરેલી છે. બંનેની વચ્ચે ઉત્તમ માર્ગ તેમણે કહાડી બતાવેલો છે; તેથીજ વિવેકાનંદને ભારતના સર્વ સુધારકો અને દેશોદ્ધારકોમાં શ્રેષ્ઠ પદ મળેલું છે. રોમની પ્રાચીન સંસ્કૃતિએ યૂરોપના અર્વાચીન વિચારો ઉપર ભારે અસર ઉપજાવેલી છે.

સ્વામીજી અને તેમના શિષ્યો હવે નેપલ્સ ગયા. વિસુવિઅસ પર્વત ઉપર તે ચ્હડ્યા. બીજે દિવસે તેઓએ પૉમ્પીની મુલાકાત લીધી. પછીથી પાછા નેપલ્સમાં આવીને તે સ્ટીમરમાં બેઠા. તેમાં બેઠા પછી સ્વામીજી બોલી ઉઠ્યા: “હવે હિંદુસ્તાન આવશે ! મારૂં ભારતવર્ષ આવશે !”

સ્ટીમરમાં બેઠા પછી એક વિચિત્ર બનાવ બન્યો. સ્ટીમર એડનથી ઉપડીને કોલંબો જતી હતી. બે ખ્રિસ્તી મિશનરીઓ તેમાં ઉતારૂઓ તરીકે હતા. સ્વામીજી જોડે તેઓ વાતચીત કરવા લાગ્યા. ખાસ કરીને હિંદુ ધર્મની ખ્રિસ્તી ધર્મ સાથે તુલના કરવી અને હિંદુ ધર્મ ઉપર સખત ટીકા કરવી એ તેમનો ઇરાદો હતા. તેઓ વાદવિવાદ