પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૫
બેલુર મઠમાં જીવન.

તેમની તબીયત નાદુરસ્ત હોવાથી તેમને અટકાવતા. એ વાતની સ્વામીજીને જ્યારે ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે; "જુઓ આ શરીર શા કામનું છે ? બીજાને મદદ કરવામાં ભલે તેનો નાશ થઈ જાય. જ્યારે જીજ્ઞાસુઓની જોડે હું વાત કરૂ છું ત્યારે મને કેટલો બધો આનંદ થાય છે તેનો ખ્યાલ તમને આવી શકશે નહિ ?"

પોતાની મહાસમાધિ પર્યંત સ્વામીજી શિષ્યોને કેળવ્યાજ કરતા હતા. તેમનામાં આત્મશ્રદ્ધા જગાવવાને અને તેમને સ્વકર્તવ્યની જવાબદારીનું ભાન કરાવવાને તે ઘણુંજ મથતા. મઠ તરફથી પ્રગટ થતાં માસિકોને તે પોતાની યોજના પ્રમાણે ચલાવતા અને તે બાબતમાં પોતાના શિષ્યોને માહિતગાર કરતા અને તેમની પાસે તે માસિકોનું કાર્ય કરાવતા. તેમાં પણ કેટલેક દરજ્જે સ્વતંત્રપણે કામ કરવાનું તેમને શિખવતા. સ્વામીજીએ ઘડેલા નિયમ પ્રમાણે જે શિષ્ય માસિક ચલાવે નહિ તો તે તેમને સખત ઠપકો આપતા અને અમુક પ્રકારના વિચારો અને લખાણો સિવાયનું લખાણ તેમાં આવે નહિ, તેને માટે તે ઘણીજ સાવચેતી રાખતા. જગતની આગળ માસિકદ્વારા મૂકવાના વિચારો વિષે તે ઘણોજ વિચાર કરતા અને એ બાબત કેટલી બધી અગત્યની છે તે ઘણીજ કાળજીથી શિષ્યોને સમજાવતા.

વળી મઠમાં સઘળું વ્યવસ્થાસર અને સ્વચ્છ રાખવાને તે ઘણોજ આગ્રહ કરતા. એમને પુરેપુરી સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈતી હતી. કોઈવાર મઠના નોકરો માંદા પડતા અને મઠનું મકાન બરાબર વળાતું ઝુંડાતું નહિ ત્યારે સ્વામીજી જાતેજ હાથમાં સાવરણી લઈને સધળું વાળીઝૂડીને સાફ કરતા અને કેમે કર્યા હાથમાંથી સાવરણી મૂકતા નહિ. એ પ્રમાણે તે સ્વછતા પ્રત્યેના પ્રેમનો અને સ્વાશ્રયનો દાખલો બેસાડતા. તેમને કોઈવાર પૂછવામાં આવતું કે તમે શા માટે