પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
સરસ્વતી દેવીને અર્પણ.


મારે જોઈએ ! હું સાધુ થઈશ અને સ્વતંત્રપણે આખા હિંદમાં પર્યટન કરીશ.” આ નિશ્ચયની અસર તેના દરેક કૃત્યો ઉપર થઈ. ભુવનેશ્વરી દેવી રામ અને સીતાનાં ઉપાસક હતાં, તેથી નરેન્દ્ર રામ અને સીતા તરફ અત્યંત ભક્તિભાવ દર્શાવતો અને તેમની પવિત્ર કથા સાંભળતાં સાંભળતાં તેનો આત્મા પવિત્ર વાસનાઓથી ઉભરાઈ જતો અને તે આવેશમાં આવી જતો; પણ રામ અને સીતા પરણેલાં ! શ્રી રામ સંસારી ! શ્રી રામ – સાક્ષાત ઈશ્વરનો અવતાર તે પણ સંસારના બંધનમાં ! આ વિચાર તેના મનમાં ખુંચવા લાગ્યો. ભુવનેશ્વરીએ તેને સીતા સ્વયંવરની કથા કહી હતી. તેમનો દાંપત્ય પ્રેમ તે વખાણતાં અને રામના પરાક્રમોનું તે આનંદથી મનન કરતો. રામ અને સીતા બંનેનાં ચારિત્રને તે સર્વોત્કૃષ્ટ ગણતો પણ – પણ તે પરણેલાં ! બસ, ત્યારે બધુંએ નકામું !

શ્રીરામ અને સીતાની મૂર્તિને તે દરરોજ પૂજતો પણ હવે ઉપલા વિચારને લીધે તેને તેના ઉપર અશ્રદ્ધા થવાનું કારણ મળ્યું. ભક્તિભાવમાં ખલેલ પહોંચ્યું અને પોતાનો આદર્શ ફેરવવાનો સમય આવ્યો ! નરેન્દ્ર રોવા જેવો થઈ ગયો. તેની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં ! દેવતા બધાએ સંસારી ! હવે કોનું પૂજન કરવું એ વિચારે તેને બહુજ મુઝવ્યો. તેને દુઃખમાં સહાય કરનાર, તેની શંકાઓનું સમાધાન કરનાર, ભુવનેશ્વરી દેવી ડગલે ડગલે તૈયારજ હતાં. ભુવનેશ્વરી નરેન્દ્રનું સર્વ વાતે વિશ્રામ સ્થાન હતાં. કાંઈ પણ કારણ મળે કે તરતજ નરેન્દ્ર તેની પાસે દોડી જતો અને ભુવનેશ્વરી તેનું તત્કાળ સમાધાન કરી તેના મનને એવું તો ઉમદા વલણ આપતાં કે નરેદ્રનાં ભાવી ચારિત્રનાં બીજ એક પછી એક તેના હૃદયમાં ઉંડાં રોપાઈ જતાં. નરેન્દ્ર આ પ્રસંગે પણ પોતાની મા પાસે ગયો. ભુવનેશ્વરી રોવાનું કારણ પૂછવા લાગ્યાં. નરેન્દ્ર ચૂપ રહ્યો અને ડૂસકાં