પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૯
નૈનિતાલ, આલમોરા વગેરે સ્થળમાં.


કેટલીકવાર એકાએક વૈરાગ્ય વૃત્તિ જાગૃત થઈ જતી. તેમને પોતાના સ્વરૂપનું ભાન થઈ જતું અને તે એકદમ સર્વે કાર્યોને તેમજ શિષ્યો વગેરેને પડતાં મૂકી જંગલમાં ચાલ્યા જતા અને ત્યાં આત્મચિંતનમાં લીન થઈ રહેતા. આવી રીતે આત્મચિંતનમાં અમુક સમય ગાળ્યા પછી તેમની વૃત્તિ જ્યારે ઉત્થાન પામતી ત્યારે તેઓ પાછા આવતા અને પોતે આરંભેલાં કાર્યો કરવા મંડી જતા. આત્મચિંતનથી તેમને ઘણું જ માનસિક બળ મળતું અને કાર્ય કરવાને તે વધારે બળવાન અને વધારે ઉત્સાહી બની રહેતા. એ આત્મચિંતનના ફાયદા સ્વામીજી ઘણીવાર કહી બતાવતા. તેઓ કહેતા કે દિવસમાં એક ક્ષણ પણ આત્મચિંતનમાં ગાળો અને બનતાં સુધી દિવસના પહેલા પહોરમાંજ એ કાર્ય કરો. અને પછી જુઓ કે તમે કેવું ઉમદા બળ વ્યવહારમાં દાખવી શકો છો. આપણા રૂષિઓ, મુનિઓ, યોગીઓ એજ આત્મચિંતનનો આશ્રય લેતા અને તેમાંથી પુષ્કળ માનસિક બળને પ્રાપ્ત કરતા; આત્મચિંતનથી તેમની બુદ્ધિનો પ્રકાશ વધતો અને તેને લીધે જ તેઓ જગતને હેરત પમાડે એવાં કાર્યો કરવાને શક્તિમાન થયા હતા.

શ્રીનગરમાં એક વખતે ટોડકૃત રાજસ્થાન ઉપર વાત ચાલી. સ્વામીજી કહેવા લાગ્યા કે “બંગાળામાં પ્રવર્તી રહેલા રાષ્ટ્રીય વિચારોનો બે તૃતીયાંશ ભાગ તો એ પુસ્તકમાંથીજ આવેલો છે.” પછી મીરાંબાઈ, પ્રખ્યાત રાજકુંવરી કૃષ્ણા કુમારી, રજપુત યોદ્ધાઓ અને મહારાણા પ્રતાપસિંહ વિષે સ્વામીજી અનેક વાતો કહેવા લાગ્યા. શ્રીનગરમાં સ્વામીજી નદીમાં એક હોડીમાં રહેતા હતા. હવે પોતાની હોડીને તે એક એકાંત સ્થળમાં લઈ ગયા. પોતાની પાસે તે એ સ્થળમાં કોઈ પણ મનુષ્યને આવવા દેતા નહિ. સ્વામીજી કહેતા કે “પ્રેરણાત્મક વિચારોનું બળ એટલું બધું છે કે તે મનુષ્યને કેટલીક