પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮૫
ફરીથી અમેરિકા જવું.


ઉંડા તત્વજ્ઞાનના વિષયમાંથી નીકળીને આધુનિક સમયના ખ્રિસ્તીઓની રીતભાત તરફ વળે છે ત્યારે તેમનો દેખાવ કરડો બની રહે છે. તેઓ કહે છે કે આધુનિક ખ્રિસ્તીઓ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં બાઈબલ લઈને ફીલીપાઈન ટાપુમાં બોધ કરવાને જાય છે. વળી તેઓ દક્ષિણ આફ્રીકામાં એકજ માબાપનાં છોકરાંને પરસ્પર કાપી નાખવા દે છે. એ રીતભાતની સાથે સ્વામીજીએ હિંદમાં દુષ્કાળ વખતે જે બન્યું હતું તેની તુલના કરીને કહ્યું હતું કે હિંદમાં દુષ્કાળ વખતે મનુષ્ય પોતાનાં ઢોરની આગળ ભુખમરાથી મરી જતા, પણ કદીએ તેમણે તે ઢોર મારવાને હાથ ઉગામ્યા નથી.”

સ્વામીજીએ સેન ફ્રાન્સીસ્કો, ઓકલેન્ડ અને આલ્મેડામાં લગભમ પચાસ ભાષણો આપ્યાં. એ પછી લોકોએ નિયમિત વર્ગો ભરવાની સ્વામીજીને અરજ કરવાથી તેઓ વર્ગો ભરવા લાગ્યા. સેન કાન્સીસ્કોમાં લોકોનાં મન ઉપર સ્વામીજીના બોધની કેવી ઉંડી છાપ પડી રહી હતી તેનો ખ્યાલ એક અમેરિકને એક વર્તમાનપત્રમાં નીચલા શબ્દોમાં આપ્યો હતો.

“જે ભૂમિએ સ્વામી વિવેકાનંદ જેવા મહાબુદ્ધિશાળી વિચારક અને ઉપદેશકને આપણી આગળ મોકલ્યા છે અને જે ભૂમિ તરફ હમણાં થોડાક સમયથી આપણું લક્ષ દોરાયું છે, તે ભૂમિ પ્રત્યે આપણે જેટલો સદ્દભાવ દર્શાવીએ તેટલો ઓછો છે. શ્રોતાઓ ઉપર સ્વામી વિવેકાનંદના બોધની અસર ઘણીજ ઉંડી થાય છે અને તેના કરતાં વળી તેમના ભવ્ય અને પવિત્ર ચારિત્ર્યની અસર તો ઘણીજ વધારે ઉંડી થાય છે. તેમનું ચારિત્ર્ય તેમના મુખમાંથી નીકળતા અસરકારક શબ્દો કરતાં પણ વધારે અસરકારક છે. જાણે કે એકાદ મજબૂત અને સુંદર મ્યાનમાંથી પાણીદાર તેજસ્વી તલવાર બહાર કુદી પડતી હોય તેમ કૂદી પડતું એ મહાપ્રતાપી વિચારકનું મુખારવિંદ અને બોલવું